Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અધિક માસનું માહાત્મ્ય આધિકસ્ય અધિકં ફલં ।।

દેવોને પણ પ્રિય એવા અધિક માસ એટલે કે પુરૃષોત્તમ માસનો પ્રારંભ તા.૧૬મી મેથી થઈ રહ્યો છે. પ્રથમ જેઠ માસ અધિક માસ છે. તથા બીજો જેઠ નીજ છે. આ વર્ષે તા ૨૪/૫ ના રોજ કમલા એકાદશી છે. તા. ૧૩ મી જુને અધિક માસ પુરો થશે.

પુરૃષોત્તમ માસને સ્વયં ભગવાને તેમનાં નામ સાથે જોડયો છે. અધિક માસનો મહિમા અનોખો છે. અધિક માસમાં કરેલું દાન- પુણ્ય, સંકિર્તન, સ્નાન, પુજા-પાઠ અધિક ફળ આપે છે. પિતૃઓની કૃપા પ્રાપ્તિ માટે પણ અધિકમાસ શ્રેષ્ઠ છે.

આપણે ત્યાં સામાન્ય રીતે પંચાગ પ્રમાણે હેમંત ઋતુથી વસંતના પૂર્વાર્ધ સુધીમાં એટલે કે કારતક થી ફાગણ સુધીમાં અધિક માસ આવતો નથી. ચૈત્રથી આસો સુધીમાં જ વચ્ચે અધિક માસ આવે છે. અધિક માસનું બીજું નામ મલમાસ પણ છે અને તેથી જ શુભ કાર્યો મલ માસમાં થતાં નથી. સૂર્ય ભગવાને પણ આ માસનો સ્વીકાર કર્યો નથી. તેથી તે મલ માસ ગણાય છે.

અધિક માસમાં શુભ કાર્યો વર્જીત છે. તેથી તે દુ:ખી થઈને પ્રભુ વિષ્ણુને શરણે જાય છે. અને પોતાને અશુભ ગણવામાં આવે છે. તેથી ચિંતિત થાય છે. પ્રભુ પાસે કૃપાની માગણી કરે છે. અન્ય માસના સ્વામી દેવો છે. પરંતુ અધિક માસના સ્વામી સ્વયં પૂર્ણ પુરૃષોત્તમ છે તેથી તે પુરૃષોત્તમ માસ તરીકે ઓળખાય છે.

અધિક માસમાં વિષ્ણુનું સ્મરણ અનેક રીતે ફળદાયી છે. અધિક માસમાં ગીતાજી, જ્ઞાાનેશ્વરી ગીતા, શ્રીમદ્ ભાગવત્નો પાઠ- પારાયણ કરવાનું ખુબ જ મહત્વ છે. વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવાથી પણ શુભ તત્વોની પ્રાપ્તિ થાય છે.

પુરૃષોત્તમ માસમાં ભાવિકોએ સત્ય બોલવું, સત્પ્રવૃતિ કરવી, સારા ગ્રંથોનું વાંચન કરવું તથા દેવ દર્શન કરવાનો અલૌકિક મહિમા છે. જરૃરિયાત મંદ લોકોને પુસ્તકો, દવા, કપડાં કે જોડા, છઠ્ઠી, પલંગ ઇત્યાદિ પણ આપી શકાય છે. પુરૃષોત્તમ માસમાં આવતી એકાદશી વૈભવ તથા કીર્તિમાં વધારો કરનારી હોય છે. ઉપવાસ કરીને કે ફલાહાર કરીને સત્યનારાયણ દેવની પુજા અર્ચના કે સ્તુતિ કરવાથી પણ મનોકામનાની પૂર્તિ થાય છે.

અધિક માસમાં ભક્તોએ કેટલાક નિયમો પણ પાળવા પડે છે, ભોજનમાં ઘઉં, ચોખા, મગ, જવ, વટાણા, તલ, કાકડી કેળાં, કેરી, ઘી, સુંઠ, સિંધવ તથા આંમળાં ખાવાથી બાકીના સમયમાં શારીરિક વ્યાધિ કે દર્દો રહેતાં નથી અને જો ડુંગળી, રાઈ, ગાજર, મુળા- મસુરની દાળ, લસણ, કોબીજ, ફલાવર, રીંગણાનું સેવન કરવામાં આવે તો શારીરિક વિકારોનો ભોગ બને છે.

આ માસમાં મૌન, કે ઓછું બોલવુ, સંયમ, પવિત્રતા, શુદ્ધવિચાર, ઇશ્વર આરાધના, તીર્થયાત્રા, નદીસ્નાન અવશ્ય કરવાં જોઈએ. જો આખો માસ શક્ય ન હોય તો અગિયારસ, પુનમ, બારસ, આઠમ, અમાસ આટલા દિવસો પણ શ્રદ્ધાપૂર્વક નિયમો પાળવામાં આવે તો પણ અવશ્ય તાણની પ્રાપ્તિ થાય છે. દાન, પુણ્ય, વ્રત, ઉપવાસ તીર્થયાત્રા થકી જીવનના અમુલ્ય દિવસો સુધારી શકાય છે.

અધિક માસ ભગવાન શ્રી વિષ્ણુ તથા શ્રીકૃષ્ણને પ્રિય છે. તેમ અન્ય દેવોને પણ પ્રિય છે. પુરૃષોત્તમ માસમાં સહુ કુટુંબીજનો પરિવારજનો કે મંડળોએ સાથે મળીને મંત્ર જાપ ધુન- ભજન, કીર્તન, નામસંકીર્તન કરવાથી જીવન ધન્ય બને છે. ઘી કે તેલનો દીવો, ધુપ, અગરબત્તી કરીને તુલસી પુજન કરવાથી પણ તુલસીની કૃપા ઉતરે છે.

ઘણા લોકો આ દિવસો દરમિયાન મંદિરોમાં સેવા આપવા જાય છે. ભગવાનનાં વસ્ત્રો કે વાઘા બદલાવવા, મંદિરમાં સફાઈ કરવી, પુજાનાં વાસણો ઘસવાં , નવાં તોરણો, રોશની લગાડવી વિ. તથા કેટલાક લોકો હોસ્પિટલમાં દર્દીઓને વિવિધ રીતે ઉપયોગી થઈને પણ સેવા આપી શકે છે.

પુરૃષોત્તમ માસમાં તિથિ અનુસાર દાન કરવાનો તથા પીપળાને પાણી પાવાનો પણ મહિમા છે. દાનમાં, શંખ, ઘંટી, ઘાસ, ખારેક, ચણા, મગ, ગોળ, ચંદન, કેસર, માણેક, રત્ન, મોતી, કાંસું કે સોનું આપી શકાય છે. પુરૃષોત્તમ માસમાં પવિત્રતા જાળવવી, સ્વચ્છતા રાખવી, ઘોંઘાટ ન કરવો, ચટાઈ પર નીચે સુવું આ બધું પણ થઈ શકે છે. પુરુષોત્તમ માસની પ્રવૃત્તિઓથી જીવન ધન્ય બને અને મોક્ષની પ્રાપ્તિ થાય તેવા પ્રયત્નો સહુ કરે તેવી પ્રાર્થના છે. જય પુરૃષોત્તમ દેવ ! અધિક માસનો અધિક લાભ ઉઠાવીએ તે જ આજના સમયની માગ છે.
- ભરત અંજારિયા

Post Comments