Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દીપોભવ

સાચા ગુરુની ઓળખ તો આ રહી જે આપણાં જીવનમાં પ્રકાશ પ્રસરાવી દે ! માત્ર લુખ્ખી વાતોથી નહીં, નક્કર સાક્ષાત અનુભવ થવો જોઈએ. કોઈ તંત્ર મંત્ર નહીં, પૂજા- પાઠ નહીં, પરંતુ સરળ અને સહજતાથી જીવનમાં જ્ઞાાનનું અજવાળુ પાથરી દેવું અતિ આવશ્યક બને છે.!

માનવ હંમેશા પ્રકાશ તરફ આકર્ષિત રહેવાનાં પ્રયાસો કરતો આવ્યો છે. અંધકારથી દૂર રહેવાનું જ ઇચ્છયું છે. ભારતીય સંસ્કૃતિમાં પણ મૂળ મંત્ર રહ્યો છે- ' તમસો મા- જ્યોતિર્ગમય' અંધકારમાંથી પ્રકાશ પ્રત્યે લઈ જવાનું કહ્યું છે. એક વખત અંધકારે બ્રહ્માંજીની પાસે આવીને તેમણે સૂર્ય સામે ફરિયાદ કરી. પોતાની સુરક્ષા માટે માગણી કરી, ત્યારે બ્રહ્માજીએ તેમને પૂછયું,' ભલા તને સૂર્યથી શું ખતરો છે ? ત્યારે અંધકારે કહ્યું,'સૂર્ય મને ક્યાંય સ્થિર થવા દેતો નથી ! તેનાં કારણે મારે સ્થિર બનવાનું મુશ્કેલ બન્યું છે. મારાં અસ્તિત્વ પર જોખમ ઉભું થયું છે ! બ્રહ્માજીએ સૂર્યને બોલાવ્યો અને કહ્યું,' હું જાણું છું કે તૂં શક્તિશાળી છે ! મને એ પણ ખબર છે કે તૂં તારી શક્તિનો દૂરુપયોગ કરી રહ્યો છે ! બીચારાં અંધકારે તારું શું બગાડયું છે ?

તું તેમને શાં કારણે સંતાપ આપે છે ? આ સાંભળતા સૂર્ય, સ્તબ્ધ થઈ ગયો. કેમકે તેમણે તો આ નવી હકીકત સાંભળી ! તેમણે કહ્યું, ' પ્રભુ ! તમો જે કંઈ નિર્ણય કરશો તેને હું માન્ય કરીને પાળીશ. પરંતુ મારો અપરાધ શું છે ? તમો કહો છો કે હું અંધકારનો નાશ કરવાના પ્રયાસ કરું છું ! તમો કહો છો તેમ મેં આજ સુધી કદીપણ આ અંધકારને જોયો નથી ! તમો તેમને મારી સમક્ષ બોલાવી અને નિર્ણય કરો ! બ્રહ્માજીએ અંધકારને આદેશ આપ્યો કે તે સ્વયમાં ઉપસ્થિત રહીને તેમની સમસ્યા દર્શાવીને સૂર્ય સાથે સમાધાન કરે ! પરંતુ અંધકારમાં આટલી હિંમત ન હતી કે તે સૂર્ય સમક્ષ ઉભો રહી શકે !

જે પ્રકારે અંધકાર સૂર્યનો સામનો કરી શક્તો નથી. બરાબર આ રીતે જ જ્ઞાાનની સમક્ષ અજ્ઞાનનું કંઈ જ મહત્વ રહેતું નથી, કે સામનો કરી શક્તું નથી...અંધકાર અને અજ્ઞાાનનું કંઈ જ મહત્વ રહેતું નથી. સંત મહાત્માઓએ કહ્યું છે કે આપણાં જીવનમાં જ્ઞાાનનો પ્રકાશ લાવો. કેમકે અંધકારભર્યુ જીવન જીવવાનો અર્થ છે.. દુઃખ, શંકા અને ભ્રમનાં મહાસાગરનાં થપેડા ખાતા... રહેવાનું. ભગવાન બુધ્ધે પણ કહ્યું છે. ' અપદીપોભવ' એટલે કે તમે જ દીપ બનો ! કેવો દિપક ! પ્રજ્જવલિત દીપક ! કેમકે દીપક એ છે જે અજવાળું આપે છે. જે અજવાળું આપી શક્તો નથી. તેને દીપક કહી શકાય નહીં.

આપણે સૌ એ મંદિરના દીપક છીએ. જેમાં આપણાં પ્રભુ નિવાસ કરે છે.પણ આ કેવી વિટંબણા છે કે આપણે દીપક હોવાં છતાં અંધકારભર્યુ જીવન જીવી રહ્યાં છીએ. જેમ દીવાસળી દ્વારા તેલનાં દીવાને પ્રગટાવી શકાય, તેમ સાચાં ગુરુદેવનાં જ્ઞાાનથી આપણાં જીવન રૃપ દીવાને પ્રજ્જવલિત કરી આપે છે. લોકો કહે છે કે ગુરુની આપણને જરૃર નથી. એ તો એવી વાત થઈ કે બીજ રોપ્યાં વગર વૃક્ષ કેમ ઊગે ? એથી જ કહેવાય છે. 'ગુરુ વગર જ્ઞાાન ન હોય ! આ સાક્ષી આપણાં વેદ-પુરાણો આપે છે. ગુરુ વગર જ્ઞાાન પ્રાપ્ત થતું નથી. સાચા ગુરુની ઓળખ તો આ રહી જે આપણાં જીવનમાં પ્રકાશ પ્રસરાવી દે ! માત્ર લુખ્ખી વાતોથી નહીં, નક્કર સાક્ષાત અનુભવ થવો જોઈએ. કોઈ તંત્ર મંત્ર નહીં, પૂજા- પાઠ નહીં, પરંતુ સરળ અને સહજતાથી જીવનમાં જ્ઞાાનનું અજવાળુ પાથરી દેવું અતિ આવશ્યક બને છે.!
- લાલજીભાઈ જી.મણવટ

Post Comments