Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિલ્હીની વાત

કલમ ૩૫ એનો દુરૃપયોગ?

કલમ ૩૫ એનો દુરૃપયોગ?
નવી દિલ્હી, તા. 12 સપ્ટેમ્બર, 2017, મંગળવાર

કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંઘે જમ્મુ અને કાશ્મિરની ચાર દિવસની મુલાકાત દરમિયાન ત્યાંના લોકોને કલમ ૩૫-એ તથા કલમ-૩૭૦ બાબત કેન્દ્ર, કાશ્મિરી પ્રજાની મરજી વિરૃધ્ધ નહિ વર્તે એવી ખાતરી આપીને એ લોકોના દિલ જીતી લીધાં છે. જાણીતું છે કે ઉપરોક્ત કલમની જોગવાઇ દ્વારા કાશ્મિરી પ્રજાને, બાકી ભારતીયો કરતાં આગવા વિશેષાધિકાર મળે છે. રાજનાથસિંઘે કાશ્મિરી પ્રજાને આપેલી ખાતરી એ રીતે મહત્વપૂર્ણ બને છે કે એક બિનસરકારી સંગઠન (એનજીઓ) એ કલમ ૩૫ એને રદ કરવા માટે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે, જેનો જવાબ આપવા કોર્ટે કેન્દ્રને જણાવ્યું છે આ અરજીમાં જણાવાયું છે કે દેશના અન્ય ભાગોમાંથી કાશ્મિરમાં જઇને વસેલા હોય એવા લોકો ત્યાં મિલકત ખરીદવા માગતા હોય, સરકારી નોકરી મેળવવા માગતા હોય કે સ્થાનિક ચૂંટણીમાં મતદાન કરવા બાબતે  ભેદભાવયુક્ત નીતિ અપનાવવામાં જમ્મુ-કાશ્મિર સરકાર કલમ ૩૫ એ અને કલમ ૩૭૦ નો દુરૃપયોગ કરે છે. હવે તમામ આંખો, દિવાળી પછી ઉપરોક્ત અરજી વિષે સુનાવણી હાથ ધરાશે એ દિવસ ભણી મંડાઇ છે.

કાઉન્ટર એફિડેવિટ ફાઇલ કરો
જમ્મુ-કાશ્મિરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ રાજનાથ સિંઘની બાંયધરીને આવકારીને ઉમેર્યું છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાનની ખાતરીથી કલમ ૩૫-એનો વિરોધ હવે લાંબા સમય સુધી શાંત રહેશે. જો કે કેન્દ્રે કલમ ૩૫ એને બચાવવા માટે સુપ્રિમ કોર્ટમાં કાઉન્ટર એફિડેવિટ ફાઇલ કરવી જોઇએ એમ સૂચવતા ઓમરે ઉમેર્યું છે કે એ કાર્યવાહી રાજનાથ સિંઘની ખાતરીને દીર્ઘજીવી બનાવશે.

પાંચ 'સી' કમાલ કરશે?
રાજનાથ સિંઘે કાશ્મિરની મુલાકાત દરમિયાન પાંચ 'સી' ની ફોર્મ્યુલા આપી છે આ પાંચ 'સી' માં કમ્પેશન (કરૃણા) કોમ્યુનિકેશન (સંવાદ), કોન્ફિડન્સ (આત્મવિશ્વાસ), કો-એક્ઝિસ્ટન્સ (સહ અસ્તિત્વ) અને કન્ઝિસ્ટન્સી (સાતત્ય)નો સમાવેશ થાય છે. કાશ્મિરના નિરીક્ષકોના મતે સમય જ આ પાંચ 'સી'ના ટકાઉપણાનું મૂલ્યાંકન કરશે. ગૃહપ્રધાન ત્યાં સુધી કહ્યું છે કે શાંતિના છોડ કરમાઇ ગયા નથી. એને લીલી કૂંપળો ફૂટી રહી હોવાનું જોઇ શકાય છે.

રૃઠે- રૃઠે નીતિશ- ઉધ્ધવ
રાજકીય વર્તુળોમાં ચર્ચાતો સવાલ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ એમના મુખ્ય સાથીદારો એવા બિહારી મુખ્ય પ્રધાન અને જેડી (યુ) અધ્યક્ષ નીતિશ કુમાર અને શિવસેનાના વડા ઉધ્ધવ ઠાકરેને ક્યાં સુધી રીસાયેલા રાખશે? બંને નેતાઓ તાજેતરનાં કેબિનેટના પુનર્ગઠનના દિવસથી અકળાયેલા છે. નીતિશના પક્ષ જેડી (યુ)ને કેન્દ્રના પ્રધાન મંડળમાં સામેલ જ કરાયો નથી. જયારે શિવસેનાને એક પદ ઓછું ફાળવાયુ છે. સેનાના મુખપત્ર ' સામના'માં આક્ષેપ કરાયો છે કે મોદી-શાહ, એનસીપીની નજીક સરકી રહ્યા છે. શિવસેના ત્યાં સુધી કહી રહી છે કે મોદીએ, શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેને એમના પ્રધાન મંડળમાં કેબિનેટ કક્ષાનું પ્રધાનપદું ઓફર કર્યું હતુ.

નીતિશ અને નવી ચૂંટણી
નિષ્ણાંતો કહે છે કે બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર હવે લાલુપ્રસાદ યાદવના નેતૃત્વમુક્ત આરજેડી જૂથમાં પાછા વળી શકે એમ નથી. પરંતુ મોદી- શાહથી નારાજ થયેલી નીતિશ ઇ.સ. ૨૦૧૯માં આવી રહેલા લોકસભાની ચૂંટણીમાં શ્રેષ્ઠ દેખાવ કરવા માટે એડીચોટીનું જોર લગાવી શકશે. પરિણામે શાહનું, સંસદીય બેઠકોના સંદર્ભે ' મિશન ૩૫૦' મુશ્કેલીમાં મૂકાઇ રહે.

ભાજપની નવી ચિંતા
તજજ્ઞાો કહી રહ્યા છે કે ભાજપે જેડી (યુ ) અને શિવસેના સાથે કરેલા વ્યવહારથી આજે ના તો ભાજપ કે ના તો યુપીએમાં રહેલાં પક્ષોના નિર્ણય પર અસર પડી શકે. આનું કારણ એ છે કે ભાજપે સંકેત આપી દીધો છે કે પોતે સાથી- પક્ષોની આસપાસ ફરશે નહિ, એમ તજજ્ઞો માને છે.
- ઇન્દર સાહની

Keywords delhi,ni,vaat,

Post Comments