Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મકર સંક્રાંતિ માં તલનું મહત્ત્વ !

(તલ અને સક્રાંત વિષે)
મકર સંક્રાતિ શિશિર ઋતુમાં આવે છે. દક્ષિણાયન પુરૃ થાય છે. ઉત્તરાયણ પછી દિવસ મોટો થાય, રાત ટૂંકી થાય. શિશીરમાં શગર નું સ્વાસ્થ્ય જાળવી રાખવા તલનું વસાણું શ્રેષ્ઠ છે. શિયાળામાં તલનું તેલ ખાવું અને તલની માલીસ કરવી. પતંગ રશીયા ધાબા ઉપર તલની ચીકી ખાય છે. મહારાષ્ટ્રમાં તલગોળનો તલવટ તલ ગોળ ના લાડવા વહેંચવાનો રિવાજ છે.

બધાજ તેલમાં આર્યુવેદ માં તલનું તેલ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તલ વાયુનાશક છે. તે સ્વાદમાં મધુર કડવો તુરો છે.

રાસાયણીક દૃષ્ટિએ તલમાં ચરબી ફેટ ૪૩.૫૫ % પ્રોટીન ૧૬.૨૬% કાર્બોહાઈટ્રેટ ૯.૨૫% છે વિટામીન એ.બી.સી. ભરપુર માત્રમાં છે.

ખાલી પેટે ૧૦ ગ્રામ કાચા તલ ખાવાથી ખુબ ફાયદો થાય છે. સવારમાં શક્ય હોય તો તલ ખાવા. તલ શરીરની ક્રાંતિ વધારી ચમક લાવે છે.

 તલ અને ગોંળ મિશ્રણ કરી ખાવાથી ખુબ ફાયદો થાય છે.
વૈદિક યુગમાં તલનું મહત્વ હતુ વૈદિક યુગમાં પક્ષમાં તલની આહૂતિ આપવામાં આવતી હતી. આ દૂત-દ્રવ્ય, તરીકે પક્ષમાં ઉપયોગ થતો હતો. તલની ચીકી માટે ઘીમાં ખાંડ કે ગોળનો પાયો કરી તલ નાખીને થાળીમાં કાઢી લઈ કટકા કરવા,

કાઠિયાવાડમાં કચરિયુ બને છે કચરીયું ખુબજ સ્વાસ્થપ્રદ છે.
કાઠિયાવાડમાં તલની સાની પ્રખ્યાત છે.

તલ અને શીંગની ચીકી એક વસાણુ છે.બિંકાનૈર માં તલના પાપડ મળે છે. તલનું તેલ સાધાના દુ : ખાવામાં અકસીર છે. આરબ લોકો તલને જિંજલી સીડ કહે છે. મહારાષ્ટ્રમાં ભલગુડ આ આણી ગોડ-ગોડ બોલ કહેવત છે.

- બંસીલાલ.જી. શાહ

Post Comments