Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ના..કોઈ ઉમંગ હૈ..ના કોઈ તરંગ હૈ..

જીવનમાં ઉદાસીનતા, નાસીપાસ જેવી જીંદગીમાં આનંદ- ઉલ્લાસ હર્યુ ભર્યુ વાતાવરણ કે માહોલ બની રહે. તે માટે તહેવાર વહેવારનું અદકેરુ મહત્વ હોય છે. જીવનની તાસિર સમી ભાવિ પેઢી તહેવાર, ધર્માનુસાર આનંદ ઉલ્લાસ, ઉજવણી દ્વારા માનવ જીવન- ધન્યતા કે સેટિસફાય થયાની લાગણી વ્યકત કરે છે. જીવનમાં આનંદદાયી પ્રવૃત્તિ સર્વે કોઈ માનસપટ દૃશ્યમાન હોય છે. આપણામાં રહેલા દૂષણો, ત્રુટિઓ આપણા જ પ્રેરણાદાયી તહેવારો દ્વારા જરુરીપ્રેરક બળ કે ઇંઘણ પૂરું પાડતા હોય છે.

આમ જોવા જઈએ તો જીંદગીનું કંઈ જ મહત્વ હોય તો તે માનવ સમુદાયની રહેણીકરણી, વર્તણૂક, સંસ્કારિકતા, ઉત્તમ આદર્શો જે સહજતા કે સ્વાભાવિક પણે અન્ય કોઈ સ્વીકારી લે ફોલો'પ કરી શકે તે માનવસમુદાય માટે શ્રેષ્ઠતમ કે દિવ્યતા જીવનને બક્ષે છે. કોઈ પણ ધર્મની ઝાંખી કે ચિતાર પણ પ્રેરણાદાયી સંદેશો આપે છે.
 

ધર્મ- કર્મ શું હોવા જોઈએ. ધર્મ પ્રત્યેની શ્રધ્ધા- આસ્થા, વિશ્વાસ થકી સારું જગત નીતિમતા, આચાર વિચાર પ્રમાણે સુખાકારી, સંપન્ન, સંતુષ્ટ જીવન ભોગવતો હોય છે. ઉત્તમ સંસ્કારો ધર્મ પરાયણતા, શિક્ષણપ્રણાલી રહેણી-કરણી દ્વારા ઉમંગ, ઉલ્લાસનો ઉજાસ સર્વત્ર પાથરીને જીવન શ્રેયકર કે, દિવ્યતાનાં દર્શન કરે છે. ભૌગોલિક ઋતુચક્ર પણ જીવનને ઢંઢોળીને ઉમદા ઉત્સાહ ભર્યું જીવન બક્ષવાને મથતું હોય છે. જેમાં સારું જગત સફળ થતું હોય છે.

જીવન તો કૂમળા છોડ જેવું છે. જે દિશા તરફ વાળવું હોય ત્યાં વાળી શકાય છે. જીવનને સારું બનાવવાને બહુ જ મહેનત, નિષ્ઠા, તપની જરુર હોય છે. જ્યારે અધોગતિના પંથકમાં જવાને દુષ્પ્રવૃત્તિઓ- કુવિચાર, કુઆચરણ, ગર્વ, નિષ્ઠૂર વર્તણૂકથી જગત દુ:ખ, અભાવ- ગ્રસ્ત, નરકની ખાઈઓમાં જીવનને ધકેલે છે.

જે જીવન માટે કોઈ જીવ સૃષ્ટિ માટે શ્રેયકર કે કલ્યાણકારી ન ગણાય. જીવન તો એકબીજાના પાલન- પોષણ કે, પરસ્પર સુખાકારી પ્રેરણાદાયી સ્તોત્ર- વહેતો હોય, ત્યારે જ જીવન મર્મ કે જીવનસાર સમજાય, ઉત્તમોત્તમ- જન્મ એટલે માનવજન્મ એમાં નિ:સ્પૃહી, નિ:સ્વાર્થપણે, તેમજ કાર્યનિષ્ઠા સમું કારોબાર કે કારવાહી થાય તો સારા માનવ સમાજ કે સમુદાયમાં દુ:ખનું આવરણ ન રહે . એકસૂત્રીય જીવન વ્યવહાર બની રહે.

પરમાર્થી કાર્યો દ્વારા જે આનંદની અનુભૂતિ કે, અહેસાસ વ્યકત થાય છે. તે શાશ્વત અમરત્વ આનંદની અદકેરી દિવ્યતા પ્રગટે છે. '' ના કોઈ ઉમંગ હૈ. ના કોઈ તરંગ હૈ.. કયા એક કટી પતંગ હૈ..'

- પરેશ જે. પુરોહિત


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Post Comments