Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પયગંબર સાહેબનું અનંતકાલીન નમૂનારૃપ જીવન

મુહમ્મદ સ.અ.વ.અંતિમ નબી હતા જે એ સમયથી લઈ કયામત એટલે કે આ જગતના અંત સુધી સૌના માટે માર્ગદર્શક, આદર્શ અને નમૂનારૃપ બનાવીને મોકલવામાં આવ્યા છે

મુ હમ્મદ સ.અ.વ.અંતિમ નબી હતા જે એ સમયથી લઈ કયામત એટલે કે આ જગતના અંત સુધી સૌના માટે માર્ગદર્શક, આદર્શ અને નમૂનારૃપ બનાવીને મોકલવામાં આવ્યા છે. મુહમ્મદ સ.અ.વ. પછી કોઈ નબી, કોઈ રસૂલ કે કોઈ પયગંબર હવે આવવાના નથી.

અને આથી જ એમના પછી અલ્લાહનો સંદેશ અલ્લાહના બંદાઓ સુધી પહોંચાડવાની મહાન જવાબદારી સમયની સાથોસાથ આજે આપણા સૌની ઉપર આવી પડી છે. આ અંગે આપણે ખૂબ જ ગંભીરતાથી વિચારી તેને અદા કરવાની કોશિશ કરવાની છે. આના માટે કુરઆનની સાથોસાથ મુહમ્મદ.અ.વ.ના કથન એટલે કે હદીસો અને આપ સ.અ.વ.ની સીરતનું ખૂબ જ બારીકાઈથી અધ્યયન કરવું પડશે. આપના જીવનના એકેએક પાસાનો અભ્યાસ કરવો પડશે.

આપ સ.અ.વ.ના જીવનમાં સુલેહ-સંધિની ઝાંકી છે તો સાથે બચાવની પણ, અમન તથા શાંતિની ઝાંકી છે તો યુદ્ધની પણ, પોતાનાઓની સાથેના સંબંધો છે તો પારકાઓ સાથેના સંબંધોની વિગતો પણ જોવા મળે છે. આ ઝાંકીઓમાં જાંનિસારોના વર્તુળો છે તો સાથે જ ષડયંત્રોના ઘેરાવા પણ.. આશાઓ પણ છે અને આશંકાઓ પણ, એટલે કે માનવ- જીવનના તમામ પાસાઓ ઉપર આવરી લેતું એક એવું સંપૂર્ણ તથા સર્વગ્રાહ્ય પવિત્ર જીવન કે જે દુનિયાના અંત સુધી સમગ્ર માનવતા માટે માર્ગદર્શક, આદર્શ તથા નમૂનારૃપ.

પરંતુ કમનસીબે આજે આપણે સૌએ જે રીતે કુરઆનની તિલાવતને જ પૂરતી સમજી લીધી છે. અને કુરઆનને સમજીને પઢવા તેમજ તેમાં ચિંતન-મનન કરવાની જરૃરતને અવગણી દીધી છે, બરાબર એ જ રીતે હઝરત આયશા રદિ.ના કથનાનુસાર હરતા-ફરતા કુરઆન સમાન અને તેના સંપૂર્ણ શિક્ષણ મુજબના તાદૃશ્ય નમૂના મુહમ્મદ સ.અ.વ.ના શિક્ષણ અને સીરત સાથે પણ થઈ રહ્યું છે.

તકરીરો અને લેખો લખવાને જ પૂરતા સમજવાને બદલે આજે આવશ્યક્તા છે મુહમ્મદ સ.અ.વ.ના  જીવનના તમામ પાસાઓ ઉપર ચિંતન-મનન કરવાની અને વ્યકિતગત તેમજ સામૂહિક જીવનમાં જોવા મળતાં કે સામે આવતા પ્રશ્નો અંગે આપ સ.અ.વ.ની સીરતમાંથી માર્ગદર્શન મેળવવા માટે માનસ તૈયાર કરવાની.

જે રીતે કુરઆન આ ફરિયાદ કરી રહ્યો છે કે તેને તાકોમાં સજાવીને અને આંખોથી લગાવીને નાદાન મિલ્લત આ સમજી બેઠી છે કે તે કુરઆન હક્ક અદા કરી ચૂકી છે કે અદા કરી રહી છે, બરાબર એ જ રીતે પયગંબરે ઇસ્લામની સીરત પણ આજે શિકાયત કરી રહી છે કે તેમાં ચિંતન- મનનનું તેમજ અધ્યયનનું કાર્ય આજે એ રીતે અને એટલા પ્રમાણમાં નથી થઈ રહ્યું જેવો કે તેનો હક્ક છે.

અજમાયશોથી ઘેરાયેલ, આશંકાઓમાં સપડાયેલ તેમજ ષડયંત્રોના ઘેરામાં ઘેરાયેલ મિલ્લતે ઇસ્લામિયા માટે આજે અગાઉ કરતાં ખૂબ જ વધારે અનિર્વાય થઈ ગયું છે કે તે પોતાની તમામ સમસ્યાઓ માટે મુહમ્મદ સ.અ.વ.ની પવિત્ર જીવની તરફ એ જ તડપ અને તૃષા સાથે લપકે જે રીતે રણપ્રદેશમાં પાણીના એક ઘૂંટ માટે તરસ્યો લપક્તો હોય છે.

- હબીબ શેખ


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar

Post Comments