Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્વામી વિવેકાનંદ જયંતિ - સ્વામી વિવેકાનંદ-અમૃતવચન

શું તમારામાં પ્રેમ છે ? જો એ હશે તો તમે સર્વશક્તિમાન બનશો. શું તમે સંપૂર્ણ નિ : સ્વાર્થી છો ?જો હશો તો કોઈ પણ વ્યકિત તમને રોકી શકશો નહિ. ઇશ્વરને શોધવા તમારે ક્યાં બીજે જવું છે ? શું આ બધાં દરિદ્ર, દુ : ખી અને દુર્બળ મનુષ્યો પોતે જ દેવો નથી ?

ઓછામાં ઓછા સમયમાં એક સુંદર અને મજબૂત જોડાંની જોડી બનાવનારો મોચી તથા જિંદગી આખી અર્થહીન બડબડ કરનાર પ્રોફેસર કરતાં વધુ સારો માનવી છે. મનુષ્યનું મૂલ્યાંકન તેનાં કર્તવ્યનાં પ્રકારથી નહી પરંતુ તે કંઈ રીતે કરે છે તેના પરથી થવું જોઈએ.

- કોઈ પણ વસ્તુ માંગો નહી, બદલામાં કંઈ પણ આશા રાખો નહી. તમારે જે આપવાનું છે તે તમે આપો, તે તમારી પાસે પાછું તો આવશે પણ અત્યારે તમે તેના વિશે વિચાર ન કરો. તે હજાર ગણું થઈને તમારી પાસે પાછું આવશે. આટલું બરાબર શીખી લો કે જીવન આપી દેવો માટે જ છે. પ્રકૃતિ જ તમને એ કરવાની ફરજ પાડશે, માટે સ્વેચ્છાએ આપો.

જે ઘડીએ તમે કહો કે ' હું નહી આપું'એજ ઘડીએ ફટકો પડે છે અને તમે દુ : ખી થાઓ છો પરંતુ જેમ તમે વધુ આપશો તેમ વધુને વધુ તમે પામશો. આ ઓરડામાંથી હવાને જેટલી ઝડપથી તમે ખાલી કરશો, તેટલી જ ઝડપથી બહારથી નવી હવાથી ઓરડો ભરાઈ જશે.

- એ અંત : કરણ શું કામનું જેમાં આત્મબળ અને આત્મવિશ્વાસ ન હોય ?

- હે મનુષ્ય એવી કંઈ ગાઠ છે કે જે આત્મબળથી છૂટી ન શકે ?

- વિધા, જ્ઞાાન, દોલત, તાકાત, વીરતા અને બીજું જે કંઈ એકઠું કરીને કુદરત આપણને આપે છે તે બધુ જરૃર જણાય ત્યારે બધાંને વહેંચી આપવા માટે છે. આ હકીકત આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ.

- ભવિષ્યમાં શું બનશે કે શું નહિ બને. એ ગણ્યા કરવાથી શો ફાયદો ? જિંદગી કેટલી ટૂંકી છે. ફળદાતા તો માત્ર ઇશ્વર જ છે. તો બધું એને સોપી દો. તમે તમારે કાર્ય કર્યે જાઓ.

- ગૃહસ્થનું પ્રધાન કર્તવ્ય ઇમાનદારીથી અર્થ ઉપાર્જન કરવાનું છે અને એ પણ યાદ રાખવાનું છે કે એનું જીવન ઇશ્વર સેવા તથા ગરીબો ના માટે જ છે.

- ભય દુર્બળતાનું ચિહન છે. એટલા માટે સંસારનાં ઉપહાસ તથા વ્યંગની તરફ તનિકપણ ધ્યાન ન દઇને મનુષ્ય એ નિર્ભય થઈને પોતાનું કર્તવ્ય કરતાં રહેવું જોઈએ.

- ગીતાનું મૂળ સૂત્ર એ છે કે નિરન્તર કર્મ કરતાં રહો પરન્તુ એમાં આસક્ત ન થાઓ.

- નરકાગાર સમા આ સંસારમાં જો એક માણસનાં હૈયામાં એક દિવસ પૂરતો જરાક આનંદ અને શાંતિ લાવી શકાય તો એટલું જ સાચું છે.

મારી આખી જિંદગી દરમિયાન હેરાન થઈ થઈને હું આ શીખ્યો છું, બાકીનું બધું ચાર દિવસની ચાંદની છે.

- જ્યેન્દ્ર ગોકાણી

Post Comments