Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મકરસંક્રાંતિ- ઉત્તરાયણનું મહત્વ

ઉત્તરાયણના દિવસે સૌ કોઈ દાન સવિશેષ કરે છે. તેમાંય તલના લાડવામાં પૈસો મૂકી ગુપ્તદાન કરવામાં આવે છે. માણસો ગાયોને ઘાસચારો, તથા ગરીબોને અન્ન તથા વસ્ત્રનું દાન આપે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતોને ઝોળીદાન કરવામાં આવે છે.

સમગ્ર ભારત વર્ષમાં મકરસંક્રાતિ- ઉત્તરાયણનું પર્વ ઉજવાય છે અને તે પણ પ્રાચીનકાળથી પ્રવર્તમાન છે. મકરસંક્રાતિનો ઉત્સવ એ પ્રકૃતિનો ઉત્સવ છે.

સૂર્ય જુદી- જુદી રાશિઓમાં પ્રવેશ કરતો રહે છે. અને તે ક્રિયા સંક્રાંતિ કહેવાય છે.

રવે : સંક્રમળં રાશૌ સંક્રાન્તિરિતિ કથ્યતે ।

મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે મકર સંક્રાંતિ થાય. કર્ક રાશિમાં પ્રવેશ કરે ત્યારે કર્ક સંકાન્તિ થાય. ધન રાશિમાં સૂર્ય પ્રવેશે ત્યારે ધન સંક્રાંતિ થાય.

પોષ મહિનામાં સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે છે માટે આ ઉત્સવને 'મકરસંક્રાંતિ' કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય પૃથ્વીની પરિક્રમાની દિશા બદલે છે. તે ઉત્તરની તરફ ઢળતો જાય છે માટે લોકો આ સમયને 'ઉતરાયણ' કહે છે.

સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતાં ધનુર્માસની સમાપ્તિ થાય છે. આ દિવસથી કમૂરતાં પણ પૂર્ણ થતાં લગભગ એક માસથી જે શુભ કાર્યો અટકી ગયા હોય છે તે ફરી શરુ થાય છે.

આપણા શાસ્ત્રો અનુસાર શુભ કાર્યોની શરૃઆત ઉત્તરાયણના સૂર્યસંક્રમણથી કરવામાં આવે છે. મૃત્યુને પણ ઉત્તરાયણના સૂર્યમાં પવિત્ર માનવામાં આવેલું છે. બાણ શય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહે ઉત્તરાયણની પ્રતિક્ષામાં મૃત્યુને રોકી રાખ્યું હતું. તે મહાભારતમાંથી આપણને જાણવા મળે છે.

ઉત્તરાયણના દિવસે સૌ કોઈ દાન સવિશેષ કરે છે. તેમાંય તલના લાડવામાં પૈસો મૂકી ગુપ્તદાન કરવામાં આવે છે. માણસો ગાયોને ઘાસચારો, તથા ગરીબોને અન્ન તથા વસ્ત્રનું દાન આપે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતોને ઝોળીદાન કરવામાં આવે છે.

ઉત્તરાયણના દિવસે નાના મોટા સહુ કોઈ પતંગ ચગાવે છે. સમગ્ર આકાશ પતંગોથી છવાઈ જાય છે. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વમુખ વાણી જે વચનામૃત ગ્રંથ તેના વડતાલ પ્રકરણના ચોથા વચનામૃતમાં પતંગને ભગવાનની મૂર્તિની ઉપમા આપીને સમજાવ્યું છે કે,' આપણે જેમ દોરીથી પતંગને આકાશમાં ઊંચો-નીચો, આસ-પાસ ચગાવીએ છીએ તેમ મનની વૃત્તિરૃપી દોરી વડે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ સાધીને મૂર્તિ રૃપી પતંગને આકાશમાં ઉડાવતા શીખવું જોઈએ અને એવી રીતે અખંડ ભગવાનના સ્વરૃપમાં વૃત્તિ રહેવા લાગે તેથી બીજી અધિક પ્રાપ્તિ કોઈ છે જ નહીં.

અને આવી રીતે વૃત્તિ રહે તો સદાય દિવ્યાતિ દિવ્ય આનંદ વધતો ને વધતો જ રહેશે. જેથી આપણું જીવન પણ રંગબેરંગી પતંગોની જેમ જુદા- જુદા સદ્ગુણોરૃપી રંગોથી દીપ ઉઠશે અને ઉન્નત બનશે.'

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Post Comments