Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિમર્શ : ચંદ્રહાસ ત્રિવેદી

કર્મના ભોગવટાનો આધાર આપણા અંતરના ભાવો ઉપર હોય છે અને તે રાખવાનું આપણા હાથમાં હોય છે

જીવની ભવાંતરની ચાર ગતિ હોય છે. મનુષ્યની, દેવની, તીર્યચની એટલે પશુ પક્ષીની અને નારકીની. આ ચાર ગતિમાંથી કેવળ મનુષ્યની ગતિમાં જ આપણે દ્રવ્ય, ક્ષેત્ર ઇત્યાદિનાં નિમિત્તોને બદલીને જે તે કર્મના ઉદયને રોકી લઈ શકીએ છીએ કે તેની અસરોને વત્તી ઓછી કરી શકીએ છીએ માટે તો માનવભવ અમૂલ્ય ગણાય છે

ક ર્મવાદ બહુ ગહન વિષય છે. સંસારના બધા ધર્મોમાં કર્મના અસ્તિત્વની વાત આવે છે પણ જૈન ધર્મે તેને જે રીતે રજૂ કરેલ છે. તે રીતે અન્ય કોઈ ધર્મે તેના વિશે વિચાર કર્યો નથી. તેનું એક કારણ એ છે કે જૈન ધર્મના પાયામાં જ કર્મ રહેલ છે. જીવનો કર્મ સાથેનો સંબંધ એટલે સંસાર જીવની કર્મથી મુક્તિ એટલે મોક્ષ.

જૈન ધર્મની આખી ઇમારત કર્મના પાયા ઉપર ઊભી થયેલ છે. જૈન ધર્મમાં રજૂ થયેલ કર્મના સિદ્ધાંતનો જો અભ્યાસ કરીએ તો એમ લાગે કે આપણે વિજ્ઞાાનના કોઈ સિદ્ધાંતની વાત કરી રહ્યા છીએ. જો કે બહુજન સમાજ કર્મવાદ અને કર્મયોગ વચ્ચે ઓછો ભેદ કરી જાણે છે.

કર્મયોગમાં કેવી રીતે કર્મ કરવું તેની વાત વિશેષ આવે, જેમકે કર્મ કેવી રીતે બંધાય, કર્મબંધ કઈ પ્રકૃતિને બાધક બને, તે ક્યારે ઉદયમાં આવે, ક્યાં સુધી તે જીવ સાથે રહે અને તેનાથી કેવી રીતે નિવૃત્ત થવાય એવી બધી વાતો વિગતે આવે.

જો આપણે કર્મવાદનો અભ્યાસ કર્યો હોય તો આપણે વૃથા કર્મ બાંધતાં બચી જઈએ અને જો કર્મબંધ કરીએ તો વિશેષે પુણ્યકર્મનો જ કરીએ. પુણ્ય કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે માણસને બધી સુખ-સુવિધાઓ અનાયાસે મળી આવે છે.

જ્યારે પાપકર્મ ઉદયમાં આવે છે ત્યારે બધેથી માણસને નિષ્ફળતાએ મળે છે અમે જીવન વિષમ બની જાય છે. કર્મવાદનો અભ્યાસ સારી રીતે જીવન જીવવા માટે છે. નહિ કે જીવનથી નાસી છૂટવા કે પલાયન થવા માટે. જો કર્મની વ્યવસ્થાની- તેની ગતિ વિધિની આપણને ખબર હોય તો આપણે ઘણાં કનિષ્ટ કર્મોથી બચી શકીએ અને ઇષ્ટ કર્મનો સંચય કરી શકીએ અને કર્મની પાર પણ ઊતરી જઇએ.

કર્મવાદના અભ્યાસના અભાવમાં આપણે ત્યાં કર્મ વિશે ઘણી ગેરસમજ પ્રવર્તે છે. તેથી મોટા ભાગના લોકો કર્મની વ્યવસ્થાનો ઉત્તમ લાભ લઈ શકતા નથી. કેટલાક લોકો તો પ્રારબ્ધ કર્મને જ પ્રાધાન્ય આપી તેની શરણાગતિ સ્વીકારી લે છે. તો બીજી બાજુ કેટલાક લોકો પુરુષાર્થને જ સર્વ કંઈ માનીને સતત કર્મ કરતા જ રહે છે. અને જ્યારે કરેલાં કર્મ સફળ ન થાય ત્યારે નિરાશ થઈને જીવન હારી જાય છે. કર્મવાદનો અભ્યાસ આ બંને અતિથી બચવા માટે છે.

સંસારમાં બે પ્રબળ સત્તાઓ છે. કર્મસત્તા અને ચૈતન્ય સત્તા. આ બે સત્તાઓ સાથે આપણે વધારે નિષ્બત રહે છે. તદુપરાંત સંસારમાં આ બંને સત્તાઓથી ભિન્ન એવી ઇતર સત્તાઓનું અસ્તિત્વ છે જેનો આપણા જીવન ઉપર ઘણો પ્રભાવ પડે છે, પણ તે સત્તાઓની શરણાગતિ સ્વીકાર્યા વિના માણસને ચાલે તેમ નથી.

આ સત્તાઓ આપણા પુરુષાર્થના ક્ષેત્રની બહાર છે. તેથી તેમાં કંઈ ફેરફાર કરવા આપણે સમર્થ નથી. અસ્તિત્વને આકાર આપતી સર્વ સત્તાનો અભ્યાસ પણ કર્મવાદમાં આવે. આજે આપણે અહીં કર્મવાદની એક સૂક્ષ્મ વાતને લઈને થોડીક ચર્ચા કરીશું જેનું જ્ઞાાન જીવનમાં ઉપકારક બને તેમ છે.

કર્મ વિશે થોડું પણ જ્ઞાાન જીવનમાં ઉપકારક બને તેમ છે કે કર્મ થયા પછી તેનું પરિણામ ભાગ્યે જ તાત્કાલિક આવે છે. જેમ ભૂમિમાં પડેલા બીજનું ફળ તુરત જ નથી આવતું તેમ બાંધેલા કર્મનું પરિણામ તાત્કાલિક નથી આવતું. બાંધેલા કર્મને પાકવા માટે સમય જોઈએ છે.

કર્મ જયારે પાકે છે ત્યારે આપણને તેનું ફળ દેખાય છે જેને આપણે વિપાકોદય કહીએ છીએ અને આ પરિણામ ભોગવાઈ જાય ત્યાર પછી કર્મ જીવ ઉપરથી ખરી પડે છે. વિપાકોદય સિવાય પણ કર્મ તેનો કાળ થઈ જતાં જીવ ઉપરથી ખરી પડે છે. તેને પ્રદેશોદય કહે છે- જે વાત જરા વધારે સૂક્ષ્મ છે.

કર્મને ઉદયમાં આવવા માટે કેવળ કાળ જ કામ કરતો નથી. કર્મને ઉદયમાં આવવા માટે નિમિત્ત જોઈએ છે. મોટે ભાગે કર્મ પાંચ નિમિત્તોનો આશ્રય લઈને ઉદયમાં આવે છે. આ નિમિત્તો છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ. કેટલીક વાર એવું પણ બને છે કે જીવ પોતાના ઉપાદાનના બળથી કોઈ નિમિત્તને ઉભું કરીને કર્મને ઉદયમાં લાવે છે અને ભોગવી લે છે, પણ આ વાત સામાન્ય નથી.

કેટલીક વાર એવું બને છે કે કોઈએ એવુ કર્મ બાંધ્યુ હોય કે જેને ઉદયમાં આવવા માટે અમુક ભવ આવશ્યક હોય, પણ જીવને તે ભવ ન મળ્યો હોય તો તે કર્મ સત્તામાં પડયું રહે અને જ્યારે જે તે ભવ મળે ત્યારે જ ઉદયમાં આવે પ્રબળ પુણ્યકર્મને ઉદયમાં આવવા માટે દેવભવની જરૃર પડે છે.

અને ગાઢ પાપકર્મને ઉદયમાં આવવા માટે નારકીનો ભવ જોઈએ. જીવને જ્યાં સુધી જે તે ભવો ન મળે ત્યાં સુધી કર્મ ઉદયમાં ન આવે અને જીવ સાથે પડયું રહે. અને કયો ભવ મળે તે ગતિનામ કર્મને આધીન હોય છે એટલે તેમાં  આપણે તાત્કાલિક કંઈ કરી શક્તા નથી.

જીવની ભવાંતરની ચાર ગતિ હોય છે. મનુષ્યની, દેવની, તીર્યચની એટલે પશુ પક્ષીની અને નારકીની. આ ચાર ગતિમાંથી કેવળ મનુષ્યની ગતિમાં જ આપણે દ્રવ્ય, ક્ષેત્ર ઇત્યાદિનાં નિમિત્તોને બદલીને જે તે કર્મના ઉદયને રોકી લઈ શકીએ છીએ કે તેની અસરોને વત્તી ઓછી કરી શકીએ છીએ માટે તો માનવભવ અમૂલ્ય ગણાય છે.

માનો કે આપણે અસહ્ય ગરમી કે ઠંડી વેદવાનું કર્મ બાંધેલ છે, પણ ક્ષેત્ર બદલીને આપણે તેનાથી બચી શકીએ. એજ રીતે અમુક દ્રવ્યોનું સેવન કરીને આપણે વેદનાને ઓછી વત્તી કરી શકીએ છીએ. જો કે ભવનું નિમિત્ત બદલવાનું સરળ નથી અને કાળનું નિમિત્ત બદલવાનું કે તેમાં કંઈ સત્તા છે. વૃદ્ધાવસ્થા, ઘડપણના રોગો ઇત્યાદિના ઉદયમાં કાળ નિમિત્ત હોય છે તેથી આપણે તેમાં ઝાઝો ફેરફાર કરી શકતા નથી કે તેનાથી બચી શકતા નથી.

આ પાંચ નિમિત્તોમાંથી ભાવનું નિમિત્ત આપણા માટે અતિ મહત્ત્વનું છે કારણકે તેમાં આપણા પુરુષાર્થ માટે અવકાશ રહે છે. અહીં જે વાત છે તે આંતરિક પુરુષાર્થની વાત છે. જે તે કર્મના ઉદયને આપણે રોકી ન શકીએ, પણ તેને કેવી રીતે ભોગવીએ તે આપણા હાથમાં હોય છે. પાપકર્મના ઉદયને આપણે હાય- વરાળ કરીને ભોગવી શકીએ અને સમતાપૂર્વક પણ વેદી શકીએ.

એજ રીતે પુણ્યકર્મના ઉદયને આપણે અહંકાર વિના, નમ્રતાપૂર્વક ભોગવી લઈએ તો બીજા ઘણાં કનિષ્ઠ કર્મોની પરંપરામાંથી આપણે બચી શકીએ. ધર્મના તીવ્ર ભાવ મનમાં હોય તો ઘણાં કર્મોમાં આપણે ફેરફાર પણ કરી શકીએ અને તેને હળવાં કરી શકીએ. કર્મના ભોગવટાનો મોટો આધાર આપણા અંતરના ભાવો ઉપર રહે છે અને જે તે ભાવો રાખવા માટે આંતરિક પુરુષાર્થ કરવો પડે.

જ્ઞાાનીઓ, યોગીઓ, પ્રભુના ભક્તો એ બધાનું જીવન વધારે આત્મસ્થ હોય છે એટલે તેઓ જે તે કર્મના ઉદયથી વિચલીત થતા નથી અને તેમની પ્રસન્નતા બની રહે છે.  કર્મના ઉદયમાં પ્રવર્તતાં નિમિત્તોની વાત ઘણી સૂક્ષ્મ છે. જે લેખકે તેમના 'કર્મવાદ'માં કરેલી છે. જો આપણે તે વાતથી સતર્ક હોઈએ તો ઘણાં કર્મોથી બચી શકીએ.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Post Comments