Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઊંચી ઉડાન...મારું ભવિષ્ય

ઉત્તરાયણ  પર્વે દાનનો મહિમા પણ છે, દાન એટલે બીજું કંઈ જ નહીં- પ્રારબ્ધવશાત્ તમને જે કંઈ મળ્યું છે તે તમે ભોગવો પણ વહેંચીને- થોડુંક પણ જરૃરતમંદને આપો- ચાહે દ્રવ્ય હોય, અનાજ હોય કે વસ્ત્ર હોય, આનાથી સામે લેનારને જે હૂંફ કે હાશ મળશે એ તમારૃં પરમ સત્કર્મ હશે

ઉત્તરાયણપર્વ- પતંગોત્સવ..

વર્ષમાં આવતા વિવિધ તહેવારો પાછળ એક સૂક્ષ્મ વિચારધારા- શુભ સંદેશનો તહેવારો પાછળ ઉત્તરાયણ, હોળી- ધૂળેટી, નવરાત્રી, દિવાળી જેવા તહેવારો સમયની સાથે સાથે ખૂબ દબદબાભેર ઉજવાય છે દેવ- દેવીઓ, સંત- મહંતો કે દેશમાં થઈ ગયેલ મહાન વ્યકિતઓની જન્મજયંતિ તેઓ પ્રત્યેના આદરભાવ કે પૂજયભાવ વ્યકત કરવા ઉત્સવરૃપે ઉમળકાભેર આવકારાય છે.

નાનકડી વાત હોળીની કરીએ.. હોળીપર્વ નિમિત્તે સાયંકાળે પોળના ચોકઠામાં કે સોસાયટીના ચાર રસ્તાના ચૌરાહા ઉપર લાકડા- છાણા વિ.ગોઠવી હોળી પ્રગટાવવામાં આવે છે. શાસ્ત્રોમાં તો આ પર્વનું મહત્ત્વ કે કથાઓ જે હોય તે પણ આપણા જેવા માનવીઓ માટે તેનું હાર્દ એક જ છે કે પ્રગટેલ હોળી એ અગ્નિસ્વરૃપ છે. બાળીને ભસ્મ કરી નાખવું તે પવિત્રતા પેદા કરવી એ અગ્નિદેવનો ધર્મ છે.

આજના પર્વે મિત્રો કે પરિવારજનો પ્રત્યે ક્યાંક દ્વેષ- ભાવ કે વેર- વૃત્તિ જાણતા કે અજાણતા આપણામાં છૂપાયેલા હોય તે ભાવોને હોળીમાં હોમી દો ને નિખાલસભાવે એક નવા સ્વરૃપે મિત્રો કે પરિવાર સાથે ઉપસ્થિત થાવને એની ખુશાલીમાં ધૂળેટીના દિવસે મનભરીને મિત્રો કે પરિવારજનોને અવનવા રંગો સાથે નવાજો, પાણીથી ભીંજવી નાખો. પ્રેમથી રંગાયેલા કે ભીંજાયેલા પરિવારને મિત્રો સાથે જાણે નવું જીવન જીવવું શરૃ કર્યું છે. એની પ્રસન્નતા અનુભવશો. આ છે તહેવારો પાછળની શુભ ને મંગલભાવના.

ઉત્તરાયણ ૧૪મી જાન્યુઆરીએ આવે છે, એજ દર્શાવે છે કે નવા વર્ષની મંગલ સફર હવે શરૃ થાય છે.

આ પર્વે દાનનો મહિમા પણ ગવાયો છે, દાન એટલે બીજું કંઈ જ નહીં- પ્રારબ્ધવશાત્ તમને જે કંઈ મળ્યું છે તે તમે ભોગવો પણ વહેંચીને- થોડુંક પણ જરૃરતમંદને આપો- ચાહે દ્રવ્ય હોય, અનાજ હોય કે વસ્ત્ર હોય, આનાથી સામે લેનારને જે હૂંફ કે હાશ મળશે એ તમારૃં પરમ સત્કર્મ હશે.

પતંગ ને પતંગ ચઢાવનારને જોડનાર મજબૂત દોરી છે. જીવનમાં સફળતા મેળવવા દૃઢ આત્મવિશ્વાસ (હું કરી શકીશ) ખૂબ જરૃરી છે. શરૃઆતમાં ઠપકા ખાતો પતંગ તમારી કુશળતા કે આત્મવિશ્વાસથી ઊંચે ઊડીને સ્થિર થઈ જાય છે. સફળતા મેળવવામાં સંઘર્ષો, તકલીફો કે અંતરાયો તો આવશે જ. માત્ર ને માત્ર તમારો આત્મવિશ્વાસ ને સંકલ્પબળ આગળ વધવામાં મદદરૃપ થશે.

વિકાસ કે પ્રગતિ કરનાર વ્યકિત માટે એવું વિધાન સાંભળવા મળે કે તે તો પતંગની માફક આકાશમાં વિહરે છે. સમજણ આવે પછી કિશોરથી માંડી ઉગતા યુવાનોએ એક ચોક્કસ લક્ષ્ય સુધી પહોંચવું છે ને સિદ્ધિ પ્રાપ્ત કરવી જ છે. ર્ઝ્રદ્બી ુરટ્વં દ્બટ્વઅ લક્ષ્ય તો ઊંચી ઊડાનનું જ રાખવાનું. ટોચે પહોંચ્યા પછી તેમાં સ્થિરતા ને સામ્રાજ્યને જાળવી રાખવાની જવાબદારી પણ તમારી જ રહેશે.

સફળતાનો મદ કે નશો કદાચ કોઈક ક્ષણે જમીન પર લાવી શકે છે. વૃક્ષ, ફળ કે ફૂલથી પલ્લવિત બને છે ત્યારે સહજ રીતે જ નમી પડે છે. એમ જ મંઝીલ હાંસલ થાય પછી નમ્રતાને વિવેકથી સદા ઝૂકેલા રહેવાનું છે, વધુ પડતા ટટ્ટાર થવાની જરૃર નથી. આકાશમાં અનેક પતંગો ઉડતા હોય છે તેથી આજુબાજુ ઉડતા પતંગ સાથે પેચ- ખેંચાખેંચી કે રસાકસી સર્જાતી હોય છે.

અનેક પતંગોને કાપ્યા પછી પણ આપણો પતંગ રહેતો હોય એવું બને, કપાયેલા કે હારેલા પતંગો જમીનદોસ્ત થઈ જતા હોય, આડાઅવળા ફેંકાઈ જતા હોય આ પેચ થવા એ પરસ્પર સ્પર્ધાનું પ્રતિક છે. સ્પર્ધા એટલી કટ્ટર ન બને કે જેથી ક્યારેક ફેંકાઈ જવાનો ભય સતાવે.

જીત્યાનો આનંદ આવકાર્ય છે, પણ સતત સજાગ રહેવાનું છે કે ક્યારેક આપણે પણ આવી દુ:ખદ પરિસ્થિતિમાં ન મૂકાઈએ. લખનારે શરૃઆતમાં જે કહ્યું છે કે દરેક પર્વ એક સૂક્ષ્મ સમજ કે સંદેશ આપે છે તે આટલા વિસ્તરણથીને પતંગોત્સવમાં પતંગને માધ્યમ બનાવી ઉન્નતિના શિખરે પહોંચ્યા પછી ક્યારેક સ્પર્ધામાં જીતવાની આક્રમક વૃત્તિથી કદાચ ફેંકાઈ જઇશું તો કપાયેલા પતંગની માફક કઈ દિશામાં કે કેવી હાલતમાં મૂકાવુંું પડશે એ વિચારવાનું વાચક પર છોડી દઈએ.

આમ દરેક પર્વ તેની આગવી લાક્ષણિકતા સાથે અનોખા ઉત્સવ તરીકે નવા ઉમંગ કે ઉત્સાહ સાથે આવે છે ને દરેક પરિવાર એને મન ભરીને માણે છે. આજના ફલેટ- કલ્ચરમાં પણ પોળમાં ઉજવાતો ઉત્તરાયણ- પર્વને મન ભરીને માણે છે.  પોળના ઘરો એકબીજાને અડીને આવેલા છે, વધારામાં દરેક ઘર ત્રણ કે ચાર મજલાના હોય તેથી ઉડાન માટેની ઉંચાઈ પણ મળે છે.

- શ્રીમતી કૌમુદી ડી.બક્ષી


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamacharPost Comments