Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'સાચી શ્રવણકળા' કોને કહેવાય ?

એક સાચા શ્રોતા તરીકે શિસ્તની ભાવના રાખવી જરૃરી છે. અને એના પાલનમાં વક્તા અને સભા પ્રત્યેનો આદર સમાયેલો હોય છે. જ્યારે વકતા કોઈ અગત્યની વાત કહેતા હોય ત્યારે તેના શ્રવણ માટે એકાગ્રતા હોવી ખુબ જરૃરી છે

શ્રવણ કરતી વખતે મનમાના પૂર્વગ્રહો, પક્ષપાતો માન્યતાઓ, દુરાગ્રહો એક તરફ રાખીને, શાંતિ અને સંયમપૂર્વક બીજાની વાણી સાંભળવામાં આવે તો તેને જ યથાર્થ શ્રવણ કર્યું કહેવાશે

અન્યો એ ઉચ્ચારેલા શબ્દોને ધ્યાનપૂર્વક સાંભળી, ને તેની વાણીને બરાબર સમજવા, એ એક પ્રકારની કળા જ છે. અને બીજાની વાત દોષ જોયા વિના સારી રીતે શ્રવણ કરવું, એ પણ એક કર્મ છે. આપણે ત્યાં જયારે નવદ્યા ભક્તિનું વર્ણન કરવામાં આવે છે, ત્યારે આવા શુધ્ધ શ્રવણને પ્રથમ ભક્તિ તરીકે ગણવામાં આવી છે.

'શ્રવણ કીર્તન વિષ્ણો : સ્મરણ પાદ સેવનમ ।
અર્ચન વંદન દાસ્ય, સખ્યં આત્મ નિવેદનમ ।।

વાણીને ઉચ્ચારવા કરતાં, તેનું મૌન થઈને શ્રવણ કરવાનું વધારે અગત્યનું છે. એક સારા વક્તા બનતાં પહેલાં સારા શ્રોતા થવું પણ વધારે જરૃરી છે. લોકોની એક ખાસિયત છે, તેમને પોતાની વાત સંભળાવવી ગમે છે, પણ બીજાની વાત સાંભળવી ગમતી નથી. એમને તેમની વાતને પણ સમજવાનું કઠિન લાગે છે, ત્યારે તેમને બીજાના દોષો જ દેખાતા હોય છે..

તુલસીદાસજીએ રામાયણમાં એક પ્રસંગનું સુંદર શબ્દોમાં વર્ણન કર્યું છે.

એક વખતે લધુ બંધુ લક્ષ્મણજીએ શ્રીરામ પાસેથી સ્વધર્મ વિષે કંઈ સાંભળવાની ઇચ્છા વ્યકત કરી, ત્યારે શ્રી રામે લક્ષ્મણને જણાવ્યું કે 'માત્ર શબ્દોને સાંભળવા ખાતર, સાંભળવાથી કોઈ અર્થ સરતો નથી. વાણીનાં અર્થો, બુધ્ધિ, મન અને ચિત્ત લગાવીને શ્રવણ કરવાથી સમજાતા હોય છે.

શ્રવણ એ એક પ્રકારનું વ્રત છે. એટલે જ એની સાથે કેટલાક નિયમો અને સાધના સંકળાયેલા છે. શ્રવણ કરવાની યોગ્યતા કેળવવાની પણ એક ખાસ આચાર સંહિતા હોય છે. સૌ પહેલા, શ્રવણ કરતી વખતે સામેનાં પર ભાવ હોવો જોઈએ, શ્રધ્ધાની ભાવના પણ હોવી જોઈએ, શ્રધ્ધા અને વિશ્વાસ વગરનું શ્રવણ એ કિંમતી સમયની બરબાદી અને મનની ખુવારી નોતરે છે. મન જો બિન જરૃરી- વિરોધી વિચારોથી ઘેરાયેલું હશે તો તે શ્રોતા, સામેનાની વાણીમાંથી કંઈ પામી નહીં શકે. જ્યાં શ્રધ્ધા ન હોય ત્યાં એનું સ્થાન સંશય લેશે. શ્રધ્ધાનો ભાવ શ્રોતાને તારે છે, જ્યારે શંકા તેને ડૂબાડે છે.

એક સાચા શ્રોતા તરીકે શિસ્તની ભાવના રાખવી જરૃરી છે. અને એના પાલનમાં વક્તા અને સભા પ્રત્યેનો આદર સમાયેલો હોય છે. જ્યારે વકતા કોઈ અગત્યની વાત કહેતા હોય ત્યારે તેનાં શ્રવણ માટે એકાગ્રતા હોવી ખુબ જરૃરી છે. બુધ્ધિને એકાગ્ર કરીને, શાંત અને શુધ્ધ ચિત્તથી કરવામાં આવેલું શ્રવણ સમતુલિત હોય છે. આવી ક્રિયા યોગની નજીક પહોંચાડે છે, કેમકે શ્રવણ કરતી વખતે શરીરની બધી પ્રવૃત્તિ એક જગ્યાએ કેન્દ્રિત થતી હોય છે.

સાચા શ્રોતા મળવા દુર્લભ છે. એટલે કે વાણીને કેવી રીતે શ્રવણ કરાય, એની કળા લોકો જાણતા નથી. યથાર્થ શ્રવણની પહેલી શરત એ છે કે વક્તાની વાણીનું પૂૂરેપૂરું ધ્યાનપૂર્વક રસપાન કરવામાં આવે. એ વખતે એમના શબ્દો પાછળની ભાવસૃષ્ટિ અને તેની વિચારધારાનું હાર્દ સમજવાની કોશિષ કરવી જોઈએ. શ્રવણ દરમિયાન વક્તા પ્રત્યે વિનય અને આદરનો ભાવ હોવો જરૃરી છે. જો એવી ભાવના હશે, તોજ તેના વચનો ને યોગ્ય રીતે સન્માન આપી શકશું.

શ્રવણ કરતી વખતે મનમાના પૂર્વગ્રહો, પક્ષપાતો માન્યતાઓ, દુરાગ્રહો એક તરફ રાખીને, શાંતિ અને સંયમપૂર્વક બીજાની વાણી સાંભળવામાં આવે તો તેને જ યથાર્થ શ્રવણ કર્યું કહેવાશે. આવી ઉચ્ચ માનસિક એકાગ્રતા વિના વક્તાનાં વિચારો એ શ્રોતાનાં અંતરનાં દ્વાર ખોલી શક્તા નથી.
- પરેશ અંતાણી


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar

Post Comments