Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એક શાસ્ત્ર... એકો દેવો દેવકી પુત્ર

બાળ શ્રી વલ્લભાચાર્યજી પોતાની માતા સાથે દક્ષિણની યાત્રાએ નિકળ્યા હતા. માર્ગમાં જગન્નાથ મંદિરમાં પધાર્યા. રાજાએ બાળ બ્રહ્મચારીને સમ્માનપૂર્વક સભામાં પધરાવ્યા. જગન્નાથ મંદિરમાં આપશ્રીએ આપના અગાથ પાંડિત્ય અને અલૌકિક પ્રતિભાનો પરિચય આપ્યો.

ઓરિસ્સા રાજ્યમાં આવેલ પૂરી શહેરમાં ભગવાન જગન્નાથનું વિશ્વવિખ્યાત મંદિર આવેલું છે. જગન્નાથ શબ્દનો અર્થ જગતનો સ્વામી થાય છે. આ મંદિર હિંદુઓના ચાર ધામમાં એક ગણાય છે. આ વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર છે. આ મંદિરની વાર્ષિક રથયાત્રા વિશ્વ પ્રસિધ્ધ છે.

એક સમયે પૂરીમાં મહારાજા ગજપતિ પુરુષોત્તમ રાજ કરતા હતા. રાજા ઘણા જ ધાર્મિક પ્રકૃતિના હતા. રાજાએ જગન્નાથ મંદિરમાં પંડિતોની સભા બોલાવી હતી. આજની સભામાં પુછાયેલા પ્રશ્નો અનોખા અને અદ્વિતીય હતા. રાજા સ્વયં સભામાં ઉપસ્થિત રહેવાના હતા. જગન્નાથ મંદિરમાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો જિજ્ઞાાસુઓ પણ મંદિર તરફ વળ્યા હતા.

પંડિતોની સભામાં ચાર પ્રશ્નો મુકાયા.
૧) મુખ્ય શાસ્ત્ર કયું ?
૨) મુખ્ય દેવ કોણ ?
૩) મુખ્ય મંત્ર કયો ?
૪) મુખ્ય કર્મ શું ?
ઉપરોક્ત પ્રશ્નો પર ઘણો વાદવિવાદ થયો. બધા પોત-પોતાનો મત દર્શાવી રહ્યા હતા. પરંતુ સર્વસંમતી સાધી શકાતી નહોતી.

બરાબર એજ સમયે બાળ શ્રી વલ્લભાચાર્યજી પોતાની માતા સાથે દક્ષિણની યાત્રાએ નિકળ્યા હતા. માર્ગમાં જગન્નાથ મંદિરમાં પધાર્યા. રાજાએ બાળ બ્રહ્મચારીને સમ્માનપૂર્વક સભામાં પધરાવ્યા. જગન્નાથ મંદિરમાં આપશ્રીએ આપના અગાથ પાંડિત્ય અને અલૌકિક પ્રતિભાનો પરિચય આપ્યો.

રાજાની વિનંતીથી આપશ્રીએ ભક્તિમાર્ગને અનુસરતા પોતાનો નિર્ણય જણાવ્યો. મોટાભાગના પંડિતોએ આ નિર્ણયની પ્રશંસા કરી. પરંતુ કેટલાક વિતંજ્ઞાવાદી પંડિતો પોતાના નિર્ણયને જ સર્વસંમત મનાવવાનો હઠાગ્રહ કરવા લાગ્યા. અને તેઓએ શ્રી વલ્લાભાચાર્યજીના નિર્ણયનું પ્રમાણ માંગ્યું.

તેથી આચાર્યશ્રીએ કહ્યું:
' રાજન ! આ સભામાં પયાર્થવાદ ચાલતો નથી. માટે શ્રી જગન્નાથજી પાસે આનો નિર્ણય કરાવો.
ત્યારે શ્રી વલ્લભાચાર્યજીની પ્રાર્થનાથી ઉપરના ચાર પ્રશ્નો તામ્રપત્ર પર લખી શ્રી ભગવાન જગન્નાથના ચરણોમાં મુકી દીધા. પછી કોરો કાગળ, શાહીનો ખડિયો, લેખીની વગેરે મંગાવી મંદિરમાં મુકી શ્રી જગન્નાથજીને નિર્ણય આપવા પ્રાર્થના કરી. બહારથી મંદિરના દ્વાર બંધ કરી દીધા, થોડીવાર પછી દ્વાર ખોલવામાં આવ્યા. સૌના આશ્ચર્ય વચ્ચે શ્રી જગન્નાથજીએ પોતાના હસ્તાક્ષર સાથે પ્રમાણપત્ર આપી દીધું. શ્રી મહાપ્રભુજીએ પોતાનો નિર્ણય પહેલા કહ્યોે હતો તેજ કાગળ પર લખાયેલો જોયો

એક શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ્
એકો દેવોં દેવકી પુત્ર એવ ।
મંત્રોસ્યકસ્તસ્ય નાનામિ યાનિ,
કર્માપ્યેંક તસ્ય દેવસ્થ સેવા ।।
અર્થાત્:
૧) દેવકી પુત્ર ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કહેવાયેલી 'શ્રીમદ્ ભગવદ ગીતા' જ એકમાત્ર શાસ્ત્ર છે.
૨) દેવકી નંદન ' શ્રીકૃષ્ણ' જ એકમાત્ર 'દેવ' છે
૩) એ ભગવાન 'શ્રીકૃષ્ણ' નું નામ જ મંત્ર છે.
૪) અને ભગવાન 'શ્રીકૃષ્ણ'ની સેવા જ એકમાત્ર કર્મ છે.

શ્રી વલ્લભાચાર્યજીની આ પ્રતિભા બધા વિદ્વત્તજનોએ નતમસ્તક કરી સ્વીકારી લીધી
અને તે માટે જ બધા પંડિતો શ્રી વલ્લભાચાર્યજીને તેમના અસાધારણ જ્ઞાનના કારણે બાલ સરસ્વતી કહેવા લાગ્યા.

Post Comments