Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જ્ઞાનના અવતાર ઋષભદેવ

ઋષભદેવનું ચરિત્ર સામાન્ય મનુષ્ય માટે અનુકરણીય નથી. ઋષભદેવની માફક સર્વસ્વ છોડીને બ્રહ્મજ્ઞાનમાં સ્થિર રહેવું અત્યંત મુશ્કેલ છે. અત્યંત દુર્લભ છે.

પ્રિયવ્રત રાજાને ઇચ્છા થઈ કે હું બધું છોડીને વનમાં જઈ, ઇશ્વરનું આરાધન કરું. બ્રહ્માજીએ આવીને સમજાવ્યું કે,''પારબ્ધ ભોગવ્યા વિના ચાલતું નથી. પવિત્ર, સદાચારી જીવન બનાવો,ને ઘરમાં રહો તો પણ ભગવાન મળે. જિતેન્દ્રીય બની ઘરમાં રહી ઇશ્વરનું આરાધન કરો. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સરને વશ ન થાઓ. તો ઘર બાધક થતું નથી. વાસનાઓ ભરેલી હશે તો જંગલમાં જશો તોયે તમે નવો સંસાર ઊભો કરશો. ગૃહસ્થાશ્રમ એ કિલ્લો છે. તેમાં રહીને શત્રુઓ સામે લડવું. રાગ-દ્વેષ વિના કરેલો વ્યવહાર મનુષ્યને મુક્તિ અપાવે છે.''

આ પ્રિયવ્રત રાજાને આગ્વીધ્ર નામે પુત્ર હતો. આગ્વીધ્રનો પુત્ર નાભિ. નાભિનો પુત્ર તે ઋષભદેવ. ઋષભદેવ જ્ઞાાનનો અવતાર હતા. જ્ઞાાની પરમહંસનું વર્તન કેવું હોય તે બતાવવા ભગવાને ઋષભ એટલે શ્રેષ્ઠ. જ્ઞાાની પરમહંસોમાં જ શ્રેષ્ઠ. જ્ઞાાની પરમહંસે જગતમાં કેવી રીતે રહેવું તે જીવી બતાવ્યું. તેમની પાસે અનેક સિધ્ધિઓ હતી. છતાં પણ તે તેમાં ફસાયા નથી. તેઓ સદા વિદેહ અવસ્થામાં રહેતા. નગ્ન ફરતા. ઊભા ઊભા ખાતા. કોઈ માર મારે તો શરીરને માર પડે છે. હું શરીરથી જુદો છું તેવું સતત ભાન- સ્મરણ રહેતું.

'બ્રહ્મનિષ્ઠ'ની ઉચ્ચતમ ભૂમિકા ઉપર જ વિહરતા.
''સકળ જગત એંઠવત્ અથવા સ્વપ્ન સમાન,
તે કહીએ જ્ઞાાની દશા, બાકી વાચાજ્ઞાાન.

'યોગ વસિષ્ઠરામાયણમાં જ્ઞાાનની સાત ભૂમિકાઓ બતાવેલી છે. (૧) શુભેચ્છા (૨) સુવિચારણા (૩) તનુમાનસા (૪) સત્ત્વાપત્તિ (૫) અસંક્તિ (૬) પદાર્થભાવિની (૭) તુર્યગા. આ ભૂમિકાઓમાં ઉત્તરોત્તર દેહનું ભાન ભૂલાતું જાય છે અને છેવટે 'ઉન્મત્ત' દશા પ્રાપ્ત થાય છે. આવી ભૂમિકાવાળા ઋષભદેવ હતા.

ઋષભદેવનો જીવનબોધ એ હતો કે માનવજીવન ભોગ માટે નથી. તપ કરવા માટે છે. તપસ્વી બનો અને સર્વમાં ઇશ્વર નિહાળો. માનવજીવન વિષયસુખોમાં વેડફી નાખશો નહિ.

કહેવાય છે કે ઋષભદેવ કર્ણાટકમાં આવ્યા. દાવાગ્નિમાં પ્રવેશ કરી, દેહ બળે છે આત્માને કંઈ થતું નથી એવો અનુભવ સહજ રીતે અનુભવ્યો. પોતાને બોલવાની ઇચ્છા ન થાય તે માટે ઋષભદેવ મોંઢામાં પથરો રાખતા.

ઋષભદેવનું ચરિત્ર સામાન્ય મનુષ્ય માટે અનુકરણીય નથી. ઋષભદેવની માફક સર્વસ્વ છોડીને બ્રહ્મજ્ઞાાનમાં સ્થિર રહેવું અત્યંત મુશ્કેલ છે. અત્યંત દુર્લભ છે.

Post Comments