Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ....

બુદ્ધપૂર્ણિમાનાં અમી ઝરતાં શીતળ કિરણોમાં, પ્રશાંત, સૃષ્ટિનું પણ દર્શન કરવા જેવું છે.

ચોરી, હિંસા, વ્યભિચાર, અસત્યભાષણ, દુ : ખદકામો છે. સ્વચ્છંદ, દ્વેષ, મોહ, ભય પાપનાં કારણ છે. મદ્યપાન વ્યસન, જુગાર, કુસંગતિ, આળસ સંપત્તિનાં નાશ કરનારાં છે.

બુદ્ધપૂર્ણિમાનાં અમૃતબુંદ
બુદ્ધપૂર્ણિમાની રાત્રીએ ગગનમંડળમાં પૂર્ણ રીતે ખીલેલા પૂર્ણિમાના ચંદ્રમાં, ભગવાનબુદ્ધની શાંત, પ્રેમાળ, સ્વસ્થ, નિર્મળ આનંદ, દિવ્યજ્ઞાાનથી આપતી એવી તેજમૂર્તિનાં દર્શન કરી શકાય.

બુદ્ધપૂર્ણિમાનાં અમી ઝરતાં શીતળ કિરણોમાં, પ્રશાંત, સૃષ્ટિનું પણ દર્શન કરવા જેવું છે.
બુદ્ધપૂર્ણિમાનાં દિને ભગવાન બુદ્ધનાં થોડાંક અમૃતબુંદ ઝીલી જીવનમાં તેનો અનુભવ કરીએ.

- કેવળ તત્ત્વજ્ઞાાનની અનંત ચર્ચા કરવાથી કદિ ઉદ્ધાર નહિ થાય.
- ગૂંચવણભરી પદ્ધતિઓથી ધર્મને ગૂંચવી ન નાખો.
- ભલું કરો ને ભલા બનો.

- પવિત્ર અને ભલા બનો એનાથી જ ઇશ્વર શું છે તે જાણી શકશો.
- પોતાની મુક્તિ પોતે જ સાધો.
 - બુદ્ધ એટલે અનંતજ્ઞાાન.. અગાધજ્ઞાાન

- કર્મયોગીની પૂર્ણિતા પ્રાપ્ત કરી ઉચ્ચકોટિએ પહોંચો.
- કોઈપણ ભેદભાવ વિના દરેકને આધ્યાત્મિકતાના શિખરે પહોંચવાનો હક્ક છે.
- આસક્તિ રહિત કાર્યો કરવાથી જ પૂર્ણતા પ્રાપ્ત થાય છે.

- સ્વાર્થને જડમૂળથી ત્યાગો.
- પ્રત્યેક જીવ પ્રત્યે, પ્રેમ, કરુણા, અહિંસા આચરો.
- જે બીજાના દોષોની ચર્ચા કરે છે તે પોતાના દોષો પ્રગટ કરે છે.

 - વાસના જ પુન :  જન્મનું કારણ છે.
- સર્વ ચિત્તવૃત્તિઓનો નિરોધ જ ધર્મનું અંતીમ સાધ્ય છે.
- તૃષ્ણાને ઉખેડી ફેંકી દેનાર માટે પુનજન્મ નથી.

- વેર વેરથી નહિ, પ્રેમથી મટે.
- જે સર્વ પ્રત્યે અહિંસક છે તેજ આર્ય છે.
- ગમ્મતમાં પણ ખોટું બોલવું નહિ.

- ચોરી, હિંસા, વ્યભિચાર, અસત્યભાષણ, દુ : ખદકામો છે. સ્વચ્છંદ, દ્વેષ, મોહ, ભય પાપનાં કારણ છે. મદ્યપાન વ્યસન, જુગાર, કુસંગતિ, આળસ સંપત્તિનાં નાશ કરનારાં છે.
- દુર્વિચારોનું દમન કરો.
- પાપ પરિપકવ થતાં નથી ત્યાં સુધી મીઠાં લાગે છે. પણ પાકવા માંડે છે. ત્યારે બહુ દુ : ખ દે છે.

- ઉકળતા પાણીમાં જેમ પ્રતિબિંબ દેખાતું નથી. તેમ ક્રોધી માણસ પોતાનું હિત શામાં છે. તે જોઈ શકતો નથી.

- લાભુભાઈ ર. પંડયા

Post Comments