Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખાણ માફિયા પર નજર

નવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી 2017, બુધવાર

૭૦ સભ્યોની ઉત્તરાખંડ વિધાનસભા માટે ૬૯ બેઠકોનું મતદાન થવાનું છે, (એક ઉમેદવારનું મૃત્યુ નિપજ્યું છે) ત્યારે બધાની નજર ખાણોના માફિયાઓ પર છે. રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે આ ચૂંટણીમાં આ માફિયાઓ મહત્ત્વનો ભાગ ભજવશે. તે માટે જ તેમને ફુલવા-ફાલવા દેવાયા હોય છે. પૂર્વે ભાજપ અને કોંગ્રેસ બન્નેએ તેના પર પ્રતિબંધની વાત કરી હતી પણ કંઈ કર્યું નથી. ખાણના આ માફિયાઓ બધા પક્ષો સાથે રાજકીય સંબંધો ધરાવતા હોય છે, તેમ તેઓનો મત છે.

કટોકટનો જંગ
ઉત્તરાખંડમાં કટોકટનો ચૂંટણી જંગ છે. ૨૦૧૨ની ચૂંટણીમાં કોંગ્રેસને ૩૨ બેઠકો મળી હતી તો ભાજપને ૩૧, બસપાને ત્રણ બેઠક મળી હતી તો અન્ય પક્ષોને ચાર જંગમાં ઉભેલા ઉમેદવારો પૈકી ૯૧ સામે ફોજદારી કેસ ચાલી રહ્યા છે. જેમાં સૌથી વધુ કેસ ધરાવતાં ઉમેદવારોની સંખ્યા ભાજપમાં (૧૯) છે. ભાજપે ઘણાં પક્ષ પલ્ટુઓને પણ ટિકિટ ફાળવી છે.

જવાનોના મત કોને ?
ઉત્તરાખંડમાં ૭૫ લાખ મતદારો પૈકી ૩૦ ટકા યુવાનો સુરક્ષા દળોમાં છે. હવે સવાલ એ થાય છે કે તેઓ કોને મત આપશે ? પણ તે પૈકીના ઘણા સાથે અવાર-નવાર થતી ચર્ચામાં એ બાબત સામે આવી છે કે તેઓ ઉમેદવારના આધારે મતઆપશે. પક્ષના આધારે નહીં.

અખિલેશ ૨૦૧૨ જેવું વાતાવરણ સર્જશે ?
ઉ.પ્રદેશની ચૂંટણીના બીજા તબક્કામાં ૬૭ બેઠકો માટે મતદાન થશે. અખિલેશના પક્ષે આ વિસ્તારમાં ૨૦૧૨માં સૌથી વધુ (૩૪) બેઠકો પર જીત મેળવી હતી. બસપાને ૧૮, ભાજપને ૧૦ અને અન્યોને પાંચ બેઠકો મળી હતી. હવે બધાની નજર કોંગ્રેસ, સ.પા. ગઠ બંધન પર છે. તે આ ચૂંટણીમાં સારો દેખાવ કરશે કે નબળો ?

શશિકલા પ્રકરણમાં ભાજપ ખુશ
શશિકલાને સુપ્રીમે સજા ફટકારતા ભાજપ ઉપરથી દુઃખી અંદરથી રાજી છે. ભાજપના સૂત્રોના મતે શશિકલાના પતિ નટરાજન કોંગ્રેસની નજીક હતા. તમિલનાડુ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી વેળા ભાજપ માટે મહત્વનું રાજ્ય સાબિત થાય તેમ છે. તે સંજોગોમાં કોઈ કોંગ્રેસના નજીકના વ્યક્તિના હાથમાં રાજ્યનું શાસન હોય કે પ્રભાવ હોય તેવું ભાજપ ન ઈચ્છે તે સાહજીક છે.

ઉમા માટે ભારે તનાવ
ભાજપના નેતા ઉમા ભારતીએ આગરામાં એક સભામાં દાવો કર્યો હતો કે ૨૦૦૩-૦૪ દરમિયાન જ્યારે તેઓ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે બળાત્કારીઓને પ્રજા તરફથી પીડા, સજા થવા દેવાનો હુકમ કર્યો હતો ! પણ નેશનલ ક્રાઈમ રેકોર્ડના આંકડા પરથી એવું સાબીત થયું છે કે તેમના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન મધ્ય પ્રદેશમાં સૌથી વધુ (૨૭૩૮) બળાત્કાર થયા હતા.

- ઇન્દર સાહની
Keywords dilli,ni,vat,16,february,2017,

Post Comments