Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મનનું માન્યું તો મર્યા, મનને માર્યું તો જીત્યા

મન સાચે જ કલ્પવૃક્ષ છે. તેની સેવા કરીને મનુષ્ય અપાર લાભ અને અનંત પુણ્ય મેળવી શકે છે. સ્વાર્થ અને પરમાર્થ બંને તેના વડે સાધી શકાય છે. તેમજ લૌકિક સુખ અને પારલૌકિક શાંતિની ચાવી હાથમાં આવી શકે છે.હા, મનનું માન્યું તો માર્યા, મનને માર્યું તો જીત્યા

માનવીનું મન ખૂબ ચંચળ અને સંવેદનશીલ છે. તે પ્રત્યેક ક્ષણે કંઈકને કંઈક વિચારતું રહે છે. ક્યારેક તે ભૂતકાળની ઘટનાઓને યાદ કરે છે તો ક્યારેક ભવિષ્યની કલ્પનાઓમાં રમમાણ બની જાય છે. દરેક ક્ષણે તે કોઈને કોઈ વિષય પર સંકલ્પ-વિકલ્પ, ચિંતન-મનન, તર્કવિતર્કમાં અટવાયેલું રહે છે. અહીં બનતી નાની-મોટી દરેક ઘટના મનુષ્યના મન પર અસર કરે છે. આવી ઘટનાઓથી તેના મનમાં જો સકારાત્મક ચિંતન શરૃ થાય તો તેને પ્રસન્નતાનો અનુભવ થાય છે. પરંતુ જો એ સમયે તેના મનમાં નકારાત્મક ચિંતન શરૃ થાય તો તે તેના દુ:ખનું કારણ બને છે.

આમ મનુષ્યનું મન આનંદનું કારણ બને છે તેમજ વિષાદનું નિર્માણ પણ કરે છે. મન પ્રેરિત મનુષ્ય શુભકાર્યો કરે છે અને મન ચીંધ્યો મનુષ્ય અનિષ્ટ, અન્યાય અને પાપકર્મો પણ કરે છે. મન નિરંકુશ છે. મહાન યોગીઓ પણ તેને અંકુશમાં રાખી શક્તા નથી. સત્કર્મો તેમજ કુકર્મો માટે મનુષ્યનું મન જ જવાબદાર બને છે.

મન એટલે મન. તમે એને ફૂલ પર વિચરણ કરનાર પતંગિયું બનાવી દેશો તો તે તમને પરેશાન કરી મૂકશે. જો તમે તેને ઉદ્દંડ રાખશો તો તે રાતદિવસ ભટક્તું જ રહેશે. પરંતુ જો તમે એને ચિંતન કરવા યોગ્ય બાબતમાં સ્થિર રાખવાનો પ્રયત્ન કરશો તો તે તમારો સૌથી મોટો મિત્ર બની જશે. મનુષ્યનું મન જ બંધન અને મુક્તિનું કારણ બને છે.

મનુષ્યના મનની આવી સ્થિતિ છે ત્યારે તેને વિકસિત કરવાની તેમજ તેની રોગપ્રતિકારક શક્તિ વધારવાની જરૃર છે. જેથી ગમે તેવી સ્થિતિમાં પણ તેની એકાગ્રતા જળવાઈ રહે. સાથે સાથે મનુષ્યના મનમાં નિરંતર શુભવિચારો પ્રગટે અને એનું શ્રેય પોતાને તેમજ બીજાને મળે તે સારુ મનને ઘડવાની જરૃર છે. મનને ઘડવા માટે મનુષ્યે નિયમિત પણે સ્વાધ્યાય કરવો જોઈએ.  સ્વાધ્યાયથી મનુષ્યને સ્વની ઓળખ થાય છે. એટલું જ નહિ, સ્વાધ્યાય જ ધર્મ અને સંસ્કૃતિને સમજવા માટેનો સાચો દૃષ્ટિકોણ છે. આ ઉપરાંત મનુષ્યે પ્રેરણાદાયક પુસ્તકો વાંચી.

તેના પર ચિંતન- મનન કરવું જોઈએ. સત્સંગ એટલે કે સદવિચારોના સતત સંપર્કમાં રહેવું જોઈએ. અને સદવિચારોને પોતાના આચરણથી વિભૂષિત કરવા જોઈએ. આવા સદવિચારોને મનુષ્યે પોતાના મનમાં દોહરાવવા જોઈએ જેથી તેનો અભ્યાસ દૃઢ થાય. મનને સક્ષમ  બનાવવા માટે પૌષ્ટિક આહારનું પણ ખૂબ મહત્ત્વ છે. જે મનુષ્યને શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ અને ઉત્સાહી બનાવવામાં પૂરક બને છે.

શારીરિક, શ્રમ કરવાથી પણ મન નિર્મળ બને છે. સેવા, પૂજા, જપ, ધ્યાન અને પ્રાણાયામ દ્વારા પણ મનને શુભવિચારોવાળું બનાવી શકાય છે. ફળસ્વરૃપ મનુષ્યને અંત:પ્રેરણા મળે છે, તેની સમસ્યાઓનું સમાધાન થાય છે અને જીવનની વિષમતામાં આગળ વધવાનો માર્ગ મળે છે. આમ ઉપાસના અને સ્વાધ્યાયના અભ્યાસથી મન સર્વથા શાંત અને સ્થિર બને છે અને તેની શક્તિ તેમજ એકાગ્રતામાં આશ્ચર્યજનક વધારો થાય છે.

મન સાચે જ કલ્પવૃક્ષ છે. તેની સેવા કરીને મનુષ્ય અપાર લાભ અને અનંત પુણ્ય મેળવી શકે છે. સ્વાર્થ અને પરમાર્થ બંને તેના વડે સાધી શકાય છે. તેમજ લૌકિક સુખ અને પારલૌકિક શાંતિની ચાવી હાથમાં આવી શકે છે.

હા, મનનું માન્યું તો માર્યા, મનને માર્યું તો જીત્યા.
- કનૈયાલાલ રાવલ


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar

Post Comments