Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વીથિકા- દેવેશ મહેતા

ભગવાન શ્રીરામના અર્ધાગિની સતી સીતા દેવી

ભગવાન શ્રીરામના અર્ધાગિની સીતા દેવી  સદ્ગુણોના ભંડાર સમા હતાં. ઉદાત્ત વિચાર, મધુર સત્ય પ્રિય વાણી અને વિનય- વિવેકયુક્ત વર્તન એ ત્રણેય પૂર્ણ સામજસ્યપૂર્વકનું સંતુલન એમનામાં અખૂટ ભરેલું હતું.

પૂ ર્વ મદ્રાસ પ્રાન્તના પ્રસિધ્ધ વિદ્વાન શિવસ્વામી ઐયરે એકવાર કહ્યું હતું- ' આપણું રાજય છિનવાઈ જાય, ઐશ્વર્ય ધૂળમાં મળી જાય. વૈભવ નષ્ટ થઈ જાય, સંપત્તિનું અપહરણ થઈ જાય, સર્વસ્વનો નાશ થઈ જાય તો પણ જો રામાયણ અને મહાભારત જેવા રત્નો સુરક્ષિત રહી શક્યા હોય તો આપણે સમૃદ્ધ અને સત્વયુક્ત જ રહીશું.'

રામાયણ અને મહાભારત આપણી સંસ્કૃતિની મહામૂડી છે. વાસ્તવમાં કોઈ પણ જાતિની સંસ્કૃતિ એ જ એનું સર્વસ્વ છે. સંસ્કૃતિ એ એની આધારશિલા છે. સંસ્કૃતિ ટકી રહે એની સાથે દેશ, રાષ્ટ્ર, જ્ઞાાતિ, ભાષા અને જીવન યોગ્ય રીતે ટકી રહે છે.

ભગવાન શ્રીરામના અર્ધાગિની સીતા દેવી  ભારતની સતી સાધ્વી સ્ત્રીઓમાં શિરોમણિ છે. એમને આર્ય સંસ્કૃતિની દિવ્યમૂર્તિ જ કહેવાય. એ સદ્ગુણોના ભંડાર સમા હતાં.

ઉદાત્ત વિચાર, મધુર સત્ય પ્રિય વાણી અને વિનય- વિવેકયુક્ત વર્તન એ ત્રણેય પૂર્ણ સામજસ્યપૂર્વકનું સંતુલન એમનામાં અખૂટ ભરેલું હતું. ઉત્તર રામચરિતમાં એક જગ્યાએ સીતાજીની સખી વાસંતી ભગવાન રામને કહે છે- ' અયિ દેવ ! કિં પર દારુણ : ખલ્વસિ- ' હે દેવ ! શું તમે ખરેખર નિષ્ઠર છો ?' આ સાંભળીને પતિપ્રેમપરાયણા સીતાજી બોલી ઉઠે છે.

'સખિ વાસન્તિ, કિં ત્વમેવંવાદિની ભવસિ, પૂજાર્હ : સર્વસ્યાર્યપુત્રો વિશેષતો મમ પ્રિય સખ્યા : । સખી વાસંતી ! તું આવું કેમ કહે છે ? આર્યપુત્ર (રામ) બધાના પૂજનીય છે, ખાસ કરીને મારી પ્રિય સખીના.' રામ વડે ત્યજાવા છતાં સીતા રામના વિશે એક શબ્દ પણ ખરાબ બોલતાં નથી.

એ વિશે કોઈ ફરિયાદ પણ કરતી નથી. અવતાર કાર્ય- લીલા સમાપ્ત થવાના સમયે જ્યારે એ ધરતીમાં પાછા સમાઈ જવાની તૈયારી કરે છે ત્યારે પણ એ બીજા જન્મમાં રામને જ પતિરૃપે પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરે છે.

લગ્ન સમયે કરેલી સપ્તપદીની સાત પ્રતિજ્ઞાાઓ પૂરી કરવામાં સીતાજી પૂરા ઉતર્યા હતાં. કુટુંબ રક્ષયિષ્યામિ સદા તં મઝજુભાષિણી । દુ:ખે ધીરા સુખે હૃષ્ટા દ્વિતીયે સા બ્રવીદ્વચ :।। હું કુટુંબનું રક્ષણ કરીશ. સદા મધુરભાષિણી રહીશ. દુ:ખમાં ધૈર્યવાન બની રહીશ અને સુખમાં આનંદિત રહીશ.'
મનસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે.

નાસ્તિ સ્ત્રીણાં પૃથગ્યજ્ઞાો, ન વ્રતં નાપ્યુપોષિતમ્ ।
પતિં શૂશ્રૂયતે યેન તેન સ્વર્ગે મહીયતે ।।

પાણિગ્રાહસ્ય સાધ્વી સ્ત્રી જીવતો વા મૃતસ્ય વા ।
પતિલોકમ ભીપ્સન્તી નાચરેત્કિઝિચદપ્રિયમ્ ।।

સ્ત્રીએ ના તો કોઈ યજ્ઞા કરવાની જરૃર છે કે ના તો કોઈ વ્રત- ઉપવાસ કરવાની. પતિની સેવા કરવાથી જ તે સ્વર્ગારુઢ થઈ જાય છે. પતિલોકની કામના કરનારી સાધ્વી સ્ત્રી, એનો પતિ જીવિત હોય કે મૃત એનું અપ્રિય ક્યારેય ન કરે.'

જનકનંદિની- જાનકીમાં સતીત્વનાં આ બધા જ ગુણો સમાયેલા હતા. આર્તે આર્તં ભવિષ્યામિ, સુખ દુ:ખ વિભાગિની દુ:ખમાં દુ:ખી અને સુખમાં સુખી રહી, સુખ- દુ:ખમાં એકસરખા ભાગીદાર રહ્યા.

તુલસીકૃત રામાયણમાં સંત તુલસીદાસજી કહે છે- 'ઉતરિ ટાઢ ભએ સુરસરિ રેતા । સીયરામ ગૃહ લખન સમેતા ।। કેવટ ઉતરિ દંડવત કીન્હા । પ્રભુ હિ સકુચ એહિ નહિ કછુ દીન્હા ।।

પિય હિય કી સિય જાનનિહારી । મનિમુદરી મનમુદિત ઉતારી ।। જ્યારે રામ સીતા, લક્ષ્મણ અને નિષાદ સાથે સુરસહિત પાર કરી કિનારે ઉતર્યા ત્યારે કેવટે એમને પ્રણામ કર્યા. તાપસવેશમાં હોવાથી પોતાની પાસે નિષાદને આપવા કંઈ જ નથી. એવો વિચાર આવતા ભગવાન રામને થોડો સંકોચ થયો. પોતાના પ્રિયતમના હૃદયમાં શો વિચાર આવી રહ્યો છે એ જાણનારા સીતાએ પોતાના હાથની આંગળીમાં પહેરેલી રત્નજડિત વીંટી કાઢી રામને આપી દીધી.'

સ્ત્રીઓને ઘરેણાં તો ખૂબ ગમતા હોય. એમાંય મોંઘી રત્નજડિત સુવર્ણની વીંટી વિશે તો કહેવું જ શું ? પણ પતિનો વિચાર વાંચી લઈ સીતાજીએ એમના કહ્યા વગર જ એમનો ક્ષોભ- સંકોચ દૂર કરવા એ વીંટી રામને આપી દીધી જેથી તે કેવટને તે આપી શકે. પતિના શ્રેય અને પ્રેયને જાણનારા સીતાજીનો આ સહજ ત્યાગ એમના પતિવ્રત્યને ઉચ્ચ શિખરે પહોંચાડે છે.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Post Comments