Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગંગા સતી એમ બોલિયાં રે...

ગંગાસતીનાં ભજનોમાં વેદ, ઉપનિષદ, ગીતા, પુરાણોનું તત્ત્વજ્ઞાાન, ઇંડા, પિંગલા, સુષુમ્ણા, મૂલાધાર, કુંડલિની પ્રાણાયમની સમજ, પરા-અપરાવિદ્યા, જન્મ- મૃત્યુ- પુનર્જન્મ- મોક્ષ- કર્મ-જ્ઞાાન- યોગ- ભક્તિનું ભગવદ્ગીતાજ્ઞાાન, દ્વૈત- અદ્વૈત- જેવું આચાર્યોનું બ્રહ્મજ્ઞાાન એક સાથે જોવા મળે છે

''વીજળીના ચમકારે મોતી પરોવવું પાનબાઈ, નહિતર અચાનક અંધકાર થાશે ''- આ ભજનપંડિત કાને પડે કે વીજળીના ચમકારની જેમ સૌના હોઠે ગંગા સતીનું નામ તુરત જ આવી જાય.

જેમ વીજળી ક્યારે થાય એ નક્કી નથી અને થાય તો ક્ષણિક થાય તેમ આ મનખા દેહનું છે માટે ભક્તિ કરી લેવી... રાહના જોવી..એક આખો ગ્રંથ જે વાત સમજાવી ન શકે તે વાત માત્ર એક લીટીમાં જ કહી નાખનાર ભજન સામ્રાજ્ઞાી સુ.શ્રી. ગંગા સતીની આજે વાત કરવી છે.

ગંગા સતીનો જન્મ આજથી ૧૭૧ વર્ષ પહેલાં ઇ.સ.૧૮૪૬માં જિલ્લો : ભાવનગર તા.પાલિતાણા, બરવાળાનદીના કાંઠે આવેલા રાજપરા ગામમાં થયો હતો. પિતા રાજપૂત, ગરાસદાર શ્રી. ભાઈજીભી જેસાજી સરવૈયા અને માતાનું નામ રૃપાળીબા હતું. પાંચ સંતાનોમાં ગંગાસતી સૌથી મોટાં હતાં. બાળપણમાં ગંગા સતીને સૌ હીરાબા નામથી બોલાવતા. ઘરમાં ભક્તિમય વાતાવરણ રહેતું હોવાથી ગળથૂથીમાંથી જ ભજનના સંસ્કારો મળ્યા. આ સંસ્કાર બીજ વટવૃક્ષ બન્યું.

અઢાર વર્ષે ઇ.સ. ૧૮૬૪માં ગંગા સતીનાં લગ્ન જિલ્લો ભાવનગર, તા.ઉમરાળા,ગામ, સમઢિયાળાના રાજપૂત ગરાસદાર કહળસંગ સાથે થયાં. સસરાનું નામ કલભા ગોહિલ અને સાસુનું નામ વખતુબા હતું. યોગાનુયોગ તો જુઓ પતિ કહળસંગ પ્રસિદ્ધ ગિરનારી સિદ્ધપુરુષ રામેતવનના પરમ શિષ્ય હતા. સોનામાં સુગંધ ભળી. ગંગા સતી પણ રામેતવનનાં શિષ્ય બની ગયાં.

ગંગાસતીની દેખભાળ માટે પિયરમાંથી વડારણ- સેવિકા ખવાસ કન્યા પાનબાઈને મોકલેલ તે પણ ભક્તિના રંગે રંગાયેલાં હતાં. જાણે કે ગંગા, યમુના, સરસ્વતીનો ત્રિવેણી સંગમ. ભક્ત- ભક્તિ અને ભગવાન- બીજું કશું નહિ.

કહળસંગ- ગંગાસતી દરબારગઢમાં રહેતાં હતાં પરંતુ ગ્રામજનોની અવિરત અવરજવરથી ભજનો ગાવામાં, સત્સંગ કરવામાં ખલેલ પડતાં ગામ બહાર એક ઝૂપડી બાંધી, ત્યાં હનુમાનજીની એક દેરી ચણી પછી ત્યાં જ ભક્તિરસના પ્યાલા છલકાવા લાગ્યા.

નિયતિ શું શું કરી શકે છે ? અહી ભજન સાધના ચાલતી હતી ત્યાં એક ભજન ગાયક ભૂધરદાસજી ભિક્ષા માગવા આવતા હતા તે અહીંનું વાતાવરણ નિહાળી કહળસંગની આજ્ઞાા મળતાં અહીં જ રોકાઈ ગયા. દોડવું હતું ને ઢાળ મળ્યો, ભાવતું હતું ને વૈદ્યે કહ્યું જેવો ઘાટ થયો. ભૂધરદાસજી ભજનો ગાતા- ગવડાવતા એ નિત્યક્રમથી કહળસંગ- ગંગાસતી- પાનબાઈ- ભૂધરદાસજી- ચાર જણની ભક્તિ ચારેય દિશાઓમાં બગીચાનાં પુષ્પોની સુગંધની જેમ ચોમેર પ્રસરાઈ ગઈ.

સમયને વીતતાં ક્યાં વાર લાગે છે ? કહળસંગને પોતાના અંતકાળની એંઘાણી મળી. જીવતે જીવ સમાધિ લેવાનો દિવસ નક્કી કરી સૌને જાણ કરી. ગંગા સતીએ પણ પતિ સાથે જ સમાધિ લેવાની હઠ પકડી પરંતુ પતિએ પાનબાઈને જ્ઞાાન આપી મોક્ષનો માર્ગ મળે તેવી સાધના કરવાની આજ્ઞાા કરી. કહળસંગે જીવતાં જ સમાધિ લઈ લીધી.

પતિની આજ્ઞાાનું પાલન કરવા ગંગાસતીએ પતિની સમાધિ બાદ બાવન દિવસ લાગલગાટ રોજ એક ભજન પાનબાઈને સંભળાવવાની નેમ લીધી. આમ આપણને સોનાની લગડી જેવાં સદાબહાર બાવન ભજનો મળ્યાં. આ ભજનોની નોંધ ભૂધરદાસજીએ કરી. બાવન ભજનોમાં સૌથી નાનું ભજન માત્ર છ લીટીનું છે અને સૌથી મોટું ભજન મોહજીત રાજાની કથા- એ ૫૦ પચાસ લીટીનું છે.

બાવને બાવન ભજનોની સરળભાષા પણ અધ્યાત્મ ઊચુંની શાખ પૂરે છે. ગંગાસતીનાં ભજનોમાં વેદ, ઉપનિષદ, ગીતા, પુરાણોનું તત્ત્વજ્ઞાાન, ઇંડા, પિંગલા, સુષુમ્ણા, મૂલાધાર, કુંડલિની પ્રાણાયમની સમજ, પરા-અપરાવિદ્યા, જન્મ- મૃત્યુ- પુનર્જન્મ- મોક્ષ- કર્મ-જ્ઞાાન- યોગ- ભક્તિનું ભગવદ્ગીતાજ્ઞાાન, દ્વૈત- અદ્વૈત- જેવું આચાયોનું બ્રહ્મજ્ઞાાન એક સાથે જોવા મળે છે.

એક એક ભજન દેશી- શુદ્ધ- ચોખ્ખા ઘીના પૌષ્ટિક લાડવા જેવું છે. જ્યાંથી પણ ચાખો ગળ્યું- સ્વાદિષ્ટ જ લાગે. આજદિન સુધી આપણે ત્યાં એવી કોઈ ભજન સ્પર્ધા થઈ નથી કે જેમાં ગંગાસતીનું એકાદ ભજન સ્થાન પામ્યું ના હોય અને એવો કોઈ ભજન ગાયક નહિ હોય જેને ગંગા સતીનું એકાદુ ભજન કંઠસ્થ ના હોય ! બાવન ભજનો લખીને ગંગા સતીએ બાવન બહાર જે છે તેનો સાક્ષાત્કાર કરાવ્યો છે. ક્કકાના બાવન અક્ષર પણ જેને સમજવા- સમજાવવા ટૂંકા પડે એ તારણહારની અભિવ્યકિત ગંગા સતીએ ભજનોમાં કરી આપણને ભગવાનની અદ્ભુત અનુભૂતિ કરાવી છે એની સાક્ષી ગંગાસતીનું આ ભજન કરાવે છે.

'લાભ લેવો હોય તો બેસો એકાંતમાં બતાવું કૂંચી અપાર ;
ઇરે કૂંચીથી બ્રહ્મનાં તાળાં ઉઘડેને લાગે ભજનમાં એક તાર,

આ બાવન ભજન ગાયા પછી ગંગા સતીએ પણ ઇ.સ. ૧૮૯૪માં માત્ર ૪૮ વર્ષની વયે જીવતાં સમાધિ લીધી અને એના ત્રણ જ દિવસ પછી પાનબાઈએ પણ સ્વેચ્છાએ પ્રાણત્યાગ કર્યો. ૧૨૩ વર્ષ પહેલાં ગંગા સતીએ ગાયેલા ભજનની આ લીટીઓ કેટલી આબેહૂબ સાચી પડી છે.

''કળજુગમાં જતી સતી સંતાશેને એકાંતમાં કરશે વાસ રે,
ધનને હરવા છળ કરશે ને નિત્ય નિત્ય નવા ગોતે લાગ રે !!

ગંગા સતીનાં શ્રેષ્ઠ ૧૦(ટોપ ટેન) ભજનો :

૧. મેરૃ રે ડગે ને જેનાં મન નો ડગે, મરને ભાંગી રે પડે ભરમાંડ રે.

૨. વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઈ નહિતર અચાનક અંધારાં...

૩. દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું રે એવું કરવું નહિ કામ રે.

૪. ભાઈ રે નાભિકમળથી પવન ઊલટાવ્યો ને ગયો પશ્ચિમ દિશામાંય.

૫. વચન વિવેકી જે નરનારી. પાનબાઈ .. તેને બ્રહ્માદિક લાગે પાય.

૬. ભક્તિ કરવી તેને રાંક થઈને રહેવું ને મેલવું અંતરનું અભિમાન.

૭. કુપાત્ર આગળ વસ્તુ ન વાવીએ, ને સમજીને રહીએ ચૂપ.

૮. ભાઇ રે ભક્તિ વિનાના ભગવાન રિઝાય નહિ રે ભલે કોટિ કરો ઉપાય.

૯. એમ તમે તમારું શીશ ઉતારો પાનબાઈ તો તો રમાડું બાવનની બહાર.

૧૦. કળજુગમાં જતીસતી સંતાશેને કરશે એકાંતમાં વાસ રે.

- પી.એમ.પરમાર


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments