Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુખ એ ઇશ્વરની'સહાનુભૂતી' છે, તો દુ:ખ એ તેનો જ 'પ્રસાદ' છે

સુખ- દુ:ખ તો આવે સંસારમાં. ચક્રની જેમ ફરતા સુખ અને દુ:ખ જીવનમાં ફર્યા કરે છે. સુખમાં હરખાવું નહિ અને દુ:ખમાં દુ:ભાવું નહિં. આવો વિદ્વાનોના શાસ્ત્રોનો અને ભક્તિનો સંદેશ છે. જે આપણે સહુએ આ મંત્ર જીવનમાં યાદ રાખીને ઉતારવા જેવો છે.

મહાભારત- ભાગવતમાં કુંતા સ્તુતિનો સંદેશ આપણને સહુને એક મોટો બોધ આપે છે. મહાભારતમાં કૌરવોને હરાવ્યા પછી પાંડવો પાસેથી જયારે ભગવાન શ્રીકૃષ્ણ વિદાય માંગે છે ત્યારે કુંતા પોતે કૃષ્ણને સ્તુતિ કરતાં કરતાં કહે છે કે 'હે ભગવાન. હું તો ઇચ્છું છું કે, અમારા જીવનમાં અવારનવાર આપત્તિઓ- દુ:ખો આવ્યા કરે જેથી શ્રીકૃષ્ણનું સતત સ્મરણ થતું રહે, અને શ્રીકૃષ્ણ જેવા અમને સહાયક બને.''

માનવ સ્વભાવ એવો છે કે તેને જયાં સુધી જીવનમાં તેને બધા સુખ પ્રાપ્ત થતા હોય ત્યાં સુધી તેને એમ જ લાગે છે કે હું જે પ્રાપ્ત કરૃં છું તે પોતાની શક્તિ, પોતાની બુધ્ધિ અને પોતાનાં કૌશલ્યથી પ્રાપ્ત કર્યું છે અને ગૌરવીત્ત તથા સ્વાભાની બની જાય છે.  તે ઇશ્વરની સહાનૂભૂતી ગણી તેનો આભાર વ્યક્ત કરવાનું ભૂલી જાય છે.

અહીં કુંતા ઇચ્છે છે કે તેને શ્રીકૃષ્ણનું સ્મરણ થતું રહે સતત આવતી રહે વિપતિ- આપતિમાં જયારે જયારે તેણે શ્રીકૃષ્ણને યાદ કર્યા ત્યારે ત્યારે શ્રીકૃષ્ણ તેની મદદે આવ્યા. દ્રૌપદિનાં વસ્ત્રા હરણમાં પણ તેણે વસ્ત્રો પૂર્યા હતા. સામાન્ય માનવી પણ હમેશાં પોતાનાં જીવનમાં જયારે આપતિ આવે અને લાગે કે તેમાંથી ઉગરવાનો કોઈ વિકલ્પ નથી ત્યારે તે છેવટે પરમાત્માને શરણે જાય છે અને પ્રાર્થના કરે છે કે હે ' પ્રભુ ! મને આ વિપતિમાંથી ઉગારો,' ઇશ્વરને જે યાદ કરે છે. ઇશ્વર તેની મદદે આવે છે. સોનું- હિરા-મોતિ- મિલ્કત એ કોઈ સાચી સંપત્તિ નથી. પરંતુ પ્રભુ સ્મરણ એજ સાચી સંપતિ છે.  સાચી સંપતિ તો હરિદર્શન છે. બીજી દરેક સંપતિ તો ઇશ્વરની માયા રૃપે છે.

ઇશ્વરનાં દર્શન- સેવા- સરળ જીવન એજ ઇશ્વરની પ્રસાદી છે. આથી જ નરસિંહ મહેતા કહ્યા કરતાં કે, 'હરિના જનતો મુક્તિ ન માંગે, માંગે નિત નિત સેવાર' કબીર જી કહેતા કે 'વો સુખ પર પત્થર પડો, જીસમેં હરિ વિસરાય. આપણે પણ સુખને ઇશ્વરની સહાનૂભૂતી સમજીને દુ:ખને ઇશ્વરનો પ્રસાદ સમજી,  કુદરત આપે જે સુખ દુ:ખ તેમાં પ્રભુ ને સ્મરણ કરતાં રહીએ અને આ લોકમાં મળેલું જીવન 'ધર્મલોક' બનાવીએ.

'સુખ સ્ય નીરં દુ:ખ, દુ:ખસ્યાન્તર  સુખ,

ચક્રવત્ પરિવર્તન્તે સુખા નિ ચ દુ:ખાનિચ ।।

- ડો.ઉમાકાંત જે. જોષી


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar

Post Comments