Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વરૃણ ધવન સ્પર્ધા વિશે વિચારવાનો સમય નથી

છેલ્લા કેટલાક વર્ષથી બોલીવૂડમાં કેટલાંક અભિનેતાઓ, ખાસ કરીને નવી પેઢીના અભિનેતાઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા જોવા મળી રહી છે. ચાહે તે  ફિલ્મી પરિવારના હોય કે  ન હોય. આ કલાકારોની યાદીમાં વરુણ ધવનનું નામ પણ મોખરે છે. તેણે બોલીવૂડમાં વર્ષ ૨૦૧૨માં પદાર્પણ કર્યું ત્યારથી લઇને અત્યાર સુધી તેણે નવ ફિલ્મો આપી છે. અને તેની બધી જ  ફિલ્મો સફળ રહી છે.

જોકે છેલ્લે આવેલી તેની 'ઓક્ટોબર'ને અગાઉની ફિલ્મો જેવી સફળતા મળી છે એમ ન કહી શકાય. આમ છતાં આ ફિલ્મ સાથે તેને દર્શકોનો એક નવો વર્ગ મળ્યો છે તે તેની નવી સિધ્ધિ ગણાય. અને માત્ર ત્રીસ વર્ષની વયમાં તેણે જે મુકામ હાંસલ કર્યો છે તે નાનોસુના ે ન ગણાય.

 શૂજિત સિરકાર સાથે બનાવવામાં આવેલી ફિલ્મ 'ઓક્ટોબર'માં  પણ અભિનેતાનો જાદુ તો ચાલ્યો જ છે. પ્રત્યેક વિશ્લેષકે પણ તે વખાણી છે. તેમણે તેમ જ દર્શકોએ કહ્યું હતું કે તેમાં વરુણનો અભિનય એટલો સહજ હતો કે તે અભિનય કરી રહ્યો હોય એવું લાગે જ નહીં. કોઇપણ કલાકાર માટે આનાથી વધુ સારી પ્રશંસા કદાચ બીજી કોઇ ન હોઇ શકે. વરુણ પણ કહે છે કે દર્શકોએ આ ફિલ્મને વધાવી લીધી છે.

મને તેમના તરફથી જે પ્રેમ મળ્યો છે તેનું કોઇ મૂલ્ય ન થઇ શકે. ખરેખર તો દર્શકો આ ફિલ્મમાં ખોવાઇ ગયા હતા. તેમને એ વાતનો ગર્વ થતો હતો કે બોલીવૂડમાં આવી ફિલ્મો પણ બને છે. તેમનો પ્રતિભાવ જોઇને મને પણ ગર્વ થાય છે કે હું આ ફિલ્મનો ભાગ હતો.

બોલીવૂડમાં વરુણ બેંકેબલ સ્ટાર, ભાવિ સુપરસ્ટાર કે હીરો મટિરિયલ ગણાય છે. તેને કારણે વરુણ પર હંમેશાં વધુ સારું કામ આપવાનું દબાણ રહે છે. તે કહે છે કે હું આટલું બધું દબાણ સહેવા માટે ટેવાયેલો નથી. મારા માટે આ બધું બહુ નવું છે. મને લાગે છે કે મારી વર્ષ ૨૦૧૭ની ફિલ્મો 'જુડવા-૨' અને 'બદરીનાથ કી દુલ્હનિયાં'ને અપ્રતિમ સફળતા મળ્યા પછી મારા માટે આ બધા વિશેષણોનો ઉપયોગ થઇ રહ્યો છે.

પણ હું માનું છું કે આટલાં વર્ષોમાં મને જેટલી પ્રશંસા મળી છે એટલી જ પ્રશંસા મને માત્ર 'ઓક્ટોબર' માટે મળી છે. જે લોકો અત્યાર સુધી મારી ફિલ્મો નહોતા જોતાં તેમણે પણ મારી આ મૂવી જોઇ છે. અને તેઓ મને ફોન કરીને મારા વખાણ કરી રહ્યાં છે. તેમની વાતો સાંભળીને મને ખુશી તો થાય જ છે. સાથે સાથે એમ પણ લાગે છે કે મારી સામે દર્શકોનો હજી મોટો વર્ગ હતો જેનાથી હું અત્યાર સુધી અજાણ હતો. હવે મારું સમગ્ર ધ્યાન તેમના તરફ કેન્દ્રિત થયું છે.

આજે બોલીવૂડમાં સિધ્ધાર્થ મલ્હોત્રા, રણવીર સિંહ, શાહિદ કપૂર, અર્જુન કપૂર જેવા કલાકારો ટોચ પર છે. અને વરુણને આટલા બધા અભિનેતાઓ સાથે સ્પર્ધામાં ટકી રહેવાનું છે. તેથી અભિનેતાના પ્રશંસકોને સહેજે થાય કે તેને આ હરીફાઇનું પણ ખૂબ દબાણ હશે. પરંતુ વરુણ કહે છે કે મને સ્પર્ધા વિશે વિચાર કરવાનો પણ સમય નથી તો દબાણ અનુભવવાનો તો પ્રશ્ન જ ઊભો નથી થતો. વાસ્તવમાં હું મારા કામમાં એટલો ખૂંપેલો રહું છું કે મને આવી બધી વાતો વિશેે વિચારવાનો સમય જ નથી મળતો.

તે પોતાની વાત સમજાવતાં કહે છે કે જ્યારે હું 'ઓક્ટોબર'નું પ્રમોશન કરી રહ્યો હતો ત્યારે મારું 'સુઇ ધાગા'નું શૂટિંગ દિલ્હીમાં ચાલુ હતું. અને આ સમય દરમિયાન જ મેં મારી ત્યાર પછીની રેમો ડિ'સોઝા સાથેની ફિલ્મની જાહેરાત કરી દીધી હતી. હવે તમે જ કહો કે હું મારું કામ કરું કે આવું ટેન્શન લઇને બેસી રહું. આમ છતાં જો કોઇ મારી વયના કલાકારો સાથે મારી સ્પર્ધાની વાત કરતાં હોય તો હું એટલું જ કહીશ કે તે તંદુરસ્ત હરીફાઇ છે. મેં જ્યારે રણવીર સિંહને 'પદ્માવત'માં જોયો ત્યારે હું દંગ રહી ગયો હતો. તેના અભિનયના વખાણ કરવા શબ્દો ઓછા પડે. આવું કામ કરવા અથક પરિશ્રમ કરવો પડે એ વાતમાં બે મત ન હોઇ શકે.

વરુણે અત્યાર સુધી અલગ અલગ પ્રકારની ફિલ્મો કરી છે. તે કહે છે કે જો કહાણી સારી હોય તો મને કોઇપણ ફિલ્મ કરવામાં વાંધો નથી. મને ફિલ્મ બનાવવાની જે પ્રક્રિયા છે તે જ બહુ ગમે છે. વાસ્તવમાં હું તે આનંદથી માણું છું. ૮૦ અને ૯૦ના દશકમાં હજી હું નાનો હતો અને મારા પિતા ડેવિડ ધવનને ફિલ્મો બનાવતાં જોતો ત્યારની અને અત્યારની તુલના કરીએ તો તે વખતના કલાકારો વર્ષમાં ત્રણથી ચાર ફિલ્મો સહેજે કરતાં હતાં. તેમના હિસાબે જોવા જતાં અત્યારના કલાકારો ઘણી ઓછી ફિલ્મો કરે છે. તેથી મારું નામ જો વધુ ફિલ્મો કરતાં કલાકારોમાં આવતું  હોય તોય તે વખતના કલાકારોની તુલનામાં તે ઓછી ગણાય.

આજની તારીખમાં વરુણ ધવનનું નામ ટોચના કલાકારોમાં લેવાય છે. અને તેને એક પછી એક ફિલ્મો મળતી જ રહે છે. આ બાબતે તે કહે છે કે હજી હું યુવાન છું. અને મારામાં કામ કરવાની પુષ્કળ શક્તિ છે. તો મારે કામ શા માટે ન કરવું જોઇએ. વળી જ્યારે એક સિનેમા બને ત્યારે મુખ્ય અભિનેતા ઉપરાંત પણ કંઇકેટલાય લોકોને રોજીરોટી મળી રહેતી હોય છે. જો મારી ફિલ્મ સાથે કેટલાય લોકોને રોજગારી મળતી હોય તો મારે તેમના માટે પણ કામ કરવું જોઇએ એમ હું માનું છું.

અભિનેતાની વાતમાં તથ્ય પણ છે. આમ છતાં એ વાત પણ એટલી જ સાચી છે કે તેની આવક પણ ઓછી નથી. તેની લોકપ્રિયતા અને આવક જોતાં વર્ષ ૨૦૧૪માં તેનું નામ ફોર્બસની ભારતની ટોચની ૧૦૦ સેલિબ્રિટીઓની યાદીમાં હતું. આ વાત નાનીસુની તો ન જ ગણાય. પરંતુ વરુણ તો તેના 'ઓક્ટોબર'રજૂ થયા પછી પેદા થયેલા દર્શકોના નવા વર્ગથી વધુ ખુશ છે.

Post Comments