Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિલ્હીની વાત

હિન્દુવાદ અને ત્રાસવાદ

હિન્દુવાદ અને ત્રાસવાદ
નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી, 2018, ગુરૂવાર

'હિન્દુવાદ અને ત્રાસવાદ' શબ્દે જ્યાં ચૂંટણી યોજાવાની છે તે કર્ણાટકમાં ભારે વિવાદ ખડો કર્યો છે. ઉ.પ્ર.ના મુખ્યપ્રધાન આદિત્યનાથે કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારામૈયાના હિન્દુ હોવા અંગે બેંગાલુરુની સભામાં સવાલ ઉઠાવ્યો તો પક્ષના વડા અમિત શાહ હોડાલકેર શહેરમાં યોજાયેલી તેમની સભામાં એક ડગલું આગળ વધ્યા અને તેમણે સિદારામૈયા સરકારને હિન્દુ વિરોધી સરકાર કહી.

હિન્દુત્વના ત્રાસવાદી
જો કે ભાજપ- સિદારામૈયા વચ્ચે શાબ્દિક જંગ એ પછી વકર્યો જ્યારે સિદારામૈયાએ ભાજપના નેતાઓને હિન્દુ ત્રાસવાદી કહ્યા તેમણે ભાજપ, સંઘ અને બજરંગદળના નેતાઓને ઉર્ગામી કહ્યા. કન્નડ ભાષાના આ શબ્દનો અર્થ થાય છે અંતિમવાદી, ભાજપ મુખ્ય પ્રધાન સામે બદનક્ષીનો કેસ કરવા વિચારે છે.

હિન્દુત્વ વિરુદ્ધ ટીપુ સુલતાન
યોગી આદિત્યનાથે ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવા તેમજ ટીપુ સુલતાનને બદલે હનુમાનની જયંતિ ઉજવવા પણ આહ્વાન કર્યું. પણ મુખ્ય પ્રધાને જવાબ આપ્યો કે, 'હું કર્ણાટકની ધરતીનું સંતાન છું. કોની જયંતિ ઉજવવી તેનો મને સારી રીતે ખ્યાલ છે.'

રાહુલની મંદિર દોડ યથાવત્
કોંગ્રેસ તેના 'મૃદુ હિન્દુત્વ'નો કર્ણાટકમાં પણ ફરી ઉપયોગ કરવા માંગે છે. રાહુલ ગાંધીની મંદિરોની મુલાકાતની આખરી રૃપરેખા પક્ષની ટોચની નેતાગીરીની ૧૩ જાન્યુઆરીએ યોજાનારી બેઠકમાં તૈયાર થશે. પક્ષના આંતર વર્તુળોના મતે રાહુલ તેમના પ્રવાસના પ્રથમ તબક્કામાં મૈસુર, બેંગાલુરૃ અને બેલ્લારી જશે.

બળાત્કાર વિરોધી (રેપ પ્રુફ) 'અંડરવેઅર'
નિર્ભયા પરના બળાત્કાર પરથી છ વર્ષ વીતી ગયા છતાં પણ મહિલાની સુરક્ષા એક મોટો સવાલ બની રહ્યો છે. પણ એક સારા સમાચાર એ પણ છે કે ઉ.પ્ર.ની એક છોકરીએ બળાત્કાર વિરોધી 'અંડરવેઅર' વિકસાવ્યું છે. કેમ કે તે બળાત્કારીને ઝડપી લેવા માટે પોલીસ અધિકારીઓ માટે જી.પી.એસ. પ્રણાલિ બની રહે તેમ છે. તેવો (શોધક) તેનો દાવો છે.

મહેબુબા માટે આઘાત
જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તિએ કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે મજબૂત રજૂઆત, હિમાયત કરી પણ તેમના જ પક્ષ પી.ડી.પી.ના એક નેતાએ ત્રાસવાદીઓને 'સ્થાનિક ભાઈઓ' કહીને તેમના નિવેદનને ધૂળમાં મેળવી દીધું.

ગડકરી વિરુદ્ધ નેવી
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ વિકાસમાં અડચણો પેદા કરવા માટે નૌકાદળ પર પ્રહારો કર્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, દક્ષિણ મુંબઈમાં નૌકાદળના જવાનોને ક્વાર્ટર્સની ક્યાં જરૃર છે ? તેમણે ઉમેર્યું હતું કે, નૌકાદળની હંમેશા એ માનસિકતા રહી છે કે, વિકાસ કાર્યોમાં અંતરાયો (હર્ડલ્સ) ઉભા કરવા.

સૌની નજર સુપ્રીમ પર
દેશભરની ૧૧૦૦ જેટલી કેન્દ્રીય શાળાઓમાં દિવસના પ્રારંભે તમામ વિદ્યાર્થીઓ જે પ્રાર્થના કરે છે જે સંસ્કૃતમાં હોય છે તેને હિન્દુત્વ સાથે સાંકળીને તેમાં બંધારણનો (બિનસાંપ્રદાયિકતા) ભંગ થતો હોવાનો દાવો મધ્યપ્રદેશના વિનાયક શાહે પોતાની અરજીમાં કર્યો છે તેઓ મધ્યપ્રદેશના વતની ચે અને તેમના સંતાનોએ કેન્દ્રીય વિદ્યાલયમાંથી સ્નાતકની ડીગ્રીઓ પ્રાપ્ત કરી છે.

- ઇન્દર સાહની

Keywords delhi,ni,vaat,

Post Comments