Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતની યુવાશક્તિના પ્રેરણાસ્રોત- સ્વામી વિવેકાનંદ

રવિન્દ્રનાથ ટાગોરે પણ કહ્યું હતું કે, જો તમારે ભારતવર્ષને ઓળખવું હોય તો વિવેકાનંદનાં વચનામૃતોનું અધ્યયન કરવું, એમનાં ગ્રંથોમાં સઘળું ભાવર્થત્મક છે.

(તા. ૧૨ જાન્યુઆરીએ -૧૫૩ મી જ્યંતિ)
ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો... નો પ્રેરણાદાયી અદ્ભૂત લોકોને સંદેશો આપનાર મહાન વિભૂતિ અને ભારતમાં યુવાશક્તિને જગાડનાર સ્વામી વિવેકાનંદ જન્મ ૧૨-૦૧-૧૮૬૩ ના રોજ થયો હતો. તેમને સૌ કોઈ નરેન્દ્રના નામથી ઓળખતા હતા.

તેમનાં પિતાનું નામ વિશ્વનાથદત્ત અને માતાનું નામ ભૂનેશ્વરીદેવી હતું. બાળપણથી જ નરેન્દ્ર ખૂબ જ તેજસ્વી બુદ્ધિ અને અદ્ભુત સ્મરણ શક્તિ ધરાવતાં હતાં. બંગાળનાં સુપ્રસિદ્ધ આચાર્ય ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર પાસે તેમણે શિક્ષણ મેળવ્યું હતું. ઇતિહાસ અને તત્વદર્શન તેમનાં પ્રિય વિષયો હતાં. તેમણે પોતાનું જીવન રામકૃષ્ણ પરમહંસના ચરણોમાં સમર્પિત કર્યું હતું.

૧૮૮૪માં તેઓ પરિવ્રાજક તરીકે ભારતમાં તીર્થધામોની યાત્રાએ નીકળ્યાં હતા અને ધાર્મિક ચિંતવન સાથે દેશની આર્થિક ઉન્નતિ અર્થે ખૂબ જ તેમણે મનન કર્યું હતું. ગરીબ દેશ બાંધવોનાં ઉદ્ધાર માટે યોગ્ય કેળવણી આપવી અને તે માટે દરિયાપાર જવાનો નિશ્ચય કર્યો કર્યો હતો.

સન ૧૮૯૩ ના મે મહિનાની ૩૧ તારીખે એક અજાણ્યા સંન્યાસી તરીકે સ્વામી વિવેકાનંદે અમેરિકા જવા પ્રયાણ કર્યું હતું અને સાડા ત્રણ વર્ષ બાદ તેઓ પાછા આવ્યા હતા.

પોતાનાં અસરકારક વ્યાખ્યાનો દ્વારા ભારતનાં આધ્યાત્મિક સામથ્યેની અને વેદાંતની વિશ્વનાં દેશોને પુરક કરાવનાર સ્વામી વિવેકાનંદે શિકાગો ( અમેરિકા)માં મળેલ વિશ્વ ધર્મ પરિષદમાં ૧૧ મી સપ્ટેમ્બર ૧૮૯૩નાં રોજ ઐતિહાસિક પ્રવચન આપ્યું હતું.

પોતાનાં એ પહેલા ભાષણમાં સ્વામીએ શ્રોતાઓને મિ. અને મિસિસ સંબોધનોથી ટેવાયેલ, અમેરિકનોને મારા બહેનો અને ભાઈઓ ! તરીકે સંબોધન કર્યું ત્યારે પરિષદમાં હાજરી આપનાર ૬ થી ૭ હજાર જેટલાં ધર્મ ધુંરધરો, પંડિતો અને વિવિધ ધર્મનાં પ્રતિનિધિઓએ તેમને ગળગળાટથી વધાવી લીધા હતાં.

આ સ્વામી વિવેકાનંદનું ભાષણ બહુ પ્રશંસા પામ્યું. અમેરિકાનાં ઘણાં અખબારોએ એના અહેવાલ મોટા મથાળા સાથે પ્રસિધ્ધ કર્યા હતાં.

સ્વામી વિવેકાનંદે એ દેશોમાં લગભગ ૧૦૦૦થી પણ વધુ પ્રવચનો કરી હિંદુ ધર્મની જયપતાકા ફરકાવી ત્યાંથી તેઓએ સ્વીઝરલેન્ડ,ઇંગ્લેન્ડ, ઇટાલી, ફ્રાંસ, જર્મની વગેરે દેશોમાં પણ પોતાનાં ઓજસ્વી વાણીથી ભારતીય તત્ત્વજ્ઞાાનની સબળ રજૂઆત કરી હતી.

ભારતમાં પાછાં આવીને તેમણે પોતાનાં ગુરુની સ્મૃતિમાં રામકૃષ્ણ મિશનની અને કલકત્તામાં બેલૂર મઠની સ્થાપના કરી. આજે દેશવિદેશમાં બેલૂર મઠનાં સંચાલન હેઠળ અનેક આશ્રમો પણ ચાલે છે.

સ્વામી વિવેકાનંદજીના જીવનમાંથી આપણને સેવાનો પાઠ પણ શીખવા મળે છે. જ્યારે કલકત્તામાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે તેમણે સેવાની જબરજસ્ત ચળવળ ઉપાડી જનસમાજની સેવા કરી હતી.

વિવેકાનંદ રાજકીય નેતા ન હતાં. પણ તે સમયનાં રાજકીય નેતાઓનાં જીવન પર વિવેકાનંદના દેશભક્તિ અને ગરીબની સેવાનાં વિચારોનું ઊંડો પ્રભાવ પડયો હતો.

રવિન્દ્રનાથ ટાગોરે પણ કહ્યું હતું કે, જો તમારે ભારતવર્ષને ઓળખવું હોય તો વિવેકાનંદનાં વચનામૃતોનું અધ્યયન કરવું, એમનાં ગ્રંથોમાં સઘળું ભાવર્થત્મક છે.

સ્વામી વિવેકાનંદજીએ એકવાર કહ્યું હતું કે, હું વિકાસમાં જ માનું છું હું તો રામનાં સેતુબંધના વખતની પેલી ખિસકોલી જેવો છું, કે જેણે પુલ બાંધવામાં પોતાનાં હિસ્સાની કાંકરી મૂકીને સંતોષ માન્યો હતો. તેમ હું મારા દેશ માટે મારાથી જે થશે તે કરીને ઝંપીશ. આ દેહમાંથી મારો જીવ નીકળી જવાનો અને એક જીર્ણ વસ્ત્રની જેમ તેને ફેંકી દેવાશે. પરંતુ મારું કાર્ય તો અવિરત ચાલ્યાં જ કરશે.

તેઓ હરહંમેશ કહેતા કે, જરુર છે મર્દોની, સાચા મર્દોની, બીજું બધું તો થઈ રહેશે. પણ ખરેખર તો બળવાન, પ્રાણવાન, શ્રદ્ધાવાન અને નિષ્ઠાથી ઉભરાતા નવયુવકોની જરૃર છે. જો આવા સો નવયુવકો આવી મળે તો જગતની સૂરત પલટી જાય. સ્વામી વિવેકાનંદ એ યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત્ર હતા. સમયના વહનની સાથે તેઓ તા. ૪ જુલાઈ ૧૯૦૨ અને શુક્રવારે ના રોજ તેઓ આલોકમાંથી ચાલ્યા ગયા પરંતુ આજેય તેમના જીવનમાંથી અનેકને પ્રેરણા મળી રહે છે. તેઓ યુવાશક્તિના પ્રેરણસ્રોત છે.

આમ સબળ રાષ્ટ્રપ્રેમ, ત્યાગ, માનવસેવા, સર્વધર્મ સદ્ભાવ અને તથા ધર્મનું સમન્વય એટલે સ્વામી વિવેકાનંદજીનું આખું આયખું ! જ્યારે જ્યારે સ્વામી વિવેકાનંદજીને યાદ કરવામાં આવે છે ત્યારે ત્યારે મારા હર્દયમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સ્મૃતિ સ્હેજે થઈ જ આવે છે.

જેમ સ્વામીવિવેકાનંદજીએ અમેરીકામાં જઇને ઐતિહાસિક પ્રવચન આપીને ભારતનું ગૌરવ વધાર્યું હતું. તેવી રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ લંડનના ટ્રફાલ્ગર સ્કેવર ઉપર તા. ૧૭-૧૦-૨૦૧૭ના રોજ અંગ્રેજીમાં પ્રવચન આપીને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિજ્ય ધ્વજ લહેરાવીને કર્યું છે. આ મુક્તજીવન સ્વામીબાપા સૌ પ્રથમ એવા સંત છે કે,

જેમણે સૌ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી તેઓ ઇ.સ. ૧૯૪૮ માં તેઓ પોતે પ્રથમ દિક્ષિત કરેલ સંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને સાથે લઈને આફ્રિકા પધાર્યા હતા. અને વિદેશ જવાની પહેલ પાડી હતી. ત્યારબાદ પછી થી તેમના પગલે પગલે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિદેશ જતાં થયા અને તેના ફલ સ્વરૃપે  આજે સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સત્સંગીઓ અને મંદિરો વિદેશમાં છે. અને ભારતીય સંસ્કારો સચવાઈ રહ્યા છે.

જેમ સ્વામીવિવેકાનંદજીનો મુખ્ય જીવન સંદેશ હતો કે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહ... તેમ શ્રી મુક્તજીવન સ્વામીબાપાનો મુખ્ય જીવન સંદેશ હતો કે, જીવનમાં જો સુખી થવું હોય તો ભગવાનને મુખ્ય રાખો અને વ્યવહાર ગૌણ કરો...

આવી વિરલ વિભૂતિઓએ આપણને આપેલા જીવન સંદેશને આપણા જીવનમાં ઉતારીએ અને સુખી થવાના માર્ગે આગળ વધીએ એજ અભ્યર્થના.
-    સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Post Comments