Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આંખ છીપ, અંતર મોતી- આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી

જૈન મુનિએ આપેલી શિખામણથી સંભવ મોતના મુખમાંથી બહાર આવ્યો

જે ધર્મનું રક્ષણ કરે છે તેનું રક્ષણ ધર્મ કરે છે : એક યુવકનો વિરલ અનુભવ !

સ રસ વાણી અને સુકોમળ વર્તન જીવનમાં મનોહર પુષ્પમાળાની જેમ છવાઈ જાય છે.

નાનકડા શહેરના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બરફ માટેની ફેકટરી હતી. તેજ શહેરમાં રહેતો સંભવ ગ્રેજ્યુએટ થયા પછી ક્યાંય નોકરી ન મળી એટલે બરફની ફેકટરીમાં નોકરી મેળવવા માટે પહોંચ્યો અને તે દિવસે તેનું નસીબ  સારું, નોકરી મળી ગઈ.

શેઠે તેને કહ્યું કે ભાઈ તારું કામ એકાઉન્ટ લખવાનું છે અને સાંજે જ્યારે સૌ ચાલ્યા જાય ત્યારે ફેક્ટરીમાં રાઉન્ડ મારવાનો તેમજ બધું ચેકીંગ કર્યા પછી બહાર નિકળવાનું તે પછી જ વોચમેન ફેક્ટરીને તાળું મારશે.

સંભવે કહ્યું,' હું આ કામ બરાબર કરીશ.'

સંભવ પાકો જૈન હતો. માતા- પિતાની છાયામાં અને ગુરુજનોની નિશ્રામાં સરસ સંસ્કાર પામ્યો હતો. તેની મીઠી વાણી અને સરળ વર્તનથી સૌને તેના પ્રત્યે આકર્ષણ થતું.

તેના ગામમાં આવેલા મુનિવરે તેને સમજાવ્યું કે ભાઈ મારી એક શીખામણ યાદ રાખજે. તું જ્યાંથી પસાર થાય અને જિનમંદિર જુએ તો 'નમો જિણાણં' બોલજે. કોઈ શ્રમણ ભગવંતને જુએ તો 'મત્થએણ વંદામિ' બોલજે. કોઈને મળે તો 'જય જિનેન્દ્ર' બોલજે. આટલું યાદ રાખીશ તો તારું જીવન ઉત્તમ બનશે અને સુખ તને આવી મળશે.

સંભવે એ ઉપકારી મુનિવરની વાત બરાબર યાદ રાખી.

આઈસ ફેક્ટરીમાં જે દિવસે નોકરી મળી તે દિવસે તેના શેઠને, મેનેજરને અને બહાર નિકળતા વયોવૃધ્ધ વોચમેનને જય જિનેન્દ્ર કહ્યું.

સંભવના શબ્દોએ સૌના ઉપર કામણ કર્યું.

સંભવના માતા-પિતા અને પોતે એમ ત્રણ જણનું ઘર હતું. ગામમાં નાનકડું ઘર હતું.

નોકરી મળી એટલે નાનકડા પગારની આવક થઈ. સૌ સંતોષ પૂર્વક જીવતા હતા. રોજિંદા કામો પતે એટલે એ પરિવાર ધર્મનું સ્મરણ કર્યા કરે.

સંભવના મિત્રો પણ તેના જેવા જ સંસ્કારી હતા. સંભવને સારા પુસ્તકો વાંચવાની ટેવ હતી. ક્યાંકથી સરસ પુસ્તક મળે તો લાવીને તે ઘરમાં વસાવતો.

એણે ક્યાંક વાંચેલું વચન હૃદયમાં છાપી દીધું હતું કે ' જે ઘર પુસ્તક વિનાનું છે, તે ભગવાન વિનાના મંદિર જેવું છે.' તેજે વાંચતો તેમાંથી કઈ વાક્ય ગમી જાય તો પોતાની નોટબુકમાં ઉતારી લેતો. આવા સુવાક્યોવાળી ડાયરી ખિસ્સામાં રાખતો અને જ્યારે સમય મળે ત્યારે મમળાવતો.

સવારના પહોરમાં સમયસર તે ફેકટરી પર પહોંચતો. શેઠની સૂચના મુજબ તે પોતાની ફરજ બજાવતો. સૌને તેનાથી સંતોષ હતો. ફેક્ટરીમાં આવે ત્યારે વોચમેનને તે જય જિનેન્દ્ર કહેતો અને નિકળતો ત્યારે પણ વોચમેનને જય જિનેન્દ્ર કહીને જતો.

વોચમેનને આ યુવકનું વર્તન ગમી ગયેલું. વોચમેન તેની સામે મધુર હાસ્ય વેરે. સંભવની માતાને એક દિવસ તાવ આવ્યો. તે ફેક્ટરી જઈ ન શક્યો. બીજા દિવસે તે ફેકટરી પર પહોંચ્યો ત્યારે વોચમેનને તેણે જય જિનેન્દ્ર કહ્યું. વોચમેને તેનો હાથ પકડીને પૂછયું,' ભાઈ, કાલે કેમ નહોતા આવ્યા.'

સંભવ કહે, ' મારી મમ્મીને તાવ આવ્યો હતો.'

વોચમેન કહે,' હવે સારું છે ને ?'

સમય જતા સંભવ અને વોચમેનની જુગલબંધી જામી ગઈ. સંભવ કે વોચમેનમાંથી કોઈ એકાદ દિવસ હાજર ન હોય તો એક-બીજાને ગમતું નહિ. સંભવના મીઠા વર્તનની જાણે મોહજાળ ફેલાઈ ગઈ !

તે દિવસે સાંજે બધા કર્મચારીઓ ચાલ્યા ગયા એટલે સંભવ ફેક્ટરીમાં જોવા નિકળ્યો. તે રૃમમાં બહું મોટું ફ્રિઝ હતું. સંભવ તેની અંદર જોવા ગયો અને શું બન્યું કે સમજાયું નહિ. ફ્રિઝનો દરવાજો બંધ થઈ ગયો !
સંભવની ચીસ નિકળી ગઈ.  તે સમજયો કે મારું જીવન પૂરૃં થયું !

વોચમેન પોતાની જગ્યાએ બેઠો હતો. ફેક્ટરી બંધ કરવાની રાહ જોતો હતો. સંભવ બહાર નિકળે અને જય જિનેન્દ્ર કહીને જાય તેની તેને આદત પડી ગઈ હતી. પણ રે ! આજે સંભવ બહાર કેમ ન આવ્યો ?

વોચમેને યાદ કર્યું. સંભવ આજે આવ્યો તો છે જ ! વોચમેનને મનમાં થયું,' કેવો સરસ યુવક છે !' પણ હજું તે બહાર કેમ ન આવ્યો ? વોચમેન લાકડી લઈને ફેક્ટરીમાં ગયો. અંદર જોયું તો કોઈ ન મળે !

વોચમેન ચિંતામાં પડી ગયો. તેણે ફેક્ટરીમાં બીજો રાઉન્ડ માર્યો. કોઈ ન દેખાયું ! વોચમેનની ચિંતા વધી. તેણે મોટા ફ્રિઝવાળો રૃમ બંધ જોયો અને અંદરની લાઈટ ચાલુ જોઈ. તે ભડક્યો. તેને થયું કે નક્કી સંભવ અંદર છે અને બારણું બંધ થઈ ગયું છે.

તે દોડયો, બહારથી મોટો હથોડો લઈને આવ્યો. ફ્રિઝની રૃમનું બારણું તોડી નાખ્યું.
સંભવ બહાર આવ્યો !

સંભવ વોચમેનના પગમાં પડી ગયો.
વોચમેનની આંખોમાંથી પણ આંસુની ધાર ચાલી.

સંભવ કહે, ' ગુરુ મહારાજે આપેલી શિખામણે મને જીવતો રાખ્યો !'
જે ધર્મનું રક્ષણ કરે છે, તેનું રક્ષણ ધર્મ કરે છે.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Post Comments