Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રૃપેરી પડદે મહિલા પોલીસ અધિકારીઓનો રૃઆબ

દ્રશ્યમ  (૨૦૧૫)  :
આ સિનેમામાં  અભિનેત્રી તબુએ ગોવાની કઠોર પોલીસ  અધિકારી  મીરા દેશમુખનો  રોલ કર્યો  છે.  તે પોતાના લાપત્તા પુત્રને શોધવાની  તપાસમાં  અજય દેવગમના  પરિવાર પર જુલમ કરતા પણ નથી ખચકાતી. વાસ્તવમાં  તેનો પુત્ર જ અજય દેવગણની  દીકરીને શારીરીક સંબંધ બાંધવા બ્લેકમેલ કરતો  હોય છે.  જો કે જ્યારે તબુને પોતાના દીકરાના કરતૂતોની જાણ  થાય છે  ત્યારે તે પોતાના વર્તન બદલ અફસોેસ કરીને  પતિ સાથે લંડન રવાના થઈ જાય છે.

ઝખ્મી ઔરત  (૧૯૮૮) :
 આ  ફિલ્મમાં  એક પોલીસ અધિકારીને   સામૂહિક બળાત્કારનો    શિકાર બનાવવામાં આવે  છે.   પરંતુ તેને  ન્યાય  નથી મળતોે.  છેવટે તે મહિલાઓની  એક ગેંગ તૈયાર કરે છે જે બળાત્કારના આરોપીઓને નપૂંસક  બનાવી દે છે. અભિનેત્રી ડિમ્પલ કાપડિયાએ  તેમાં પોલીસ અધિકારીની  ભૂમિકા  ભજવી  હતી.

- સમય: વેન  ટાઈમ સ્ટ્રાઈક્સ (૨૦૦૩)  :
 આ થ્રિલરમાં  સુસ્મિતા  સેન એક સિરિયલ કિલરના  કેસમાં  તપાસ અધિકારી  હોય   છે. 'એસીપી માલવિકા' ના  રોલમાં તે ત્રણ હત્યાઓના કનેક્શનનો અંદાજ લગાવી  લે છે અને હત્યારો કોેણ   છે એ પણ  શોધી કાઢે  છે.  આમ છતાં તે પોતાનતી ૧૦   વર્ષની દીકરીને આ હત્યારા (જેકી શ્રોફ)ના હાથથી નથી બચાવી શકતી.  છેવટે  વહાલસોઈ  પુત્રીની હત્યાનો  બદલો લેવા તે હત્યારાને રાત્રે  ૧૨-૦૦  વાગે મોતને ઘાટ ઉતારી  દે છે.

મર્દાની   (૨૦૧૪)  :  
રાની મુખરજીની 'હિચકી' પહેલાની આ કમબેક ફિલ્મમાં  તેણે શિવાની શિવાજી  રોયનો   રોલ કર્યો  છે. તે ચાઈલ્ડ ટ્રાફિકિંગ અને ડ્રગ્સ રેકેટના સુવ્યવસ્થિત રેકેટની  પાછળ પડી જાય છે. મહત્ત્વની વાત એ  છે કે પોલીસ અધિકારી હોવા સાથે તેણે એક અનાથ કન્યાને  ઉછેરવાની  જવાબદારી પણ નિભાવી  છે.

તે અપરાધીઓને  છટકવા નથી દેતી. બલ્કે મુંબઈથી દિલ્હી સુધી આરોપી તાહિર રાજ ભસીનનો  પીછો  કરે છે.  એકલે હાથે કરેલા  આ સાહસમાં   તેને ઘણાં  અસામાજિક તત્ત્વોનો સામનો કરવો પડે  છે. છેવટે  ભસીન કાનૂનના હાથમાંથી છટકી ન જાય એટલે તે તેને સઘળી  પીડિત યુવતીઓના હાથમાં સોંપી દે છે.  અને આ છોકરીઓ જ તેને ઢીબી ઢીબીને મોતને ઘાટ ઉતારી  દે છે.

ફૂલ બને અંગારે (૧૯૯૧)  :
કે.સી. બોકાડિયાની  આ મૂવીમાં  અભિનેત્રી રેખાએ પોલીસ અધિકારીની  ભૂમિકા બખૂબી નિભાવી  છે. જ્યારે તેનો   પતિ (રજનીકાંત)   એક  ભ્રષ્ટ ગેંગસ્ટરનો  કેસ હાથમાં  લે છે  ત્યારે તેની હત્યા કરી નાખવામાં  આવે  છે.  પરિણામે  બે સંતાનોેની માતા રેખા વિધવા થઈ જાય છે. જો કે તે શોકમગ્ન  હોવા છતાં  હિમ્મત નથી હારતી  બલ્કે  પોતે જ પોલીસ દળમાં જોડાઈ  જાય છે. ્નએ ઓફિસર બન્યા પછી હત્યારા પ્રેમ ચોપરાને સજા અપાવે છે.

જય  ગંગાજલ (૨૦૧૬)
અજય દેવગણની  વર્ષ ૨૦૦૩ની 'ગંગાજલ' ની સિક્વલ 'જય ગંગાજલ' માં અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ  પોલીસ અધિકારીનો  રોલ  કર્યો  છે. આ ફિલ્મમાં તે રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓની  સાંઠગાંઠની તપાસ  કરે છે.જો કે અગાઉ માધુરી દીક્ષિતે 'ખલનાયક' માં,  હેમા માલિનીએ 'અંધા કાનૂન'માં,  પ્રીટિ ઝિન્ટાએ  'સંઘર્ષ' માં, બિપાશા બાસુએ 'ગુનાહ' માં, હુમા કુરેશીએ 'ડી ડે' માં  પોલીસ અધિકારીઓના રોલ  કર્યાં  છે.

Post Comments