Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અય માહે રમઝાં ! અલવિદાઅ !

ઇનસાનિયત માટે અમર અને અંતિમ સંદેશના આગમનનો આરંભ આ પવિત્રમાસ દરમ્યાન થયો હતો, એટલે જ તો એ મહિનાઓમાં મુગટમણિ તરીકે એ ઇસ્લામી પંચાંગમાં અગત્યનું અને સર્વોચ્ચ સ્થાન ધરાવે છે.

અલ વિદાએ હે માહે રમઝાં, અલ વિદાઅ !

જુમઅતુલ વિદાઅ !

રમઝાનુલ મુબારકનો આખરી જુમ્આ ! વર્ષમાં માત્ર એક માસ માટે આવતા અને અખૂટ બરકતો સાથે લાવતા આ મોંઘેરા મહેમાનને વળાવવા માટેનો છેલ્લો દિવસ !

મસ્જિદે- મસ્જિદે માનવ મહેરામણ હિલોળે ચઢયો છે. મસ્જિદની ઇમારતો, સેહનો, બરામદા વગેરે ખીચોખીચ ભરાઈ ગયા છે. તંબૂઓ ખૂટી પડયા છે. સડકો પર પણ માણસો જ માણસો દેખાય છે. લૂના ગરમ વાયરા અને સૂરજના સીધા કિરણોથી તેઓ પરેશાન નથી.

તેમના દેહમાંથી પાણીનું ટીપેટીપું શોષી લે એવા ઉગ્ર તાપમાં તેઓ બેઠા છે, એટલા માટે કે આજે આ મોંઘેરા મહેમાનને સમૂહ વિદાય આપવાનો આ છેલ્લો જુમ્આ છે. આવતા  જુમ્આ સુધીમાં તો આ મોંઘેરો મહેમાન તેનાથી ૧૧ માસના લાંબા પ્રવાસે રવાના થઈ ચૂક્યો હશે.

ફરી એક કાળચક્રના વિમાને બેસીને અહીં પાછો આવશે ત્યારે એને આજે વિદાય કરનારાઓમાંના કેટલાક તેને સત્કારવા માટે આ દુનિયામાં બાકી નહીં રહ્યા હોય, તેઓ પોતે પણ અહીંથી વિદાય થઈ ગયા હશે !

પોતાના સર્જનહાર સમક્ષ જઈને તેમણે એ નેકીઓનું ઇનામ મેળવ્યું હશે જે તેઓ દુનિયામાં કરતા હતા. ખાસ કરીને તે નેકીઓનું તો અનેકગણું ઇનામ તેમને એ માલિકે આપ્યું જ હશે, જે તેમણે આ બરકવંતા માસ દરમ્યાન કરી હશે,
પરંતુ પોતાના જીવનમાં આ મુબારક માસને સત્કારવાની એક વધુ તક મેળવવાથી હવે તેઓ વંચિત થઈ ગયા. જે કાંઈ તેમણે મેળવી લીધું એ જ તેમની મૂડી બની. બાકીનું અનંત જીવન તેમણે પોતાના એ વળતર ઉપર જ વિતાવવાનું છે.
બરકતવંતો આ માસ તો નાની- નાની નેકીઓનું પણ એટલું મોટું વળતર અપાવે છે કે માનવીનો નેકી કરવાનો ઉત્સાહ અપ્રતિમ થઈ જાય છે. પરંતુ આજે નેકીઓનો કદરદાન આ મુબારક માસ વિદાય થવા આવ્યો છે.

કુરઆને કરીમ જે માસમાં નાઝિલ થવાનો આરંભ થયો એ પણ આ પવિત્ર રમઝાન માસ જ હતો.

પયગમ્બરો અનેક આવ્યા છે. કોઈ કોમ, કોઈ પ્રજા, કોઈ વિસ્તાર એવો નથી, જ્યાં અલ્લાહ તઆલાની દોરવણી મુજબનું જીવન વિતાવવાનું શિક્ષણ આપવા માટે પયગમ્બરો ન પધાર્યા હોય, અપવાસ, ફાસ્ટ, રોઝા, સૌમ વગેરે અનેક નામે ઓળખાતો અને ખાવા-પીવા પર એક અથવા બીજા પ્રકારનો અમુક સમય સુધી પ્રતિબંધ મૂક્તો ઇબાદતનો. આ પ્રકારની દુનિયાની અનેક પ્રજાઓમાં પ્રચલિત છે.

પોતાની સૃષ્ટિના વિસ્તારને પોતાના પેટની આસપાસથી જરાય આગળ- પાછળ થવા નહીં દેનારાઓને આ ઇબાદત દ્વારા જણાવવામાં આવ્યું છે કે માત્ર પેટ અથવા શારીરિક જરૃરતોથી આગળ પણ બીજી વાતો છે. જેણે શરીર આપ્યું, એ શરીરને જરૃરિયાત આપી અને એ જરૃરિયાતને સંતોષવા માટેના સાધનોનું સર્જન કર્યું છે. તેણે એ જરૃરિયાતને સંતોષવા માટે અને આ દુનિયામાં જીવવા  માટે એક જીવન - પંથ પણ ચીંધ્યો છે. એ જીવન પંથ અપનાવીને જ સુખ અને શાંતિભર્યું જીવન આ ધરતી પર સ્થાપિત કરી શકાય છે.

ઇનસાનિયત માટે અમર અને અંતિમ સંદેશના આગમનનો આરંભ આ પવિત્રમાસ દરમ્યાન થયો હતો, એટલે જ તો એ મહિનાઓમાં મુગટમણિ તરીકે એ ઇસ્લામી પંચાંગમાં અગત્યનું અને સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. આજે તેની વિદાયની ઘડીઓ આવી પહોંચી છે.

આ અહેસાસ અને આ ભાન જ લોકોને બીજી બધી વાતોથી બેપરવા બનાવી રહ્યો છે. રમઝાનને અલવિદા કહેવા માટે મોસમની સખતી અને અંગત અગવડોને અવગણીને તેઓ અહીં એકત્ર થયા છે. ૧૧માસ માટે તેઓ આજે તેને અલવિદાઅ કહી રહ્યા છે, પરંતુ જ્યારે ફરી રમઝાનુલ મુબારક પધારશે ત્યારે તેને સત્કારવા માટે કોણ હશે અને કોણ નહીં હોય તેની કોને ખબર છે ?

અલવિદાઅ, અય માહે રમઝાં અલવિદાઅ !

- હબીબ શેખ

Post Comments