Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વીથિકા - દેવેશ મહેતા

કીર્તન ભક્તિના સંવાહક ભગવાન નારાયણના પ્રિયભક્ત નારદજી

'જયતિ જગતિ માયાં યસ્ય કાયાધવસ્તે
વચનરચનમેકં કેવલં ચાકલય્ય ।
ધ્રુવપદમપિ યાતો યત્કૃપાતો ધ્રુવોડયં
સકલ કુશલપાત્રં બ્રહ્મપુત્રં નતાસ્મિ ।।


આપ બ્રહ્મપુત્રની માયાનો વિજ્ય થાઓ.એક જ વાક્ય રચનાનો આશ્રય કરી,
જેમની કૃપાથી ધ્રુવ
અચળ પદને પ્રાપ્ત થયા તે સર્વના
કલ્યાણપાત્ર

નારદજીને હું પ્રણામ કરું છું.'
કળિયુગના પ્રભાવથી ત્રાસ પામેલ ભક્તિએ જ્યારે આ શબ્દોથી નારદજીની સ્તુતિ કરી હતી ત્યારે નારદજીએ એમના દુ : ખનો ઉપાય બતાવતા કહ્યું હતું -' વૃથા ખેદયસે બાલે અહો ચિંતાતુરા કથમ્ ।
શ્રીકૃષ્ણચરણામ્ભોંજ સ્મર દુ : ખ ગમિષ્યતિ ।। હે દેવી ।

તમે વ્યર્થ દુ : ખી થાઓ છો. તમે શા માટે ચિંતા કર છો ?
ભગવાન શ્રીકૃષ્ણના ચરણકમળનું ધ્યાન ધરો. તમારું દુ : ખ જતું રહેશે ? નારદ શબ્દની વ્યાખ્યા થાય છે-' નરાનાં દુ : ખ દ્યતિ ખણ્ડયતિ ઇતિ નારદ  :  એટલે કે લોકાના દુ : ખોને જે કાપે, એનું ખંડન કરે તે નારદ.

નારદ ભગવાન નારાયણનાં પ્રિય ભક્ત છે. નારદને નારાયણ વિના ન ચાલે તો નારાયણને નારદવિના પણ ન ચાલે. નારદ સર્વનું કલ્યાણ કરવા સતત પ્રવૃત્ત રહે છે. એ સર્વજનહિતેચ્છુ છે. દેવ, દાનવ અને માનવમાંથી કોઈને પણ મુંઝવણ અનુભવતા, દુ : ખી થતા નારદજીએ એ સાથે જ એની પાસે પહોંચી જાય અને એને માર્ગદર્શન આપે. એ એમના દુ : ખને દૂર કરવાનો ઉપાય બતાવી શકે એમ ન હોય તો એ જાણવા તરત જ ભગવાન નારાયણ પાસે પણ પહોંચી જાય અને એમની પાસેથી એ જાણીને પછી બતાવી દે. એકમાત્ર નારદ એવા છે જેમનો આદર દેવો અને માનવો જ નહીં, દાનવો પણ એકસરખી રીતે કરે છે.

એ બધાના મિત્ર, તત્ત્વપ્રબોધક અને માર્ગદર્શક(Friend, Philosopher and guide)  બની રહ્યા છે. નારદ સાચા અર્થમાં સંત અને ભગવદ્ભક્ત છે. એમનું હૃદય સદાય કૃપા અને કરુણાથી ભરેલું રહે છે. જગતનું કલ્યાણ કરવા માટે તે નિરંતર ભગવાનના ગુણગાન ગાતા ત્રણે લોકમાં વિહાર કરતા રહે છે. શ્રીમદ્ ભાગવતમાં દર્શાવ્યું છે તે પ્રમાણે નારદ સ્વયં કહે છે-

'દેવદત્તામિમાં વીણાં સ્વર બ્રહ્મવિભૂષિતામ્ । મૂચ્છેયિત્વા હરિકથા ગાયમાનશ્ચરામ્યહમ્ ।। ભગવાને આપેલી નાદ-બ્રહ્મનું પ્રગટીકરણ કરતી આ વીણા વગાડતો અને હરિકથાનું ગાન કરતો હું બધે જ પરિભ્રમણ કરતો રહું છું.' નારદજી કીર્તન ભક્તિના પુરસ્કર્તા છે.

નારદજીનું મુખ્ય એક જ કામ -' માર્ગ ભૂલેલાને એમના અધિકાર અનુસાર માર્ગદર્શન આપી સાચા માર્ગે વાળવા.' ઇશ્વરથી દૂર ગયેલાને ઇશ્વર તરફ વાળવા. ધ્રુવ અને પ્રહલાદને એમના અધિકાર પ્રમાણે અને હિરણ્યકશિપુ તથા કંસને એમના અધિકાર મુજબ એમણે માર્ગ બતાવ્યો. સાવકી માતા, ઉત્તાનપાદ રાજાની માનીતી રાણી સુરુચિના કડવા વચનોથી હૃદયના મર્મભાગમાં ઘવાયેલો બાળક ધ્રુવ ઘર છોડીને વનમાં જઈ રહ્યો હતો ત્યારે એના માર્ગ પર પ્રગટ થઈને નારદજીએ એને સમજાવતા કહ્યું હતું-' હે પુત્ર । રમકડાથી રમવાની ઉંમરવાળા તારે માટે માન કે અપમાન હોઈ શકે નહિ.

કદાચ, તારામાં માન કે અપમાનની સમજ છે. એમ માની લઈએ તો સમજુનું લક્ષણ એ છે કે અસંતોષ ન રાખવો. અસંતોષનું કારણ મોહ છે. તેને લીધે જ શત્રુઓ ઉદ્ભવેે છે. તેથી હે ભાઈ ! પોતાના પ્રારબ્ધથી જે કંઈ પ્રાપ્ત થાય તેને ઇશ્વરેચ્છા માની ડાહ્યા મનુષ્યે તેટલાથી જ સંતોષ માનવો જોઈએ. એથી વધુ મેળવવા માટેનો તારો આગ્રહ નિષ્ફળ છે. આત્મ-કલ્યાણ સાધવાનો યોગ્ય સમય આવે ત્યારે પ્રયત્ન કરજે. પોતાનાથી વધારે ગુણવાનને જોઈ આનંદ મેળવવો, પોતાનાથી ઓછા ગુણવાળા પ્રત્યે દયા રાખવી અને સમાન ગુણવાળા સાથે મિત્રતા સાધવી. આ પ્રમાણે કરનાર દુ : ખી થતો નથી. ' જો કે ધ્રુવનો પ્રભુના દર્શન કરવાનો અતૂટ વિશ્વાસ જોઈ એને ઁ નમો ભગવતે વાસુદેવાય' એ દ્વાદશ અક્ષરમંત્ર આપ્યો હતો અને યમુના કિનારે આવેલા મધુવનમાં જઈ કેવી રીતે તપશ્ચર્યા કરવી એની રીત શીખવી હતી. એ પ્રમાણે કરતાં ધ્રુવને ભગવાનના દર્શન થયા હતા.

મહર્ષિ વેદવ્યાસે વેદોનું વિભાજન કર્યું અને મહાભારતની રચના કરી તેમ છતાં એમને આંતરિકસુખ પ્રાપ્ત નહોતું થયું. એ વખતે તેમણે નારદજીને તેનો ઉપાય પૂછયો હતો. નારદજીએ તેમને કહ્યું હતું - ' હે વ્યાસજી, તમે ભગવાનનો નિર્મળ યશ વર્ણવ્યો નથી, એમની મધુર લીલાઓનું વર્ણન કર્યું નથી. એટલે તમે દુ : ખી છો.' એ પછી વ્યાસમુનિએ ભગવાનના સ્વરૃપનો સાક્ષાત્કાર કરી શ્રીમદ્ ભાગવત મહાપુરાણની રચના કરી આત્મ-સંતોષ પ્રાપ્ત કર્યો હતો.

Post Comments