Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ

કોઈના સંકલેશમાં કદી નિમિત્ત ન બનશો...
એનાથી જીવન તહસ- નહસ થઈ જશે !!


રાજકારણી વ્યકિતઓ કે વ્યવહારશાણી વ્યકિતઓ આ આપવા-લેવાની વાતને જીવનની સફલતાની ' સ્ટ્રેટેજી' રૃપે અપનાવીને આગેકદમ કરતી હોય છે. એ એમ માનતી હોય છે કે' એક હાથે આપો અને બીજા હાથે લો' આ નીતિથી જ ધાર્યા કાર્યો થઈ શકે ' ગીવ એન્ડ ટેક' આ એમની જીવનસફલતાનો મન્ત્ર બની જતો હોય છે.

સલાહ એવી ચીજ છે કે જે માંગ્યા પછી અપાય તો મૂલ્યવાન ગણાય છે અને માંગ્યા વિના અપાય તો મૂલ્યહીન ગણાય છે...

આપવાની અને લેવાની પ્રક્રિયા જીવન સાથે કાયમી સંલગ્ન ગણાય છે. ક્યારેક આપવાનું બને તો ક્યારેક લેવાનું. વ્યકિત જ્યારે સાવ નાની- બાળવયની હોય ત્યારે એના પક્ષે લેવાનું પ્રાધાન્ય હોય. ચોકલેટ- મીઠાઈ- રમકડાં- ફેશનેબલ ચીજો, આ બધું એ લેતી હોય છે. મોટા થયા પછી વ્યકિતનો જીવનક્રમ બદલાય અને આપવાની વાત પણ વિશેષરૃપે આવે. વ્યકિત સંપન્ન હોય તો લાખો- ક્રોડોનાં દાનો આપે અને તેવી શક્તિસંન્ન ન હોય તો ય પરિવારને યથાશક્ય જરૃરિયાતની ચીજો આપે.

નાનાને લેવાની અને મોટાને આપવાની પ્રધાનતા હોવાની આ વાતને જરા અલગ ' એંગલ'થી લઈને શબ્દશ્લેષ કરીએ તો, જે વ્યકિત નાની- સંકુચિત હૃદયની હોય એનાં જીવનમાં લેવાની પ્રધાનતા હોય અને જે વ્યકિત મોટી- ઉદાર હૃદયની હોય એનાં જીવનમાં આપવાની પ્રધાનતા હોય. આમ દરેક વ્યકિતનાં જીવનમાં આપવા- લેવાની બાબત હોય છે.

રાજકારણી વ્યકિતઓ કે વ્યવહારશાણી વ્યકિતઓ આ આપવા-લેવાની વાતને જીવનની સફલતાની ' સ્ટ્રેટેજી' રૃપે અપનાવીને આગેકદમ કરતી હોય છે. એ એમ માનતી હોય છે કે' એક હાથે આપો અને બીજા હાથે લો' આ નીતિથી જ ધાર્યા કાર્યો થઈ શકે ' ગીવ એન્ડ ટેક' આ એમની જીવનસફલતાનો મન્ત્ર બની જતો હોય છે.

આપણે આ આપવા- લેવાની આ બાબતને જૈન શાસનની વિશિષ્ટ ચિંતન-પદ્ધતિરૃપ ચતુર્ભંગીમાં ઢાળીને એવી વિચારણા કરીએ કે જે આપણું જીવનસ્તર સામાજિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ ગુણવત્તાસભર બનાવે. ચતુર્ભંગીનો અર્થ છે ચાર વિકલ્પો. આપવા- લેવાની બાબતમાં ચાર વિકલ્પો- ચતુર્ભંગી આ રીતે બને  :  ન આપવું ન લેવું, આપવું ખરું પણ લેવું નહિ, લેવું ખરું પણ આપવું નહિ, આપવું ય ખરું ને લેવું ય ખરું. આવો, આપણે કુલ બે લેખો દ્વારા આ ચાર વિકલ્પકેન્દ્રિત વિચારણા એવી કરીએ કે જે જીવનને ખરેખર ગુણવત્તાસભર બનાવે.

૧. ન સંકલેશ આપો.. ન સંકલેશ લો  :  જેનાં કારણે મનમાં રાગ-દ્વેષની તીવ્રતાઓ આર્તધ્યાનની પરિણતિઓ જામતી જાય એને કહેવાય છે સંકલેશ. સરલ ભાષામાં કહીએ તો મનમાં સતત સર્જાતી અશાંતિ-અજંપો આ સંકલેશનું પરિણામ છે. અન્યના ચિત્તસંકલેશમાં આપણે કારણ બનીએ તો આપણે તેને સંકલેશ આપ્યો ગણાય. જેમ કે, વ્યવસાયમાં કોઈને એવા ચૂસી લઈએ કે સામી વ્યકિતને સતત ચિંતા- માનસિક પરેશાનીનો અનુભવ થયા કરે.

સામી વ્યકિતની રકમ અટકાવી દેવાય, એનો માલ હડપ કરી દેવાય વગેરે દ્વારા એને એવી તકલીફો અપાય કે સામી વ્યકિત નાસીપાસ થઈ જાય, મુંઝાઈ જાય. આવું જ સામાજિક સ્તરે. વ્યવહારજગતમાં ય કરાય. આવી બાબતો બને ત્યારે આપણે સામી વ્યકિતને સંકલેશ આપ્યો કહેવાય. ઘણીવાર નાના-મોટા લાભ ખાતર આપણે જાણી-બુઝીને અન્યોને સંકલેશ કરાવતા હોઈએ છીએ. આ એટલી ખતરનાક બાબત છે કે સંભવિત લાભની અપેક્ષાએ સંકલેશથી ખુદ આપણને થતાં નુકશાનો ઘણીવાર ખૂબ ભયંકર નીવડતા હોય છે. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો વર્ષો પૂર્વેની આ સત્ય ઘટના  :

મુંબઈના ઝેવરીબજારમાં કામ કરતા બે ઝવેરી મિત્રો. નામ હતા એમના ભાઈચંદ અને ચુનીલાલ. બન્ને પરસ્પર પ્રત્યે ખૂબ વિશ્વાસ ધરાવે. એકવાર ભાઈચંદે ચુનીલાલને કેટલાક હીરા વેચ્યા. રકમ લઈને ભાઈચંદે એક સરસ ડબ્બીમાં હીરા ચુનીલાલને આપ્યા. ઘરે ગયા બાદ ચુનીલાલે ડબ્બી પુન  :  ખોલી અને હીરાનો નીચેનો કાગળ બદલી નાંખવા માટે ઊઠાવ્યો તો કાગળ નીચે નવા ચાર હીરા ઝગારા મારતાં નીકળ્યા. ચુનીલાલને તરત સમજાઈ ગયું કે ભૂલમાં આ હીરા ડબ્બીમાં કાગળ નીચે રહી ગયા હશે. પરંતુ એનાં ચિત્ત પર લોભે કબજો જમાવી દીધો. અણહકના એ હીરા પચાવી પાડવાની બુદ્ધિથી એણે અન્યત્ર મૂકી દીધા અને ડબ્બીમાં હવે એજ કાગળ યથાવત્ રાખીને જાણે કાંઈ જ બન્યું નથી એમ વર્તન રાખ્યું.

એ હીરા ખરેખર એક મુસ્લિમ વ્યાપારીના હતા. એ એને શુકનના માનીને માત્ર મૂલ્ય પરખવા ભાઈચંદને આપી ગયો હતો. હીરા શુકનના હોવાથી વેચવાની એની જરાય ભાવના ન હતી. થોડા દિવસો બાદ એ મુસ્લિમ વ્યાપારી પોતાના શુકનના હીરા પરત લેવા આવ્યો ત્યારે ભાઈચંદને ઝબકારો થયો કે એ હીરા તો પેલી ડબ્બીમાં કાગળ નીચે રહી ગયા હતા. એણે ચુનીલાલ પાસે પેલી ડબ્બી મંગાવી અને રઘવાટમાં કાગળ ઊઠાવ્યો તો નીચેથી એક પણ હીરો ન નીકળ્યો. ઠાવકે મુખે આ સમગ્ર ઘટના નિહાળી રહેલ ચુનીલાલને ભાઈચંદે હીરા વિશે પૂછયું તો એણે ઘરાર જૂઠો ઉત્તર આપ્યો કે ' તેં જેવી ડબ્બી આપી હતી એવી જ અત્યારે છે. મને કાંઈ ખબર નથી.'' ભાઈચંદને પાકો ખ્યાલ આવી ગયો કે ચુનીલાલે બહુ સીફતથી હરામનો માલ હજમ કરી લીધો છે.કિંતુ કોઈ પુરાવા ન હોવાથી કાંઈ થઈ શકે એમ ન હતું.

ભાઈચંદનું મન સંકલેશગ્રસ્ત બની ગયું. ન એને દિવસે ચેન પડે, ન એને રાત્રે નિંદ આવે. પૈસા ખાતર મિત્ર જ આવો દગો ખેલશે એવી એને કલ્પના ન હતી. કદાચ ભૂલમાં અન્યત્ર મુકાઈ ગયા હોય એ આછી આશાએ બધે શોધખોળ પછી પણ હીરા હાથવગા ન જ થયા ત્યારે કકળતાં હૈયે ભાઈચંદે મુસ્લિમ વ્યાપારી સમક્ષ એ હીરાઓની કિંમત આપી દેવાની તૈયારી દર્શાવી. પરંતુ મુસ્લિમ બંધુને તો હીરા જ જોઈતા હતા, રકમ નહિ.

સમગ્ર ઘટનાક્રમ જાણ્યા બાદ મુસ્લિમ વ્યાપારીના પિતા હુસેનચાચાએ અંતિમ પ્રયાસરૃપે ચુનીલાલને અને ભાઈચંદને પોતાની પાસે બોલાવી ખૂબ લાગણીથી એ હીરાઓ પ્રત્યેની પોતાની શ્રદ્ધા સમજાવી. ચુનીલાલે સચ્ચાઈનું નાટક કરતાં આ શબ્દો કહી દીધા કે ' મેં હીરા લીધા જ નથી. મારા પુત્રના સોગંદ.'' હુસેનચાચા અને ભાઈચંદ સ્તબ્ધ બની ગયા. વાતને વાળી લેતા હુસેનચાચાએ કહ્યું  : ' પૈસાની વાતમાં પુત્રના સોગંદ ખાવની જરૃર ન હતી. આ ખોટું થયું. હવે ભાઈચંદ પાસેથી કિંમત લઈને આ પ્રકરણ અમે પૂરું કરીએ છીએ.'' ભાઈચંદના આઘાતનો પાર ન હતો. એક તો ચોરી અને બીજી તરફ સચ્ચાઈનું આવું નાટક ??

પણ.. કેમ જાણે યોગાનુયોગ થયો કે શું થયું એ નક્કી ન થયું. કિંતુપુત્રના સોગંધ ખાધાની રાત્રે જ ચુનીલાલનો જુવાનજોધ પુત્ર કોઈ રોગ વિના એકાએક મૃત્યુ પામ્યો !! જાણે કે ભયાનક- સખત સંકલેશમાંથી પ્રગટેલી મૂંગી આહે એની જિંદગી પર પૂર્ણવિામ લાવી દીધો. આ એટલું ખતરનાક નુકસાન હતું કે એની સામે હીરા ઝૂંટવીને મેળવેલ લાભ ખાખ થઈ ગયો !!

પ્રકાર કોઈ પણ હો, કિંતુ આપણા દ્વારા અન્યોને અપાતો સંકલેશ આવાં જાલિમ નુકસાનો નોંતરી શકે છે. એટલે જ આપણે આ પ્રથમ સૂત્રના પૂર્વાર્ધમાં એ વિચાર્યું કે સંકલેશ ન આપો.

એનો ઉતરાર્ધ છે સંકલેશ ન લો. સંકલેશ ન લેવાની વાતને બે રીતે વિચારીએ એક એક કેટલીક વાર વ્યકિત કાર્યો- પ્રવૃત્તિઓ જ એવી કરે જેથી એ હાથે કરીને- સામે ચાલીને સંકલેશ વહોરતી હોય એવું લાગે. જેમ કે વ્યવસાયમાં એવા આંધળૂકિયાં સાહસ એ કરે કે જેથી મન સતત અજંપાગ્રસ્ત-અશાંત જ રહે અને નુકશાની થાય ત્યારે કોઈ રીતે એમાંથી બહાર ન નીકળી શકાય એવી સ્થિતિ સર્જાય સ્વજનો- સંગાથીઓ સાથે એવું ઉદ્ધત- આક્રોશભર્યું વર્તન એ કરે કે જેથી કાયમી ઝઘડા- તણાવની  પરિસ્થિતિ સર્જાય.

ધાકધમકીનાં- ગુંડાગીરીનાં કામોની ભરમાર એવી કરે કે એનાથી પીડાયેલા- દુભાયેલા લોકો વ્યકિતની હત્યા કરવા સુધી પહોંચી જાય. આ કે આવી આવી પ્રવૃત્તિઓ - કરતૂતો કરવાથી સદા દૂર રહેવાનો જ્યાં નિર્દેશ છે તેને કહેવાય સંકલેશ ન લો. પવિત્ર જૈન આગમગ્રન્થ દશવૈકાલિક સૂત્રની એક પંક્તિ અમને જે સૌથી વધુ ગમે છે. તે અહીં ટાંકવા જેવી છે. અલબત્ત, ત્યાં એનો એક ચોકકસ સંદર્ભ છે. આપણે અહીં એનો ઉલ્લેખ સાર્વત્રિક ભાવે કરીએ કે ' સંકિલેસકરં ઠાણં, દૂરઓ પરિવજ્જએ.' ભાવાર્થ કે જે સ્થાન- જે ક્ષેત્ર - જે વિષય સંકલેશરૃપ બને તેમ હોય એને દૂરથી જ ત્યજી દેવું.

સંકલેશ ન લેવાની વાતને હવે બીજી રીતે વિચારીએ. ધારો કે જીવનમાં અચાનક કોઈ મોટી દુર્ઘટના એવી બની જાય કે જેની આપણને કોઈ કલ્પના જ ન હોય અને જેમાં આપણું કોઈ નિયન્ત્રણ પણ ન હોય. આવી સ્થિતિમાં સામાન્ય વ્યકિત નાસીપાસ થઈ જાય અને સંકલેશ-ગ્રસ્ત બની જાય. આપણે એ સ્થિતિમાં પણ મનને કેળવણી આપીને સ્વસ્થ- શાંત રહી શકીએ તો ' સંકલેશ ન લો' એ વાક્ય ત્યાં સાર્થક થાય. કેટલી ય વ્યકિતઓ મનને આવી મજબૂત કેળવણી આપતી હોય છે કે જે અણધારી સ્થિતિમાં ય સંકિલષ્ટ થવાનાં બદલે શાંત રહી શકે. ખબર છે સરદાર પટેલના જીવનની પેલી વાત ?

તેઓ જ્યારે વકીલાત કરતા હતા ત્યારની વાત. કોઈ કેસમાં તેઓ કોર્ટમાં જોરદાર દલીલો કરી રહ્યા હતા. એવામાં એક અર્જંટ તાર એમના નામે આવ્યો. કોર્ટમાં જ એ તાર એમને આપવામાં આવ્યો. તાર વાંચીને એમણે જાણે કાંઈ બન્યું નથી તેમ એને ખીસામાં રાખી દીધો અને પૂર્વવત્ ધૂઆંધાર દલીલો જારી રાખી. ઉપસ્થિત સહુ વ્યકિતઓ સમજી કે કોઈ જરૃરી સામાન્ય બાબતનો તાર હશે. કોર્ટનો સમય પૂર્ણ થયો ત્યારે સૌને ખબર પડી કે એ તારમાં સરદાર પટેલની પત્ની મૃત્યુ પામ્યાના સમાચાર હતા !! આવી ગંભીર બાબતમાં ય તેઓ જેમ સ્વસ્થ રહી શક્યા- ઘટનની અસરથી અમૂક હદે મુક્ત રહી શક્યા એવી રીતે સ્વસ્થ- શાંત રહેવાનો નિર્દેશ પેલું ઉત્તરાર્ધ વાક્ય કરે છે કે' સંકલેશ ન લો.'

૨. શિખામણ લો.. પણ માંગ્યા વિના ન આપો  :  એક ચિંતકનું વિધાન ક્યાંય વાચેલું કે ' સલાહ એવી બાબત છે જે લેવી કોઈને ખાસ ગમતી નથી, પણ આપવી સૌને ગમે છે.' આપણા જીવનવ્યવહારો પર દૃષ્ટિપાત કરીએ તો આ વાત બિલકુલ વાસ્તવિક લાગે તેમ છે. આનું એક મુખ્ય કારણ એ છે કે શિખામણ-સલાહ લેનાર વ્યકિત કરતા સલાહ આપનાર વ્યકિત કમ સે કમ એ મુદ્દા પર ત બુદ્ધિશઆળી- હોંશિયાર ગણાય છે. એટલે વ્યકિત તરત વણમાગી પણ સલાહ આપવા તૈયાર થઈ દાય. જ્યારે એના મુકાબલે જરૃર વિના સલાહ લેવા એ તૈયાર નહિ થાય. ચતુર્ભંગીનું આપણું આ બીજું સૂત્ર આપણી આ માનસિકતા બદલી દેવા માટે એટલે જ સાવ સામા અંતિમની વાત કરે છે.

એ કહે છે કે ઠરેલ બુદ્ધિથી અન્યોની શિખામણ લેતાં શીખો. ખાસ કરીને જેઓ વયમાં- અનુભવમાં અને સ્થિતપ્રજ્ઞામાં આગળ હોય એવી વ્યકિતઓની સલાહ લેવાથી જીવનમાં ખોટા નિર્ણયોથી અને એના દુષ્યપરિણામોથી બચી જવાય છે.  એથી ઉપરોક્ત જેવી વ્યકિઓની સલાહ સામે પગલે લેવામાં કદાપિ ન્યૂનતા-નાનપ અનુભવવી નહિ.. આપણાં આ બીજા સૂત્રનો ઉતરાર્ધ એમ કહે છે કે સલાહ માંગ્યા વિના ન આપવી. અમારી વાત કરીએ કે તો, ગુરુકૃપાથી બહુ નાનપણથી એક સારી બાબત અમારામાં એ વિકસી છે કે જ્યાં અમારો અધિકાર ન હોય કે જ્યાં સામી વ્યકિતની પાત્રતા- સજ્જતા ન જણાતી હોય ત્યાં નજરે જણાતી ક્ષતિઓ સમયે પણ સલાહ- શિખામણ આપવાથી દૂર રહેવું.

અલબત્ત, બહુ મોટા નુકસાનની શક્યતા ન હોય ત્યાં જ અમે આ નિયમ કાયમી અમલી બનાવ્યો છે. આનાથી સ્વ-પર સંકલેશની સંભાવના નથી રહેતી, આ સંદર્ભમાં એક સંસ્કૃત શ્લોકનો ભાવાર્થ ટાંકીએ કે ' ગમે તે વ્યકિતને ઉપદેશ- સાચી સલાહ ન આપવી જોઈએ. સર્પને અપાતું દૂઘ પણ અંતે તો ઝેરમાં પરિણમે છે.''

છેલ્લે આ જ સંદર્ભની મહત્ત્વની વાત  :  સલાહ એવી ચીજ છે કે જે માંગ્યા પછી અપાય તો મૂલ્યવાન ગણાય છે અને માંગ્યા વિના અપાય તો મૂલ્યહીન ગણાય છે...

Post Comments