Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યોગીના પગલાથી સન્નાટો

- દિલ્હીની વાત

યોગીના પગલાથી સન્નાટો
નવી દિલ્હી, તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

ઉ.પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ભરેલા કેટલાક પગલાએ ઘણાના ભવાં સંકોચાયા છે. જ્યારે પુષ્પ ઓક્સિજન ફર્મ સામે ફરિયાદ નોંધીને દરોડા પાડવામાં આવ્યા છે. આ કંપનીએ ઓક્સિજનનો પુરવઠો અટકાવી દેતા ગોરખપુરની બી.આર.ડી. હોસ્પિટલમાં છેલ્લા છ દિવસમાં ૬૩ બાળકોના મૃત્યુ નિપજ્યા હતા. જોકે હોસ્પિટલ સામે કોઈ પગલાં લેવાયા નથી. યોગીએ ૯ ઓગસ્ટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી ત્યારે આ મુદ્દે મૌન સેવાયું હતું. હોસ્પિટલ સત્તાવાળાઓએ તેમને ઓક્સિજનની તંગી અંગે શા માટે જણાવ્યું નહીં હોય ?

ચીફ મેડિકલ ઓફિસરની સ્પષ્ટતા
સૌથી આઘાત આપે તેવી બાબત તો ચીફ મેડિકલ ઓફિસરે રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ પ્રકારે થતા મૃત્યુમાં કોઈ નવી બાબત નથી. રોજ ૧૦થી ૧૨ બાળકોના મૃત્યુ થતા જ હોય છે. આમ કહી તેમણે આ બાબતને હળવી પાડવા પ્રયાસ કર્યો હતો. તેમના મતે ઓક્સિજનની કોઈ તાણ હતી જ નહીં પણ એવી જાણકારી મળી છે કે છેલ્લા બે દિવસથી અત્યાર પર્યન્ત ઓક્સિજનની પાઇપ લાઈન હજી બંધ છે.

કુંભકોણમ ઘટનાની યાદ
ગોરખપુરમાં નાના બાળકોના મૃત્યુએ ૨૦૦૪માં કુંભકોણમમાં થયેલી આગ કરૃણાંતિકાની યાદ આપી છે. જેમાં શાળાના ૯૪ બાળકોના મૃત્યુ નિપજ્યા હતા. ૧૩ વર્ષ બાદ આ દુર્ઘટનાના તમામ ૧૦ આરોપીઓને મુક્ત કરી દેવાયા છે. તેને ન્યાયતંત્રમાં ન્યાયની સૌથી મોટી મજાક ગણવામાં આવે છે. એવી દહેશત સેવવામાં આવે છે કે ગોરખપુરની વિભિષીકામાં જવાબદારો પણ એક દિવસ આરામથી છુટી જશે કે પછી પકડાશે જ નહીં અને પોલીસ તેવી કંપનીઓમાં કચરા પોતા કરનારાઓને પકડી તેની સાથે ઉભા રહી ફોટા પડાવશે અને ઈન્ટરવ્યુ આપશે જે 'સચ'ના નામે આખો દિવસ લોકોના માથા પર ઘણની જેમ ફટકારાશે.

નીતીશનો જદયુ, વિધિવત્ એન.ડી.એ.માં જોડાશે
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ વડાપ્રધાન મોદીને તેમજ ભાજપ વડા અમિત શાહને ગઈકાલે દિલ્હીમાં મળ્યા હતા. એવી ધારણા બંધાઈ રહી છે કે જદયુનો નીતીશના પ્રભાવ હેઠળનો હિસ્સો વિધીવત્ એન.ડી.એ.માં ભળી જશે.

વાંદરા અને સાપનું પણ દિલ્હી વિધાનસભામાં અતિક્રમણ
દિલ્હી વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે એક વાંદરો સુરક્ષા દળોને ચકમો આપી વિધાનસભામાં પ્રવેશી ગયો હતો. ગઈકાલે કાર્યવાહી શરૃ થતા પૂર્વે બે સાપને પકડવામાં આવ્યા હતા. જોકે જે સાપ પકડાયા તે કણા જેવા, નાના હતા. જ્યારે મોટો સાપ બહાર જ ફરે છે. તેમ એક કર્મચારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું. હાલ ધારાસભાનું સત્ર પૂર્ણ થતા ધારાસભ્યોમાં રાહતની લાગણી ફેલાઈ છે.

- ઈન્દર સાહની

Keywords delhi,ni,vaat,

Post Comments