Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સર્વેશ્વર સૂર્યદેવની આરાધનાનું પર્વ ' મકરસંક્રાંતિ '

સદીઓથી ભારતને 'ઉગતા સૂર્યનો દેશ ગણવામાં આવ્યો છે. પ્રાચીન કાળમાં પણ સૂર્યભગવાનની ખૂબ પૂજા કરવામાં આવતી. જેના પુરાવા આપણે અજોડ શિલ્પકલાથી શણગારેલા બે સૂર્ય મંદિરોમાં દેખાય છે. એક તો દક્ષિણભારતમાંનું સુવિખ્યાત કોણાર્કનું સૂર્યમંદિર તો બીજું ગુજરાતમાંનાં મોઢેરાનું પ્રસિધ્ધ સૂર્યમંદિર, જેની સુંદર શિલ્પકલા મશહૂર છે. અને એ શિલ્પીઓની કળા કેવી અદભૂત ! આજે પણ વર્ષમાં એક વખત સૂર્યનું કિરણ સૂર્યમંદિર પર ચોક્કસ પડે છે.

૧૪ જાન્યુઆરીનાં સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતાં ધનુર્માસની સમાપ્તિ થાય છે. આજ દિવસથી કમૂરતાં પણ પૂરા થતા હોવાથી ત્યારે લૌકિક શુભકાર્યોનો પ્રારંભ થઈ શકે છે. આ દિવસે સૂર્ય પૃથ્વીની પરિક્રમાની દિશા બદલે છે. અને સૂર્યનારાયણ ઉત્તર ગોળાધમાં પ્રવેશતો હોવાથી આ સમયને ' ઉતરાયણ' પણ કહે છે.

હિન્દુ સંસ્કૃતિમાં મૃત્યુને પણ ' મકર સંક્રાતિ ' કાળમાં મોક્ષ આપનારૃં ગણાયું છે. મહાભારતની એક કથા સુવિદિત છે કે બ્રહ્મચર્ય નિષ્ઠ અને મહાશક્તિશાળી ભીષ્મપિતામહનું શરીર યુધ્ધભૂમિમાં બાણોથી વિંધાઈ ગયું ઇચ્છામૃત્યુનાં અધિષ્ઠાતા ભીષ્મપિતામહ બાણશૈયા ઉપર સૂતા રહયા,

ત્યારે તેમને જાણ થઈ કે સૂર્ય તો દક્ષિણાયનમાં છે, માટે તે ધ્રુમમાર્ગમાં પ્રાણ ત્યાગ કરવો સુયોગ્ય નથી. તેથી તેઓ બાણશૈયા પર અસહય કષ્ટ વેઠીને પણ સૂર્ય ઉત્તરાયણ થાય તેની રાહ જોવા લાગ્યા. જ્યારે સૂર્યનારાયણે ઉત્તરની દિશાએ પરિક્રમા શરૃ કરી, ત્યારે જ તેમણે પ્રાણનો ત્યાગ કર્યો.

પૌરાણિક ધર્મગ્રંથ વેદપુરાણોની કથા અનુસાર સૂર્યદેવનાં બે પુત્રો શનિ અને યમદેવ હતા. એમાંય શનિદેવની ઉપાસના મૃત્યુલોકમાં ઉત્તમ ગણાયી છે. અને મંત્રો, યથાશક્તિ દાન દ્વારા શનિદેવને પ્રસન્ન કરવામાં આવે. ત્યારે નીચેનો મંત્ર ઉચ્ચારીને પૂજન કરાય છે.

'નિલાંજન સમાભાંસ, રવિપુત્ર યમાગ્રંજ,
છાયા માતંડ સંભૂત તમ નમામી શનિશ્વરમ્.'


મકરસંક્રાંતિ ઉપર શનિદેવનો પ્રભાવ હોઈ તે દિવસે ' કાળુદાન' આપવાનો રિવાજ પ્રચલિત છે.
મકરસંક્રાંતિનાં દિવસે જ ભગવાન વિષ્ણુએ અસુરોનો અંત લાવીને યુધ્ધ સમાપ્તિની ઘોષણા કરી હતી. તથા બધા જ અસુરોના શીશને મંદાર પર્વતમાં દાટયા હતા. આ રીતે મકરસંક્રાંતિ નો દિવસ અનિષ્ટોનાં નાશનો કાળ ગણાયો છે.

મકરસંક્રાંતિના પર્વ પર પવિત્ર નદીનાં જળમાં સૂર્યોદય પહેલાં સ્નાન કરી, ઇશ્વર આચમન કરવાનો મોટો મહિમા છે.

સમગ્ર ગ્રહોમાં સૂર્યગ્રહ મુખ્ય કેન્દ્રમાં બિરાજે છે. તેથી ઉત્તરાયણ પર સૂર્યનારાયણની પૂજા-આરાધના કરવાથી તેમની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થતી હોય છે. ઋગ્વેદમાં કરેલા ઉલ્લેખ પ્રમાણે સૂર્યદેવતા દરિદ્રતા દૂર કરનાર, પાપ-રોગ નાશક, દુ : ખ હરનાર આરોગ્ય પ્રદાન કરનાર ગ્રહ છે. પદ્મપુરાણ અનુસાર સૂર્યભગવાન નિરોગીતાની સાથે ધન અને યશ અપાવે છે. જ્યારે શ્રીમદ્ ભાગવત્ પ્રમાણે સૂર્ય દ્વારા જ દિશા આકાશ, ભૂલોક, સ્વર્ગ અને મોક્ષનાં સમયનું વિભાજન થાય છે.

આ દિવસે ગાયત્રીમંત્રની ઉપાસનાનું મોટું મહત્વ ગણવામાં આવ્યું છે. ઉત્તરાયણનાં પ્રારંભે કરવામાં આવેલું તલ કે બીજા ભૌતિક ચીજોનાં દાનનું પુણ્ય અનેક ઘણું વધી જતું હોય છે.

ઉત્તરાયણને પતંગોત્સવ તરીકે પણ ખૂબ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. ગુજરાતમાં જાન્યુઆરી માસમાં વાતાવરણ સાનુકૂળ હોવાથી આ દિવસે રજાની મોજ માણવા રંગબેરંગી પતંગો ઉડાડવાની મજા લેવામાં આવે છે.
સૂર્યદેવની ઉપાસનાનાં આ પર્વ પર નીચેનાં મંત્રોભણીને સૂર્ય નારાયણને અધ્યે આપીને ઋણ અદા કરીએ.

' આદિદેવ નમોસ્તુભ્યં પ્રસાદમમ ભાસ્કર,
દિવાકર નમોસ્તુભ્યં પ્રભાકર નમોસ્તુતે.

Post Comments