Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહા શિવરાત્રી : મોક્ષદાયી

જ ગત પિતા- દેવોના દેવ એવા શિવજીને બીલીપત્રો અતિવહાલાં હોય છે. આ બીલીપત્રનો મહામહિમા એટલે મહાવદ ૧૩ મહાશિવરાત્રી- એક મોક્ષદાયી રાત્રી. એક પારધીને શિવજીએ આથી જ તો જે બીલીપત્રોનો મહા-અભિષેક એક શિવલિંગ ઉપર થયેલો એ થકી મોક્ષ આપેલો તો બીજા ગંધર્વરાજ પુષ્પદંતથી નિર્માલ્ય બીલીપત્રો કચડાઈ ગયેલાં અને શિવજી ક્રોધિત થયેલા પરિણામે પુષ્પદંતની ઉડવાની અને અદૃશ્ય થવાની શક્તિઓ ક્ષીણ થઈ ગયેલી જે ત્યારબાદ પુષ્પદંતે આર્તનાદ સાથે શિવજીની માફી માંગતાં જે સ્તૃતિ કરી એ શિવ મહિમ્ન સ્તોત્ર કહેવાયું અને શિવજી ફરી પુષ્પદંત ઉપર પ્રસન્ન થયા અને તેની શક્તિ ફરીથી આપી. આમ શિવજીને પ્રિય એવાં બીલીપત્રની એક પૌરાણિક અને શિવ- પુરાણમાં દર્શાવાયેલી જે કથા છે એ અતિટૂંકમાં જોઈએ.

એક કાળે એક પારધી/ શિકારી જંગલમાં આખો દિવસ શિકાર કરવા રખડતો હતો. જે થકી પોતાનું અને પોતાના  કુટુંબનું ભરણ-પોષણ કરતો હતો એમને એક દિવસ રાત્રી પડી ગઈ છત્તાં કોઈ શિકાર ન મળતાં ખાલી હાથે ઘેર પાછા ફરવાનું એમને યોગ્ય ન લાંગતા એ એક વૃક્ષ ઉપર ચડી ગયો અને ત્યાં આખી રાત્રીએ ઉંઘ આવી ન જાય અર્થે એ વૃક્ષનું એક એક પર્ણ જુથ તોડી તોડીને નીચે ફેંકતો ગયો. એ શિકારીને ઉંઘ આવી જાય અને કદાચ શિકાર આવે અને ધ્યાનમાં ન આવે એ ઇરાદે આ જાગવા અર્થે પણ જુથ તોડતા રહેવાનું પસંદ કર્યું.

આમ થતું ગયું અને શિવજી પ્રસન્ન થતા રહ્યા ।। કારણકે એ વૃક્ષ બીલીનું હતુ અને પર્ણ જુથ (ત્રણપાનનું) શિકારી અજાણતાં જ નીચે ફેંકતો રહ્યો એ આ બીલી નીચે રહેલ શિવલિંગ ઉપર બીલીપત્રોનો અભિષેક થયેલો છત્તાં એ અભિષેક તો હતો આથી શિવજીએ એ શિકારીને મોક્ષ અપાવ્યો અને એ શુભદિન એટલે મહા-શિવરાત્રી. આમ આપણે જો ઁ નમ: શિવાયના મંત્ર સાથે સજાગ રહીને શિવજીને બીલીપત્રોનો અભિષેક કરીએ તો આપણને પણ સુંદર ફળે કે નહીં ?

આવા શિવજી જલ્દી રીઝી જાય એવા છે તો પુષ્પદંતના કિસ્સાની જેમ રૃઠી જાય તો આજીજી કરતાં પ્રસન્ન થાય. આ શિવજીના આર્ધાંગ્નિ માતા પાર્વતીનું મહત્વપણ એટલું જ છે. શિવપાર્વતીનાં કૈલાસવાસી વર્ણનો અને ભક્તિ મહાન કવિ કાલિદાસે આ શિવ- શક્તિરૃપ  અનેક રચનાઓ થકી કર્યા છે. 'દુર્ગાસપ્તશતી'માં ચંડીપાઠમાં કુંડલિની શક્તિરૃપે નિરૃપણે છે.

- જસમીન દેસઈ


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Post Comments