Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભીતર ભીનો સાદ

પરમપિતા પરમાત્માએ આપણને બુધ્ધિ આપી છે. જેનાથી આપણે સારા નરસાનો વિચાર, વિવેક અને વ્યવહારો થકી આપણને સ્નેહ, હેત, પ્રેમ, દયા, ભાવના માનવતા અને સહિષ્ણુતા જેવા અમૂલ્ય ગુણો અને સમજણ પ્રાપ્ત થયાં છે. આપણું જીવન અનેક પાસાંઓમાંથી પસાર થઈ રહ્યું છે. જીવનચક્ર હંમેશા ફરતું જ રહે છે. જીવનનાં પાસાં બદલાતા રહે છે. સૌના દિવસો એક સરખા રહેતા નથી. સિંહ સ્વભાવે હિંસક છે. તે કદી અહિંસાનો વિચાર ન કરે. કારણકે તેની પાસે સારા નરસાનો વિચાર કરવાની બુધ્ધિ નથી. ગાય માતા કદી હિંસા ન કરે. તે કોઈનો શિકાર ન કરે. તે માત્ર સાત્વિક આહાર લે છે. મનુષ્ય સિવાયના અન્ય જીવાત્માઓ સ્વભાવ પ્રમાણે જીવે છે. તેમને વિશેષ જ્ઞાાનની, વિચારની કે સમજણની જરૃર નથી. તેઓ પોતાના મર્યાદિત અને પ્રાકૃતિક વિચારોથી જીવે છે અને મૃત્યું પામે છે.

શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું છે કે તુ જ તારો મિત્ર છે. તુજ તારો દુશ્મન છે. ઘણી બાબતોમાં આપણે આપણો વિચાર અને સ્વભાવ બદલીએ છીએ ત્યારે તેની પાછળ ચોક્કસ કારણ હોય છે. અને તે સંજોગો અને પરિસ્થિતિ. માનવી એક એવું રમકડું છે કે તેને સંજોગોના  ઇશારે નાચવું પડે છે. સંજોગો કે પરિસ્થિતિની વિરૃધ્ધ કાર્ય કરનાર માનવી નિષ્ફળ બને છે. વિરૃધ્ધ વિચારો તેને નિષ્ફળતા તરફ લઈ જાય છે છેવટે માનવી પોતાનો જ દુશ્મન બને છે. તેનો ક્રોધ, અશાંતિ અને ગુસ્સો તેને સફળતાથી દુર રાખે છે. પરિણામે તે નકારાત્મક વલણવાળો બની નિષ્ફળ બને છે. અસંખ્ય દુર્ગુણો વધતા તેનું જીવન નાસીપાસ બને છે. તટસ્થ વિચાર અને અડગ મનોબળ ન હોવાથી તે સરળ અને સફળ જીવન જીવી શક્તો નથી. મહામૂલ્યવાન મનુષ્ય અવતાર અર્થહીન બને છે. ફેરો ફોગટમાં જાય છે.

સકારાત્મક, સાત્વિક અને ધાર્મિક ગુણો, વિચારો અને સદાચાર આપણને પરમાત્મા સમીપ લઈ જાય છે. આત્માની ઓળખ કરાવે છે. ઘણીવાર આપણે આપણા વિચારો અને કાર્યમાં સંમત થઈએ છીએ ત્યારે આપણે બોલીએ છીએ કે આ કાર્ય કે વિચાર કરવામાં મારો અંતરાત્મા ના કહે છે. ક્યારેક આપણા જીવને શિવ સમજાવે છે. તે માટે આપણું વશમાં હોવું જરૃરી છે તો જ આપણાં વિચાર, વાણી અને વર્તન બદલાતાં જીવન બદલાશે. આવા પવિત્ર જીવાત્માઓ નરમાંથી નારાયણ બની પૂજાય છે.

અનેક આત્માઓને પોતાના જ્ઞાાનનો પ્રકાશ થતાં અજ્ઞાાનના અંધારા દૂર થાય છે. જેમ દીવે દીવો પ્રગટે તેમ જ્ઞાાનગંગાનો પ્રવાહ વધતાં અનેક આત્માઓ સદ્માર્ગે સદાચારના પંથે વળશે. ત્યારે આપણે સમજવું જોઈએ કે કુદરતે આપણને ભેટ સ્વરૃપે આપેલ બુધ્ધિ અને જીવન ખૂબ જ શ્રેષ્ઠ અને મૂલ્યવાન છે તથા ઘણા જન્મો બાદ મનુષ્ય અવતાર સર્વ અવતારોમાં શ્રેષ્ઠ છે. ખરેખર આપણે જ આપણા મિત્ર છે. દુશ્મન પણ છે. આપણે જ આપણા ગુરૃ છે. શિષ્ય પણ છે. આત્માનો અવાજ એટલે ભીતરભીનો સાદ.. પરમાત્માનો અવાજ ...
- ભગુભાઈ ભીમડા

Keywords ,Bhitar,Wet,sad,dharmlok,12,july,2018,,

Post Comments