Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વીથિકા : દેવેશ મહેતા

ઉત્તરાયણ કાળે મહાપ્રયાણ કરનારા દેવવ્રત ભીષ્મ પિતામહ

ભ્રૂંભંગમાત્રથી આખા બ્રહ્માંડનો નાશ કરવા સમર્થ ભગવાન ભીષ્મથી કંઈ ડરે એમ નહોતા પણ પોતાના ભક્તની તોડીને અર્જુનના રથમાંથી કૂદકો મારી સિંહ હાથીને મારવા ઘસી જાય તેમ રણમેદાનમાં પડેલું રથનું પૈડું હાથમાં લઈ ભીષ્મને મારવા દોડી ગયા હતા.

એ વખતે ભીષ્મ તેમનું સ્વાગત કરતાં કહેવા લાગ્યા હતા - 'હે પુણ્ડરીકાક્ષ ! દેવોના દેવ ! પધારો પધારો. તમને મારા નમસ્કાર. હે પુરુષોત્તમ ! આજે આ યુદ્ધભૂમિમાં તમે મારો વધ કરો. તમારા હાથે મરણ પામીને મારું કલ્યાણ થશે. હે પ્રભુ ! તમારી ઇચ્છા પ્રમાણે તમે આ સેવક પર પ્રહાર કરો.'  આ સમયે અર્જુને દોડીને ભગવાન શ્રીકૃષ્ણના ચરણ પકડી લીધા હતા અને મહામુસીબતે એમને રથ પર પાળ લઈ આવ્યો હતો. ભીષ્મ પિતામેહ પોતે જ પાણ્ડવોને પોતાને કઈ રીતે મારી શકાય એ ઉપાય યુદ્ધ પૂર્વે બતાવ્યો હતો.

તે પ્રમાણે શિખણ્ડીને ( કે જે પૂર્વે સ્ત્રી હતો અને જાતિ પરિવર્તન કરાયા બાદ પુરુષ બન્યો હતો) આગળ રાખીને અર્જુને બાણવર્ષા કરી ભીષ્મને વીંધી નાંખ્યા હતા. રથ પરથી જ્યારે તે જમીન પર પડયા ત્યારે એમનું શરીર એ બાણો પર જ ઝૂલી રહ્યું હતું. એવું લાગતું હતું કે જાણે તે બાણોની પથારી પર જ સૂતા ના હોય ! પણ એમનું માથું લટકી રહ્યું હતું.

એટલે ભીષ્મ પિતામહે જ અર્જુનને કહ્યું હતું - 'વત્સ ! મારી આ શર શપ્યાને યોગ્ય તકિયો આપ જેથી મસ્તક સીધું રહે.' એ વખતે અર્જુને ત્રણ બાણ મારીને બાણના તકિયા પર જ એમના મસ્તકને ટેકવી આપ્યું હતું. દુર્યોધન દ્વારા મોકલવામાં આવેલા કુશળ ચિકિત્સકોને પણ ભીષ્ણે આદરપૂર્વક પાછા મોકલી દીધા હતા.

મહાભારતના યુદ્ધ બાદ જ્યારે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો તે દિવસો દરમિયાન એક રાત્રે યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવ્યા અને એમને પ્રણામ કરી એમના ક્ષેમકુશળ પૂછયા પણ એમણે કોઈ જવાબ ન આપ્યો. એમણે જોયું તો ભગવાન ધ્યાનસ્થ હતા.

ધ્યાનમાંથી બહાર આવ્યા પછી યુધિષ્ઠિરે પૂછયું- ' ભગવાન, તમે કોના ધ્યાનમાં હતાં ? શ્રીકૃષ્ણે કહ્યું હતું 'શરશપ્યાં પર સૂતેલા પુરુષશ્રેષ્ઠ, ભક્તવર્ય ભીષ્મ મારું ધ્યાન કરી રહ્યા હતા એટલે હું પણ એમનું ધ્યાન કરી રહ્યો હતો ! હું એમની પાસે પહોંચી ગયો હતો. યુધિષ્ઠિર ! મારી એક વિનંતી છે- વેદ અને ધર્મના સર્વશ્રેષ્ઠ જ્ઞાાતા, નૈષ્ઠિક બ્રહ્મચારી ભીષ્મ પિતામહ આ જગત પર નહીં હોય ત્યારે જ્ઞાાનના સૂર્યનો અસ્ત થઈ જશે. એટલે તેમની પાસે જઈને તમારે એમની પાસેથી ઉપદેશ ગ્રહણ કરવો જોઈએ.

યુધિષ્ઠિર શ્રીકૃષ્ણ અને પાણ્ડવોની સાથે ભીષ્મ પાસે ગયા હતા. અનેક બ્રહ્મર્ષિઓ અને રાજર્ષિઓ પણ ત્યાં આવ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણે ભીષ્મને કહ્યું હતું - ' હવે આ પળથી તમને શરીરના ઘાની પીડા, દાહ, કલેશ, ગ્લાનિ, ભૂખ, તરસ, માયા, મોહ કંઈ જ નડશે નહીં.

તમે એ બધાથી મુક્ત થશો. સ્થિર મનથી યુધિષ્ઠરને જ્ઞાાનો પદેશ આપો. તમારા અંત:કરણમાં બધા જ્ઞાાનનું સ્ફૂરણ થશે. તમે જે વિદ્યાનું ચિંતન કરશો તે તમારા ચિત્તમાં પ્રત્યક્ષ થઈ જશે' ભગવાનની કૃપાથી એમ જ થયું. ભીષ્ણે યુધિષ્ઠિરને ધર્મના બધા અંગોનો ઉપદેશ આપ્યો.

ભીષ્મ પાસે 'ઇચ્છામૃત્યુ'નું વરદાન હતું. તે ઉત્તરાયણના પવિત્ર સમયમાં દોહોત્સર્ગ કરવા માંગતા હતા. એ સમય આવી ગયો હતો. ભીષ્મની વય ૧૩૫ વર્ષની હતી. મહા સુદ આઠમનો એ દિવસ હતો. ભીષ્મ પિતામહે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરતાં કહ્યું હતું - ' પ્રસન્ન હાસ્ય, રક્તનેત્રથી સુશોભિત મુખ કમળવાળા, ધ્યેય સ્વરૃપ, ચતુર્ભુજ એ દેવાધિદેવ હું શરીર છોડું ત્યાં સુધી રાહ જુએ.' એ પછી ભીષ્મ પિતામહે દસ શ્લોકોમાં ભગવાનની સ્તુતિ કરી પોતાના દસેય પ્રાણ એમને અર્પણ કરી મુક્તિ પ્રાપ્ત કરી લીધી હતી.

આ સ્તુતિમાં તેમણે કહ્યું હતું - ' ત્રણેય ભુવનોમાં સુંદર, તમાલ જેવા વર્ણવાળા, સૂર્યકિરણ સમાન સ્વયં પ્રકાશ, પીતાંબરધારી, કેશાવલિથી છવાયેલા મુખવાળા દેહને ધારણ કરનારા અર્જુનસખા શ્રીકૃષ્ણમાં મારી નિષ્કામ પ્રીતિ હો.' જેમ સૂર્ય એક હોવા છતાં આરસી, મણિ, પાણી વગેરે ઉપાધિભેદથી જુદા સ્વરૃપે ભાસે છે.

તેમ પોતે સર્જેલા પ્રત્યેક શરીરમાં વાસ કરી રહેલા તે ભગવાનને ભેદ અને મોહરહિત બની પામ્યો છું. તેથી હું કૃતાર્થ છું.' પોતાને અતિ પ્રિય મિત્ર અર્જુનના રથના ઘોડાની લગામ અને ચાબુક ધારણ કરવાથી દર્શન કરવા યોગ્ય શ્રીકૃષ્ણના દર્શન કરી મરણ પામતા યોદ્ધાઓ પણ સદ્ગતિ પામ્યા. તે ભગવાન શ્રીકૃષ્ણમાં મરણેચ્છુ મારી પ્રીતિ થાઓ.'ળ
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Post Comments