Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દાન પુણ્યનું મહાપર્વ- મકરસંક્રાંતિ

પ્રાચીનકાળથી સમગ્ર ભારતવર્ષમાં મકરસંક્રાંતિના પર્વની હર્ષ અને ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. સૂર્ય જે રાશિમાં હોય તેમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તે સમયને 'સંક્રાંતિ' કહે છે. હિન્દુ ધર્મશાસ્ત્રના ચાંદ્રમાસથી સંવત્સરની ગણતરી મુજબ પોષ મહિનામાં સૂર્યમકર રાશિમાં પ્રવેશ કરે છે. જ્યારે સર્વમાન્ય પશ્ચિમાત્ય સૌર વર્ષ પ્રમાણે દર વર્ષે લગભગ ૧૪મી જાન્યુઆરીના રોજ સૂર્યના મકર રાશિમાં ભ્રમણની શરૃઆત થતી હોવાથી આ દિવસે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવે છે.

પોષ મહિનામાં સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે છે માટે આ ઉત્સવને 'મકરસંક્રાંતિ' કહેવામાં આવે છે. આ દિવેસ સૂર્ય પૃથ્વીની પરિક્રમાની દિશા બદલે છે. તે ઉત્તરની તરફ ઢળતો જાય છે માટે લોકો આ સમયને 'ઉત્તરાયણ' પણ કહે છે. આ ઉત્તરાયણ શબ્દ 'ઉતર' અને 'અયન' એ બે શબ્દોથી બનેલો છે.

સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતાં ધનુર્માસની સમાપ્તિ થાય છે. આ દિવસથી કમૂરતાં પણ પૂર્ણ થતાં લગભગ એક માસથી જે શુભ કાર્યો વિરામ પામી ગયા હતા તે પુન :  પ્રારંભ થાય છે.

મકરસંક્રાંતિએ પાવનકારી નદીઓમાં સૂર્યોદય પહેલાં સ્નાન કરી ભગવાનની પૂજા - અર્ચના કરવાનો સવિશેષ મહાત્મય છે. મકરસંક્રાંતિના પર્વ ઉપર તલના દાનનો પણ અલૌકિક મહિમા છે. તલના લાડવામાં પૈસા મૂકીને ગુપ્તદાન કરવામાં પણ આવે છે. આ દિવસે બ્રાહ્મણોને ગૌદાન પણ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. આ મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ઠેર-ઠેર શહેરો તથા ગામડાઓમાં ભાવિક ભક્તો ગાયોને ઘાસચારો, તથા ગરીબોને પણ અન્ન તથા વસ્ત્રનું દાન આપી પુણ્ય પ્રાપ્ત કરે છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતોને ઝોળી દાન આપવામાં આવે છે તથા વસ્ત્રો ઉઢાડવામાં આવે છે. આ દિવસે પતંગ ચગાવવાનો સામૂહિક આનંદોત્સવ પણ ઉજવાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને પતંગોત્સવ ઉપર સંદેશો આપતા કહ્યું છે કે, ' જેમ દોરીથી પતંગને આકાશમાં ઉડાવતા શીખવાથી શાશ્વતિ શાંતિ પ્રાપ્ત થાય છે'' અને આપણું જીવન પણ રંગબેરંગી પતંગોની જેમ જુદા-જુદા સદ્ગુણોરૃપી રંગોથી દીપી ઊઠશે.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Post Comments