Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુરુની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનું પર્વ એટલે- ગુરુપૂર્ણિમા

ગુરુપૂર્ણિમા એ ગુરુ શિષ્યના પ્રેમનું પાવન પર્વ છે. ગુરુ પાસેથી આપણે જે પામ્યા તેમાંથી યત્કિંચત્ ગુરુ ચરણોમાં સમર્પિત કરવાનો દિવસ. ગુરુપૂર્ણિમાને દિવસે સમસ્ત ભારતમાં શિષ્યો પોતાના ગુરુનું પૂજન કરીને તેમની પ્રસન્તા- આશીર્વાદ મેળવે છે. ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે તેમનું પૂજન, અર્ચન કરવું તે હિંદુ પ્રણાલિકા છે.

જ્યાં સુધી માનવને જીવન સ્વચ્છ, શુદ્ધ, શાંત પવિત્ર રહે તેવી અંતરની ભૂખ છે, જ્યાં સુધી માનવને જ્ઞાાનની ભૂખ છે. જ્ઞાાન માટે આદર છે ત્યાં સુધી આ ગુરુ શિષ્યના સંબંધો રહેશે અને તે સંબંધ રાખવામાં, ટકાવામાં જ ભારતનું અને સમગ્ર વિશ્વનું કલ્યાણ છે. ગુરુ જ વ્યકિતના જીવન ઘડતરની મુખ્ય ભૂમિકા ભજવે છે.

એક શિલ્પી પથ્થરમાંથી ટાંકણે- ટાંકણે શિલ્પને નિપજાવે છે. તેમ ગુરુ આપણા ચારિત્ર્યનું ઘડતર કરે છે. ગુરુની અમી ભરી દૃષ્ટિથી આપણી મલીનતા દૂર થઈ જાય છે. અજ્ઞાાન અંધકારનો,

આસક્તિના ભરમારનો વિનાશ કરનાર અને ગુણના ગૌરવનો વિકાસ કરનારા ગુરુ જ છે.
આપણે ગુરુની આજ્ઞાામાં કેવી રીતે વર્તવું જોઈએ તે માટે આપણા જીવનમાં એકલવ્ય ભીલકુમાર, દાનેશ્વરી કર્ણ, હરિચંદ્ર રાજા, દાદાખાચર આદિ ભક્તોના જીવન પ્રકાશના પૂંજ પાથરે છે.

તેમની ગુરુ વિશેની નિષ્ઠા, ગુરુ અને ભગવાનના વચનમાં તન, મન, અને ધન સમર્પિત કરવાની ધગશ આપણને પ્રેરણા આપે છે. આપણે સહુ કોઈએ તેમના જીવનમાંથી પ્રેરણા લઈને ગુરુ અને ભગવાનની આજ્ઞાા પાળવામાં તત્પર થવું જોઈએ.

ફોટોગ્રાફર જ્યારે ફોટો લેતો હોય ત્યારે જે સ્મિત વેરે છે. તેનો ફોટો સારો આવે છે. પરંતુ જે મોઢું મચકોડીને ઉભા રહે છે તેનો ફોટો સારો આવતો નથી. તેમ ભગવાન અને ગુરૃના વતનો જે હેતે સહિત- મહિમાએ  સહિત સ્મિત વેરતા ગ્રહણ કરે છે તેની ઉપર ગુરુ અને ભગવાનનો રાજીપો થાય છે.

ફોટોગ્રાફર પાસે ફોટો પડાવતી વખતે ફોટો સારો આવો જ જોઈએ તેવો આગ્રહ રાખનાર આપણે જો ગુરુની આજ્ઞાા હેતે સહિત પાળનાર જો બની જઈએ તો આપણે ખરા અર્થમાં શિષ્ય કહેવાઈએ. અને સાચા અર્થમાં આપણે ગુરુ પૂર્ણિમા પણ ઉજવી કહેવાશે.

ગુરુ અને ભગવાનની આજ્ઞાા આપણે કેવી રીતે પાળવી જોઈએ, તેમની રુચિમાં આપણે આપણું જીવન કેવી રીતે વ્યતિત કરીને તેમને કેવી રીતે પ્રસન્ન કરવા જોઈએ તે માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સદ્. શુકાનંદ સ્વામીના જીવનમાંથી આપણને ઘણું શીખવા મળે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની નિત્ય સમીપે રહીને સદ્. શ્રી શુકાનંદસ્વામી લેખન કાર્યની સેવા ખૂબ ખંતથી કરતા.

જ્યારે શ્રી હરિ તેમને કહે ત્યારે તેઓ રાત્રિ કે દિવસ જોતા નહી. શ્રીજી મહારાજની જીભ ચાલે ને તેમના હસ્ત ચાલે. એક દિવસ શ્રીજીમહારાજ અક્ષર ઓરડીમાં પલંગ ઉપર બિરાજ્યા હતા.

ત્યારે અચાનક તેમને શુકમુનિનું કામ પડયું. તેથી ભગુજીને બોલાવ્યા અને કહ્યું કે, શુકસ્વામીને હમણાં ને હમણાં અહીં બોલાવો. ભગુજી મહારાજતો સંદેશો લઈને ગયા એટલે તરત જ શુકસ્વામી મહારાજ પાસે આવી પહોંચ્યા.

શ્રીજીમહારાજે તેમને કહ્યું શુકમુનિ એક પત્ર લખવો છે.

અમે કહીએ તે પ્રમાણે લખો. તરત શુકમુનિ કાગળ, કલમ અને ખડિયો લઈ આવ્યા. મહારાજે તેમને કાગળ લખાવ્યો તે પ્રમાણે તેમણે લખ્યો. પછી મહારાજે કહ્યું,'કાગળ વાંચો જોઈએ' તેમણે કાગળ વાંચ્યો.

ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, બરાબર લખાયો નથી માટે ફાડી નાખો. શુકમુનિએ કાગળ ફાડી નાખ્યો.

મહારાજે ત્રણ-ચાર વાર કાગળ લખાવ્યો. પરંતુ દરેક વખતે પત્ર વંચાવીને ફાડી નખાવતા. આમ, શુકાનંદસ્વામી પાસે શ્રીજીમહારાજે આખી રાત્રી કાગળો લખાવ્યા અને પાછા ફાડી નખાવ્યા.

પરંતુ શુકાનંદસ્વામીને શ્રીજીમહારાજનો અવગુણ કે, અભાવ આવ્યો નહી. તેમને કોઈ સંતો કે હરિભક્તો કહેતા કે, સ્વામી, શ્રીજીમહારાજ આવી રીતે કાગળો લખાવીને ફાડી નખાવે છે તો તમને કાંઈ થતું નથી.

ત્યારે તેઓ કહેતા કે, કાગળ લખવાની સેવા કરીને અંતે તો શ્રીજીમહારાજને મારે રાજી જ કરવાના છે, પછી તે કાગળનો શો ઉપયોગ કરે તે મારે થોડું જોવાનું હોય ? કાગળ રાખે કે ફાડે મારે તો ભગવાનને- ગુરુને- ઇષ્ટદેવ જેમ રાજી થાય એજ કરવાનું છે આવી એમની શ્રેષ્ઠ સમજણ હતી.

આપણામાં આવી સમજણ આવે તેના માટે આપણે કદમ ઉઠાવીએ, પા પા પગલી ભરવાનો પ્રારંભ કરીશું  તો પણ ગુરુપૂર્ણિમા આપણી સાર્થક બની જશે.

ગીતામાં કહ્યું છે 'કરિષ્યે વચનં તવ' તે ન્યાયે આપણે ગુરુના વચનમાં ટૂકટૂક થઈ જઇએ તો જ આપણે સાચા શિષ્ય કહેવાઈએ....

ગુરુ અને સત્શાસ્ત્રો એ શાઈન બોર્ડ જેવા છે. ઉપદેશ આપીને આપણને ચેતવે છે કે, તમે જાળવજો. અહીં અટકજો. આ કરજો આ ના કરજો.

જો તમે આગળ જશો અચૂક ભટાઈ પડશો. ફસાઈ જશો.
જીવનમાં જો સુખી થવું હોય તો ગુરુ અને સંતને એક વખત ઓળખી લેવા પછી તે કહે તેમજ વર્તવું જોઈએ.
તા.૯ જુલાઈના રોજ ગુરુપૂર્ણિમાનું પર્વ આવી રહ્યું છે ત્યારે આપણે શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ- મણિનગરના મહંત સદ્.શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સવારે ૮-૦૦ વાગ્યાથી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, સદ્ગુરુ શ્રી ગોપાળનંદ સ્વામી, સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી ઇશ્વરચરણદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી મુક્તજીવન સ્વામીબાપા એ સૌનું પૂજન, અર્ચન, કરીને આરતી ઉતારવાનો અલભ્ય લાભ લઈએ અને તેમના ચીંધેલા માર્ગે આપણે ચાલીએ અને તેઓ આપણા ઉપર પ્રસન્ન થાય તેવું આદર્શ જીવન જીવીએ.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
 

Post Comments