Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્વામી વિવેકાનંદ ગૌરવાકિંત સમર્થ વ્યક્તિત્વની અનન્ય સંસ્મૃતિ ઝરમર

સ્વામી વિવેકાનંદ એટલે

માનવતાવાદી વિભૂતિ. ક્રાન્તિકારી સંત.    પરાધીન ભારતને સ્વાર્થ, પ્રમાદ, ને કાયરતામાંથી બહાર કાઢનાર.

પોતાના ગુરુરામકૃષ્ણદેવના ચરણોમાં સમર્પિત થઈ જીવન જીવવાની ચાવી મેળવી
નિરક્ષરતા, અજ્ઞાાન, ગરીબી, ભૂખ સામે લડવા સમાજને તૈયાર કરનાર.

રાષ્ટ્રીય ચેતના જગાવી માનવતાવાદી, સંવેદનશીલ સમાજ બનાવનાર આધ્યાત્મિક યુગનાયક.
ધર્મને કર્મકાંડમાંથી બહાર કાઢી સામાજિક પરિવર્તનમાં જોડનાર.

વિશ્વમાં ભારતનાં ધર્મ-સંસ્કૃતિ- અધ્યાત્મ, તત્ત્વજ્ઞાાનને ગૌરવશિખરે પહોંચાડનાર.
યુવાશક્તિ માટે તેજવંતુ પ્રેરણાદાયી વ્યકિતત્વનો આદર્શ પૂરો પાડનાર.
    
કાયરતા, ક્ષુદ્રતા, દરિદ્રતામાંથી ઉગારી ઊંચકી તેજસ્વિતાના રાજપથ ઉપર દોહી જનાર જ્યોતિર્ધર.
પીડિ દરિદ્રનારાયણો પ્રત્યેના સંવેદનશીલતા ભર્યો શિવભાવે ' સેવાયોગ' આપનાર.

મહત્ત્વપૂર્ણ સાલવારી

૧૨ જાન્યુ. ૧૮૬૩ - કલકત્તામાં જન્મ
૧૮૭૯ - પ્રેસીડેન્સી કોલેજમાં પ્રવેશ
૧૮૮૦ -જનરલ એસેમ્બલી ઇન્સટીટયુશનમાં પ્રવેશ
નવે ૧૮૮૧- શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ સાથે પ્રથમ મુલાકાત
૧૮૮૨ થી ૧૮૮૬ - શ્રી રામકૃષ્ણ પરમહંસદેવનું સાનિધ્ય મળ્યું.
૧૮૮૪ - પિતાનું મૃત્યું. સ્નાતક થયા.
૧૮૮૬ - વરાહનગર મઠની સ્થાપના
૧૮૮૭ - વરાહનગર મઠમાં સન્યાસ માટે ઔપચારિત પ્રતિજ્ઞાા
૧૮૯૦-૯૩-પરિવ્રાજક રૃપમાં ભારતભ્રમણ
૨૪ ડીસે.૧૮૯૨ - કન્યાકુમારીમાં
૧૩ ફેબુ.૧૮૯૩ - સિકંદરાબાદમાં પ્રથમ સાર્વજનિક
૩૧ મે.૧૮૯૩ - મુંબઈથી અમેરિકા રવાના ( વિશ્વધર્મ આંદોલન માટે )
૧૧ સપ્ટે.૧૮૯૩ - શિકાગો- વિશ્વધર્મ સંમેલનમાં પ્રથમ વ્યાખ્યાન- ભારતીયધર્મ- સંસ્કૃતિને વિશ્વમાં
ગૌરવપ્રદસ્થાન અપાવ્યું.
૨૭ સપ્ટે.૧૮૯૩-શિકાગામાં અંતીમ વ્યાખ્યાન
નવે ૧૮૯૪ - ન્યુયોર્ક વેદાંત સમિતિની સ્થાપના
૩૦ ડીસે ૧૮૯૬- ભારત તરફ રવાના,    ૨૪ઓકટો.૧૯૦૦- વીએના-હંગેરી-ગ્રીસ મિસ્ર દેશોની મુલાકાત.
૯ ડીસે.૧૯૦૦- બેલૂરમઠ આગમન
જાન્યુ.૧૯૦૧ - માયાવતીની યાત્રા.
૪ જુલાઈ ૧૯૦૨ - મહાસમાધિ.

મહાનુભવોની ભાવાંજલિ

હું જ્યારે વિવેકાનંદજીનાં વચનામૃત વાંચું છું ત્યારે વિદ્યુતના આંચકા જેવી ઝણઝણાટી મારા સમગ્ર દેહમાં અનુભવું છું- રોમાં રોલાં
    
જો તમારે ભારતવર્ષને પિછાનવું હોય તો વિવેકાનંદનાં વચનામૃતોનું અધ્યયન કરો - રવીન્દ્રનાથ ટાગોર
    
- ભૂતકાળની સંસ્કૃતિ ઉપર ઊભેલા અને ભારતીય પરંપરાના વારસા માટે મગરૃર હોવા છતાં જીવનના પ્રશ્નો પરત્વેની દૃષ્ટિમાં વિવેકાનંદ આધુનિક હતા  : - પંડિત જવાહરલાલ નહેરુ
    
સાચે જ સ્વામી વિવેકાનંદનાં લખાણોને કોઈ પ્રસ્તાવનાની જરૃર નથી. તે સ્વત  :  અનિવાર્ય રીતે આકર્ષક છે - મહાત્મા ગાંધી
    
અમેરિકાના અખબારોએ લીધેલી નોંધ  : -  ( વિવેકાનંદજીવિશે)
    
પશ્ચિમનાં હડહડતાં ધર્માન્ધ વર્તમાનપત્રોને પણ કબૂલવું પડયુંકે ' સુંદરવદન, મોહક વ્યકિતત્વ, અદ્ભૂત વાક્છટા. ધરાવતો આ માણસ (વિવેકાનંદ) વિશ્વધર્મ પરિષદમાં વિશેષ ધ્યાન ખેંચનારી વ્યકિત છે. કોઈપણ પૂર્વવાસીએ અમેરિકન સમાજ ઉપર આટલો જબરો પ્રભાવ પાડયો ન હતો.'
    
અમેરિકાનાં અખબારોએ વિવેકાનંદજીને સૌથી વધુ લોકપ્રિય વક્તા ' ગણાવ્યા હતા. વિશ્વધર્મપરિષદમાં અર્ધાકલાક કરતાં વધુ સમય તેમને આપવામાં આવતો. હજારો શ્રોતાઓ સ્વામીજીનું પ્રવચન સાંભળવા બેસી રહેતા.

સૌના ઉપર ભવ્યવ્યકિત તરીકે  છાપ પડતી. ડેટ્રોઇટ્રિબ્યુન પત્રિકાએ પણ સ્વામીજી વારંવાર બિરદાવ્યા હતા. મધ્યમ ઊંચાઈવાળા, ઘઉંવર્ણા, વર્તનનમ્ર, હલનચલન દૃઢ, નિ : શ્ચયાત્મક એવા સ્વામીજીની બોલચાલની ઢબ અતિશય વિનયશીલ હતી. તેમના વ્યકિતત્વની ખાસ વિશિષ્ટતા તેમની અતિ ઉજ્જવળ આંખો હતી.

ભારતનાં મળેલાં માનપત્રો  : -

સ્વામીવિવેકાનંદ પશ્ચિમમાં ધર્મસંસ્કૃતિનો કીર્તિ ધ્વજ લહેરાવ્યા પછી જાન્યુ-૧૫-૧૮૯૭ ના રોજ ભારત આવવા નીકળ્યા. ભારત ભરમાં તેમનું સ્વાગત થયું. 'માનપત્ર' આપવામાં આવ્યાં. સીલોનના કોલંબોના હિંદુ સમાજે પણ માનપત્ર આપ્યું હતું. જાફનાના હિંદુઓ તરફથી પણ માનપત્ર આપવામાં આવ્યું હતું. પંજાબની પ્રજા તથા પંજાબના રાજવી તરફથી માનપત્ર આપવામાં આવ્યું હતું. રામનદ, પરમકુડી, શિવગંગા, માનમદુરા, કુંભકોણમ, તથા મદ્રાસમાં પણ સ્વાગત કરી માનપત્ર આપવામાં આવ્યાં હતાં.
    
માનપત્રોમાં સ્વામીજીની અમેરિકામાંની યશસ્વી કામગીરીને હૃદયના ઉમળકાથી  બિરદાવવામાં આવી હતી.
 
-    લાભુભાઈ ર. પંડયા

Post Comments