Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માવતર ઇચ્છે સંતાનો પાસ, થોડા સમયની રાખે આશ - સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

જે મા-બાપે પોતે ઓઢયા વિના રહીને સંતાનોને ઓઢાડયું છે. જે મા-બાપે ભૂખ્યા રહીને દિકરાઓને જમાડયું છે. એ દિકરાઓ આજે મા-બાપને પુરું જમે છે કે નહિ ? તેની પણ દેખરેખ રાખી શકતા નથી.

કીડીને માટે રાફડા પર લોટ ભભરાવવાની વ્યવસ્થા વિચારનાર આ ભારત છે ! ચકલાં અને કબૂતર માટે ગામોગામ ચૂબતરાની વ્ય્વસ્થા આપનાર આપણે હિન્દુસ્તાનીઓ છીએ. કૂતરા માટે શ્વાનગ્રાસ અને ગાય માટે ગોગ્રાસના ચાટણવાટકા ઘર બહાર કે ફળિયાને છેવાડે મૂકવાનો વિચાર આ દેશના મમતાળુ માનવીઓ સિવાય બહુ ઓછો જોવા મળે છે.
પરંતુ કોણ જાણે હવે પરિસ્થિતિએ કરવટ બદલી છે. સમય બદલાયો છે સાથે- સાથે ઘણા માણસોના જાણે મન પણ બદલાઈ રહ્યા હોય તેવું લાગે છે.

 જે મા-બાપે રાતોની રાતો જાગીને દિકરાને મોટા કર્યા છે. તેમના હૃદય આટલા નાના કેમ થઈ ગયા છે ? જે મા-બાપે પોતે ઓઢયા વિના રહીને સંતાનોને ઓઢાડયું છે. જે મા-બાપે ભૂખ્યા રહીને દિકરાઓને જમાડયું છે. એ દિકરાઓ આજે મા-બાપને પુરું જમે છે કે નહિ ? તેની પણ દેખરેખ રાખી શકતા નથી. મા-બાપની સાથે વાત કરવાનો પણ એમને સમય નથી. મા- બાપ કાંઈક પૂછે છે તો એવા વેણ કહે છે કે જેથી મા- બાપનું હૃદય છેદાઈ જાય કે તેને કદી રેણ થઈ શક્તી નથી એટલે હૃદય સાંધી શકાતું નથી... શું આજના દિકરા એ ભૂલી ગયા છે કે, એ પણ એક દિવસ નાના હતાં ત્યારે કેવી ચેષ્ટાઓ કરતાં હતા ? પરંતુ મા-બાપે શાંતિથી તેમને સાંભળ્યા છે. સમજાવ્યા છે. સાંત્વના આપી છે. એ પણ એક-બે વખત નહી...એકવીસ- એકવીસ વખત... માતાપિતાએ વાતને સમજાવી છે. અને આજે એ સંતાનો મા-બાપને એક વખત પણ સરખો જવાબ નથી આપી શકતા ? આમ કેમ આજે સમય બદલાયો છે માટે ?

એક નાનકડો પ્રસંગ યાદ આવે છે. એક દિવસ એક પિતા પોતાના ઘરમાં બેઠા છે. તેમનો દિકરો તેમના પાસે જ બેઠો છે. દિકરાએ કીધું કે, પપ્પા-પપ્પા આને શું કહેવાય ? તેના પિતાએ કહ્યું કે, બેટા ! આને કાગડો કહેવાય. થોડીવાર થઈ ફરી દિકરાએ પૂછયું કે, પપ્પા આને શું કહેવાય ? બેટા ! એને કાગડો કહેવાય... પિતા પોતાના કામમાં પરોવાયેલા હતાં. છંતા દિકરાને પ્રેમથી સમજાવીને તેના પિતા ફરીથી પોતાના કામમાં લાગી જતા હતા. વળી થોડીવારે તેના પિતાને પૂછયું, પેલું શું કહેવાય ? અરે ! બેટા તેને કાગડો કહેવાય.. બેટાએ એકવીસ વખત પૂછયું હતું કે, આને શું કહેવાય ? અને પિતાએ એકવીસ વખત જવાબ આપ્યો હતો કે, આ ને કાગડો કહેવાય... આજ કાલ કરતાં આ વાતને પૂરા પચાસ વર્ષ વ્યતીત થઈ ગયા. એ પિતા વૃધ્ધ થઈ ગયા છે. દિકરો જુવાન થઈ ગયો છે. એક દિવસ પિતા એ બારીમાંથી માંડ- માંડ દ્રષ્ટિ સાંધીને પૂછયું કે, બેટા- પેલું શું છે ? દિકરો તરત તાડૂક્યો આની ભાન નથી પડતી તે કાગડો છે. તમારે કાંઈ કામ ધંધો નથી અને અમને કરવા દેવો નથી. છાના-માના બેસી રહો ને ના દેખાતું હોય તો ? શું કામ છે તમારે એ જાણીને... કેટ કેટલુંય સંભળાવ્યું...

ત્યારે તેના પિતાની આંખમાંથી આસુંઓની ધારા વહેવા લાગી. બેટા મેં તને એક જ વખત પૂછયું અને તું આ રીતે કેમ મને જવાબ આપે છે ? તને યાદ છે તું નાનો હતો ત્યારે તે મને એકવીસ- એકવીસ વખત પૂછયું હતું છતાં મેં તને કેવી રીતે જવાબ આપ્યો હતો... આજે તું મને એકવખત જવાબ આપતાં આટલો ગુસ્સો કરે છે ?... પિતા આગળ કાંઈ જ ના બોલી શક્યા.. ચોંધાર આંસુએ રડતાં-રડતાં ઓરડામાં ચાલ્યા ગયા... પિતાને ખૂબ દુ : ખ થઈ આવ્યું. અતિશય આઘાત લાગી ગયો અને તે આઘાતને કારણે તે કાયમને માટે આ દુનિયાને છોડીને પણ ચાલ્યા ગયા...

આજના માતા-પિતા આજના સંતાનો પાસે ખાસ કાંઈ માંગતા નથી.. એ શું માંગે છે ? તો એક કવિએ સાચે જ લખ્યું છે કે,
હું વધુ કશું નથી માગતો તમારી પાસે,
માગું છું માત્ર એટલું જ
થોડીક વાતો કરો મારી સાથે,
થોડો સમય આપો મને,
મારી પાસે બેશો ?

પોતાના જીવનનો મહત્તમ સમય જે પુત્રોની પાછળ ખર્ચ્યો હોય તેની પાસે થોડાક સમય અને થોડીક કાળજી આ સિવાય માતા-પિતા પોતાના પુત્ર પાસે કશું જ માંગતા નથી તો આજના સંતાનોને ખાસ, ખાસ વિનંતી છે કે, માતાપિતાની એ ઇચ્છાને પૂરી કરે.

સ્વંય શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ તેમના માતા-પિતા ધર્મદેવ અને ભક્તિમાતાની અનહદ સેવા કરી છે ? અને પછી શિક્ષાપત્રીના ૧૩૯માં શ્લોકમા એવી આજ્ઞાા કરી છે કે, જે ગૃહસ્થ હોય તેમણે માતા-પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવન પર્યત પોતાના સામથ્યે પ્રમાણે અવશ્ય કરવી.

મે મહિનાના દર પહેલા રવિવારે સારાય વિશ્વમાં'મધર્સ ડે' ઉજવાય છે તે પ્રમાણે તા.૭ મે ના રોજ મધર્સ ડે આવશે. પરંતુ આપણા ભારતવાસીઓ માટે તો ' એવરી ડે પેરેન્ટસ ડે' છે. દરેક દિવસએ માતાપિતાનો દિવસ છે. માતાપિતાની નિત્ય સેવા કરવી જોઈએ. તેમનો ખ્યાલ રાખવો જોઈએ.

Post Comments