Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આધ્યાત્મિક આંદોલનનું પર્વ : ઉત્તરાયણ

બધા સદ્ગુણોની ખાણ દરેકમાં રહેલા પરમાત્મા જ છે. ઉત્તરાયણના શુભ દિને ભાસ્કર મકર રાશિમાં પ્રવેશે છે. તેથી તેને મકરસંક્રાંતિ પર્વ કહે છે. આ કાળને દેવકાળ કહેવાય છે.

સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશ કર્યા બાદ ભીષ્મ પિતામહે, મહાસુદ આઠમના રોજ પોતાની ઇચ્છાથી દેહત્યાગ કર્યો હતો. તેમનું શ્રાધ્ધ સંસ્કાર કર્મ ઉત્તરાયણ કાળમાં સંપન્ન થયું હતું. મકર સંક્રાંતિના સુવર્ણ પુણ્યોદય કાળમાં પિતૃઓના આત્માને શાંતિ, નિજ આરોગ્ય સંવર્ધન તથા સર્વ હિતાર્થે તલનો ઉપયોગ છ રીતે કરવો આવશ્યક છે.

૧) તલનું ઉબટન કરવું.

૨) તલ મિશ્રણ કરેલા જળથી સ્નાન કરવું.

૩) તલ મિશ્રણ કરેલા જળનું પેય કરવું.

૪) તલનું ભોજન કરવું

૫) તલનું દાન કરવું

૬) તલનો ઉપયોગ કરી યજ્ઞા- હવન કરવાથી પાપનો વિનાશ થાય છે. જીવનમાં સર્વપ્રકારે શાંતિ- કલ્યાણાર્થે પુણ્યકાળ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પાવન ધર્મતીર્થો, પવિત્ર સરિતાઓ, પાવન કૂવામાં સ્નાન કરવાની મહત્તા પણ શાસ્ત્રમાં વર્ણીત છે.

શ્રધ્ધાળુજન જો ત્યાં ન જઈ શકે તો ભાગીરથીજળ પ્રાપ્ત કરીને કે પતિતપાવની ગંગાદેવી સ્મરણ કરીને પુણ્યસ્નાન કરવું જોઈએ. મકરસંક્રાંતિ પર્વોત્સવમાં ધ્યાન, તર્પણ, દાન, શ્રધ્ધામય, શ્રાધ્ધ, જપ કરવાં જોઈએ. ગાય અને અબોલજીવોને ચારો, તલ, ગોળ, અનાજ, ખિચડો ખવડાવીને ભૂદેવોને ગુપ્તદાન આપવું જોઈએ.

સૂર્યોપાસનાનું અનેરું મહાત્મ્ય ૧૪ મી જાન્યુ.ના રોજનું છે. પવિત્ર થઈને શુધ્ધ હૃદયથી તાંબાના કળશમાં અથવા કોઈપણ ધાતુના જળપાત્રમાં કંકુ, લાલ રંગના પુષ્પો, લાલચંદન નાખીને આદિત્યનારાયણને અર્ઘ્વ આપવો જોઈએ.

જેને કારણે તન, મન, ભાવની શુધ્ધિ થાય છે. બુધ્ધિ પ્રખર બને છે. સૂર્યના કિરણોથી રોગ પ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે. આ ૨) પાવન પર્વમાં 'આદિત્ય હૃદય સ્તોત્ર'નો પાઠ કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે.

ઋતુપરિવર્તન સાથે આપણા સ્વાસ્થ્યનું રહસ્ય છે. તલ, ગોળ, ઘુઘરી, સીંગ જેવાં પુષ્ટદાયક ખાદ્યપદાર્થો ખાવાથી શરીરને હૃષ્ટી અને પુષ્ટી પ્રાપ્ત થાય છે. આ દિવસોમાં ભોજન બાદ તલનો એકાદ લાડુ ચાવી ચાવીને ખાવાથી યાદશક્તિ તીવ્ર બને છે.

પ્રકૃતિ સાથે પરિવર્તન અને શરીરનું સમતોલન આપણામાં બુધ્ધિને તેજ બનાવવાનું કાર્ય આ પર્વમાં વિજ્ઞાાન- વિધાન પ્રમાણે સંયોજીત કરે છે. આધ્યાત્મિક આંદોલન જગાવવા ઉત્તરાયણ પર્વ સમ્યક્જ્ઞાાન બક્ષે છે. જીવનને મહાન બનાવવા માટે 'મકરસંક્રાંતિ પર્વ દિવ્યચેતના બક્ષે છે.

આભ અને અગાસીનું મિલન થાય છે ત્યારે ધરતી પોતાના પ્રિયતમને પતંગરૃપી પ્રેમપત્ર લખે છે. નાના થી મોટા બધાં જ રંગરંગીલા પતંગો, ઉજાસમય તુક્કલ આકાશમાં ઊડાડીને આનંદોત્સવ મનાવે છે. માનવીએ તો હુકારાત્મક દૃષ્ટિ રાખીને દરેક પર્વોત્સવની ગરિમા જાળવવી જોઈએ.

જો જો કપાયના પંખીઓની પાંખો,

ધારદાર દોરીને વશમાં તો રાખો...

જોઈ છે ક્યારેય ઘાયલ પંખીની આંખો ?

તેનો દેહ લોહીથી ખરડાય છે આખો..

પશુ- પંખીના જીવ બચાવી પુણ્યફળ ચાખો...

ધારદાર દોરીને વશમાં તો રાખો..

રોહિતકુમાર જોશી


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar



Post Comments