Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'કયાં સુધી આ જન્મ મરણનું ચક્ર ચાલુ રાખવુ છે ?'

ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું જ છે કે આ સંસારને તૂં અવિનાશી જાણ. આ શરીરનો તો નાશ થશે જ પરંતુ આ સંસારનો નાશ તો કાલાંતરે પ્રલયકાળે ભગવાન શિવજ કરી શકે છે

અ નેક જન્મોના સતકર્મોના પુણ્ય સ્વરૃપે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે નું આ હવે છેલ્લું પગથિયું છે. મારે આ જન્મમાંજ નિષ્કામ ભક્તિ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરી લઈએ. અન્યથા આપણાં સતકર્મોના ફળ સ્વરૃપે ફરી મનુષ્ય જન્મ પ્રાપ્ત થવાનો જ છે. ફરી પાછા જન્મો બાળપણ ભોગવો ભણો- ગણો યુવાનીને પ્રાપ્ત કરો ડોક્ટર બનો.

એન્જીનીયર બનો- નોકરી કરો ધંધો કરો અઢળક સંપત્તિના માલિક બનો- ગાડી બંગલા અને નોકરચાકર રાખો. સારી પત્ની મેળવો. બાળકોને જન્મ આપો. તેમને લાઈનસર કરો. બે ચાર બંગલા બનાવો સર્વપ્રકારનું સુખ પ્રાપ્ત કરો અને જીવનના ત્રીજા તબક્કામાં વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કરો.

માંદગીના બીછાને પડો. જે સંપત્તિ અને ભૌતિક સુખો મેળવવા માટે આ જીવન ખર્ચી નાખ્યુ તેજ હવે ડોક્ટર અને દવા ની પાછળ ખર્ચી નાખવાનો સમય આવ્યો. કદિ વિચાર કર્યો છે જે સુખ આ જન્મમાં મેં મેળવ્યું તે મારી ગત જન્મોના સતકર્મોની બેંક બેલેન્સ યાદ રાખો ! જે ભક્તિ કરો. ભજન કરો.

સતકર્મો કરો તે નિષ્કામ ભાવે કરી આ દેહ છોડીને બીજો દેહ ફળ ભોગવવા માટે આપણાં માટે તૈયાર જ છે. ક્યાં સુધી આપણે આ સાયકલ ચાલુ રાખશું ? ક્યાં સુધી કેટલા જન્મો સુધી જન્મવું છે ? મરવું છે ? અને આ સંસારનાં નાશવંત સુખો ભોગવવા છે ?

માટે જાગ્યા ત્યારથી સવાર. હંમેશા યાદ રાખો કે તમે કરેલા નિષ્કામ કર્મોજ તમને જન્મ- મરણના આવાગમન ચક્રમાંથી મુક્ત કરી શકે છે અન્યથા આ સાયકલ બંધ થવાની નથી. અને બીજું એ કે તમે તમારા સતકર્મો નો પ્રચાર ન કરો.

ભક્તિ હંમેશા ગુપ્ત રાખવી અને જપમાં નિષ્ઠા રાખવી. એક અભિમાન તો જીવનમાં રોજ કરવું કે ભગવાન મારા છે અને હું મારા ભગવાનનોં છું. જમણાં હાથે કરેલા કાર્યની ડાબા હાથને ખબર પણ ન પડવી જોઈએ.

આ સંસાર અવિનાશી છે. આ સંસારનો નાશ કદિ થવાનો નથી. ઘઉંનું ગોડાઉન આખું ભરેલું છે. તેમાંથી દર વર્ષે એક દાણો ઓછો થાય તો આખું ઘઉંના ઢગલા ભરેલું ગોડાઉન ક્યારે ખાલી થશે તે જોવા શું આપણે રહી સકવાનાં છીએ ? બિલકુલ નહીં.

તેવી જ રીતે આ અવિનાશી સંસારને જાણવો. ઇસ્વીસન-૧ ની શરૃઆત થઈ ત્યારે પણ  આ સંસારમાં માણસ જ હતો અને આજે ઇ.સ. ૨૦૧૮માં પણ આપણે છીએ અને ઇ.સ.૩૦૧૮માં પણ આ પૃથ્વી પર સંસારમાં માણસતો હશે જ.

ત્યારે પણ સંસારતો રહેવાનો જ છે. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું જ છે કે આ સંસારને તૂં અવિનાશી જાણ. આ શરીરનો તો નાશ થશે જ પરંતુ આ સંસારનો નાશ તો કાલાંતરે પ્રલયકાળે ભગવાન શિવજ કરી શકે છે. માટે સંતો પાસેથી આત્મસ્વરૃપનું જ્ઞાાન મેળવીને નિષ્કામ ભાવે કર્મો કરીને મોક્ષ મેળવવો એ આપણાં હાથમાં છે.

- નૈષધ દેરાશ્રી


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Post Comments