Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શ્રી હિત હરિવંશચંદ્ર મહાપ્રભુનો જન્મોત્સવ - અરવિંદભાઈ.એન.શાહ

બ્રહ્મના સગુણ અને નિગુણ રૃપોની ઊપરાંત છૂપાયેલા આ તત્ત્વને શ્રી હરિવંશજીએ પ્રગટ કર્યું. હિતજી એ તો આ તત્ત્વને પોતાના ઇષ્ટ ઉપાસ્ય તરીકે માન્ય રાખ્યું.

કળિયુગના જીવોના ઉધ્ધાર માટે શ્રી રાધાજીની આજ્ઞાાનુસાર શ્રીકૃષ્ણની મોરલીએ સંવંત ૧૫૩૦ ના વૈશાખ સુદ-૧૧ ના પવિત્ર દિવસે બંશી અવતાર તરીકે શ્રી હિત હરિવંશ મહાપ્રભુજીએ જન્મ ધારણ કરેલ, જેમની ૫૪૩મી જન્મજંયતિ, વૈષ્ણવ અનન્ય રસિકજનો. તા૬/૫/૧૭ના શુભ મંગલ દિવસે ઘણીજ ધામધુમથી ઉજવીને રસાનંદ- દિવ્યાનંદનો લાભ લૂંટશે.

સંસારમાં બે રસધારા( ભક્તિની) પ્રવર્તતિત હતી. પણ ત્રીજી રસધારા શ્રુતિ,ધર્મગ્રંથોમાં છૂપાયેલી હતી. આ સુક્ષ્મ તત્ત્વને 'નેતિ..નેતિ (આ એ નહીં આ એતો નહીં જ) કહ્યું છે. બ્રહ્મના સગુણ અને નિગુણ રૃપોની ઊપરાંત છૂપાયેલા આ તત્ત્વને શ્રી હરિવંશજીએ પ્રગટ કર્યું. હિતજી એ તો આ તત્ત્વને પોતાના ઇષ્ટ ઉપાસ્ય તરીકે માન્ય રાખ્યું. આ રસ રીતિની આ નવિનધારામાં નિત્ય નવલકિશોર, નિત્યનવદંપતિ શ્રી રાધાશ્યામસુંદર પોતાની નિત્ય નવિન અનંત સખીઓ- સહ ચરિયો સાથે નિત્ય નવિન વૃન્દાવનમાં વિહાર કરે છે. શ્રી હરિવંશને શ્રી રાધાજીએ પ્રત્યક્ષ દર્શન આપેલ અને ગુરુમંત્ર પણ આપેલ. શ્રી રાધાજી શ્રી હરિવંશના ઇષ્ટ અને ગુરુ બંને સ્થાને છે.

શ્રીકૃષ્ણના બાલક અવતાર શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુએ પૃષ્ટિ સંપ્રદાય જ્યારે શ્રી હિતાચાર્યજીએ શ્રી રાધાવલ્લભ સંપ્રદાયની સ્થાપના કરેલ.
'હિત' એટલે કલ્યાણ. હિત અને પ્રેમ બંન્ને એક જ સિક્કાની બે બાજુઓ છે. પુષ્ટિ સંપ્રદાયમાં પુષ્ટિ એટલે કલ્યાણ. બંન્ને સંપ્રદાયોમાં રાધાજી તો છે જ. પુષ્ટિ સંપ્રદાયમાં રાધાજીની સ્વામિનિજી તરીકેની ઓળખ છે.

શ્રી હરિવંશ પ્રેમાવતાર છે. શ્રીજી પરમગુરુ છે,' શ્રી' અક્ષરથી ચાર અક્ષર હરિવંશ પ્રગટ છે.'હ' એટલે શ્રીહરિ પોતે-'ર' એટલે રાધાજી -'વ' એટલે વૃન્દાવન 'સ' એટલે સહચરિગણ.

વળી ચાર અક્ષરો ચાર વિચારોની મૃર્તિ છે. હ- હરિ, ર-ચિત્, વ- આનંદ અને શ- ભાવતરીકે છે. દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણએ બંશીનાદથી સર્વને સંમોહિત કરેલ. પ્રેમભાવને પ્રવાહિત કરનારી તેમની બંસરી છે. આ ભાવ 'રાસલીલા' દ્વારા પ્રગટ થયેલ. રાસલીલાની અખંડિતતા જળવાઈ રહે અને તેનું પ્રવર્તન ચાલુ રહે તે હેતુથી કળિયુગમાં શ્રીકૃષ્ણની મોરલીએ બંશી અવતાર તરીકે હરિવંશ મહાપ્રભુજી તરીકે જન્મ ધારણ કર્યો હતો. શ્રી હરિવંશ પ્રેમાવતાર છે.

તેઓ વૃંદાવન આવ્યા ત્યારે વૃન્દાવન તુલસીનું વન હતું. ત્યાંનો રાજા નરવાહન અતિ જુલ્મી હતો પરંતુ શ્રી હરવિશંજીએ તેને પ્રેમથી વશ કરી પોતાનો શિષ્ય બનાવ્યો હતો. તેમના બાળપણના ઘણા ચમત્કારો છે. પરંતુ છ માસની શિશુ ઉંમરે એકાએક તેમણે ૨૭૦ શ્લોકોનું ઉચ્ચારણ કરી ગાન કર્યું હતું. જે આજે 'શ્રી રાધા સુધાનિધિ' ગ્રંથ તરીકે પ્રખ્યાત છે.

તેમણે નિષ્ઠા, અનત્યતા, સમર્પણભાવ ્અને આચરણ વિષે જે સુક્ષ્મ બાબતો વિષે જ્ઞાાન આપ્યું છે તે અજોડ છે. તેમણે વૃન્દાવનમાં ચાર સ્થાન જેવાં કે સેવાકુંજ, બંશીબટ, રાસમંડલ અને માનસરોવર પ્રગટ કરેલ જેનું મહાત્મય અજોડ છે.

શ્રી પ્રિયા-પ્રિતમ વૃન્દાવનમાં જ વિહાર કરતા હોઈ તેઓ વૃન્દાવની છોડી બહાર ગયેલ નહીં તેથી સંપ્રદાયનો પ્રચાર - પ્રસાર ઓછા પ્રમાણમાં થયેલ. પરંતુ તેમના ચતુર્થ અવતાર શ્રી રૃપલાલજીએ ભારતની પરિક્રમા કરી પ્રચાર કરેલ.

તેમનું નામ જ સર્વ સુખોનો સાર છે. પ્રેમથી રહેતા, અને સર્વના કલ્યાણ માટે તેમણે ઉપદેશ આપેલ છે. નિષ્કામમતિ રાખી મનને એક જ કામમાં પ્રવૃત્ત રાખવા જણાવેલ છે. શ્રી હરિવંશ ચરણ શરણમ્ કહી ધન્ય બનીએ.

Post Comments