Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નવપદને ધારણ કરનારનાં ધારેલાં સઘળાં કાર્યો સફળ થાય છે !

શ્રી પાળકુમારના જીવનમાં પહેલી જ વાર એક નવીન ઘટના સર્જાઈ. અગાઉ એના સાહસ, સૌંદર્ય અને સદ્ગુણોથી આકર્ષાઈને રાજકુમારીઓએ એની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ દલપત્તન નગરના ધરાતલ રાજાની પુત્રી શૃંગારસુંદરીએ તો એવું નક્કી કર્યું હતું કે જે યોગ્ય રીતે સમસ્યાપૂર્તિ કરશે એની સાથે લગ્ન કરશે. જૈન ધર્મમાં દૃઢ આસ્થા ધરાવનારી જિનેશ્વર પ્રભુની ઉપાસિકાએ વિચાર્યું કે સામેની વ્યકિત એણે રજૂ કરેલા એક પદમાં આગળ બીજાં ત્રણ પદ ઉમેરશે, તેના પરથી તેમનો સ્વભાવ, ધર્મશ્રધ્ધા અને સમભાવને ઓળખી શક્શે.

દલપત્તન નગરની બહાર તૈયાર કરેલ સભામંડપમાં શ્રીપાળ પ્રવેશે છે અને જયારે રાજકુમારી શૃંગારસુંદરી પોતાની સખીના મુખે સમસ્યાનું પદ કહેવાશે તેમ કહે છે, ત્યારે શ્રીપાળ પણ કહે છે કે એ સમસ્યાની પૂર્તિ આ પૂતળું કરશે. અને પહેલી સખી પ્રશ્ન કરે છે, ' મણવંછિયફૂલુ હોઈ' (મનવંછિત ફલ હોઈ). આનો અર્થ એ હતો કે મનથી ઇચ્છેલાં સઘળાં કાર્યો થાય.

હવે પૂતળાના મસ્તક ઉપર શ્રીપાળે હાથ મૂક્યો અને પૂતળાએ કહ્યું,
'અરિહંતાઈ નવપય, નિય મણું ધરઇ જુ કોઈ ;
નિચ્છઇ તસુ નરપસેહરહ, મણવંછિય ફલુ હોઈ.'

' જે કોઈ પણ માણસ અરિહંત વગેરે નવપદને પોતાના મનમાં ધારણ કરે છે, તે પુરુષોમાં મુકુટ સમાન પુરુષને મનમાં ધારેલાં સઘળાં કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે.'
પછી બીજી સખી વિચક્ષણા બોલી કે, ' અવર મ ધંખહુ આલુ' (બીજી આળપંપાળ ઝંખો નહી) કુમારના હાથથી પવિત્ર થએલું પૂતળું બોલ્યું,

'અરિહંત દેવુ સુસાહુ ગુરુ, ધમ્મઉ દયા વિસાલુ,
મંત્તુત્તુમ નવકારુ પર, અવર મ ઝંખબુ આલુ.'

' દેવમાં શ્રી અરહિંત દેવ, ગુરુમાં ઉત્તમ સાધુ એ ગુરુ, અને દયા સહિત વિશાળ એવો ધર્મ તથા મંત્રમાં નવકાર મંત્ર એ ઉત્તમ છે, તે સિવાય બીજું આળપંપાળ ન ઝંખો કે ઇચ્છો.'
પછી ત્રીજી સખી પ્રગુણા બોલી કે, ' કરિ સફલુ અપ્પાણ' (પોતાના આત્માને સફળ કર) પૂતળાએ જવાબ આપ્યો,

'આરાહિય ધુરિ દેવગુરુ, દેહિ સુપત્તિહિંદાણ ;
તવ સંજમ ઉવયાર કરિ, કરિ સફલુ અપ્પાણ.'

'પહેલાં દેવ અને ગુરુની આરાધના કરીને, પછી સુપાત્રે દાન દેવું જોઈએ, અને તપ, સંયમ તથા પરોપકાર કરીને પોતાના આત્માને સફળ કરવો જોઈએ.'
ચોથી સખી નિપુણા બોલી, ' જિત્તઉ લિહિઉ નિલાડિ' (જેટલું ભાગ્યમાં હોય, તેટલું મળે ) પૂતળાએ જવાબ આપ્યો,

'અરિ મન અપ્પઉ ખંચિ ધરિ, ચિંતાજલિ મ પાડી,
ફલ તિત્તઉ પરિ પામીયઈ, જિત્તઉ લિહિઉં નિલાંડિ.
'
' અરે મન ! તું આત્માને ખેંચીને વશમાં રાખ અને ચિંતારૃપી જાળમાં તેને પડવા દઈશ નહિ, કારણ કે જેટલું ભાગ્યમાં લખેલું હોય છે, તેટલું જ ફળ પ્રાપ્ત થાય છે.'
પછી પાંચમી દક્ષા નામની સખી બોલી કે, ' તસુ તિહુઅણ જણદાસ' (ત્રણે  લોકના લોકો દાસ થાય ) પૂતળાએ જવાબ આપ્યો,

'અત્થિ ભવંતર સંચિઉ, પુન્નુ સમગ્ગલુજાસુ ;
તસુ બલ તસુ મઇ તસુ સિરિ, તસુ તિહુઅણ જણદાસ.'

' જે માણસે પાછલા ભવોમાં સમસ્ત પ્રકારનું પુણ્ય ઉપાર્જન કરેલું છે, તે માણસને બળ, બુદ્ધિ અને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. અને ત્રણે જગતના લોકો તેના દાસ થઈને રહે છે.'
રાજકુમારી શૃંગારસુંદરી બોલી કે, 'રવિ પહેલાં ઉગંત' સૂર્ય ઉગે તે પહેલાં ઉદય પામે છે ) પૂતળાએ જવાબ આપ્યો,

'જીવંતા જગ જસ નહીં, જસ વિણ કાંઈ જીવંત ;
જે જસ લેઈ આથમ્યા, રવિ પહંલાં ઉગંત.'

'જીવતાં છતાં પણ જેનો જગતમાં યશ નથી, તેવા જીવો યશ વિના જીવે તો એ શું ? પરંતુ જે જીવો યશ મેળવીને આ જગતમાંથી અસ્ત પામ્યાં છે- મરણ પામ્યાં છે, તે યશસ્વી જીવો સૂર્યના ઉગ્યા પહેલાં ઉદય પામે છે- તેઓના નામનું સ્મરણ સૂર્યોદય પહેલાં કરવામાં આવે છે.'

આ રીતે શ્રીપાળકુમારે સમાન સખીઓની સમસ્યા સારી રીતે પૂર્ણ કરી અને શૃંગારસુંદરીએ પોતાની પાંચ સહેલીઓ સહિત શ્રીપાળ સાથે લગ્ન કર્યા.

ગોચરી
ક્રોધ કરનાર માણસ વિનાશને આગ્રહભર્યું તેડું મોકલે છે. ક્રોધ એટલે વિનાશ તરફ લઈ જતી કેડી. ક્રોધને કારણે બે વ્યકિત વચ્ચે કડવાશ જાગે છે અને એ કડવાશ મીઠાં સંબંધોમાં ઝેર ઘોળે છે. આથી ક્રોધને કાબૂમાં રાખવો જોઈએ. કંટ્રોલ વગરનો ક્રોધ પેટ્રોલ જેવો છે. જે ખુદ બળે છે અને બીજાને પણ દઝાડે છે.
- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ

Post Comments