Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રતિભાશાળી અભિનેત્રીઓને લગ્નબંધન નડતું નથી

કાજોલ, ઐશ્વર્યા રાય બચ્ચન,રાણી મુખરજી,કરીના કપૂર અને વિદ્યા બાલને તેમની લોકપ્રિયતાના તબક્કે જ લગ્ન કરી લીધાં : આજે આ બધી અભિનેત્રીઓ બોલીવુડમાં સક્રિય છે : નવાં સમીકરણો અને નવાં દર્શકોનો આવકાર

હિન્દી ફિલ્મ જગતની પરંપરા જાણવા સમજવા જેવી છે.વળી,ફિલ્મ રસીકોની માનસિકતા પણ  જાણવા સમજવા જેવી હોય છે.ફોડ પાડીને કહીએ તો કોઇ પ્રતિભાશાળી, રૃપકડી અને લોકપ્રિય અભિનેત્રી કુંવારી હોય ત્યાં સુધી આખા બોલીવુડમાં તેના નામના સિક્કા પડે.તે અભિનેત્રીનાં  ચાહકો પણ તેને ભરપૂર પ્રેમ કરે. જોકે એ જ લોકપ્રિય અભિનેત્રી જે દિવસે લગ્ન કરે એ જ ઘડીએ બોલીવુડનાં નીતિનિયમો બદલાઇ જાય.સાથોસાથ તેનાં અસંખ્ય ચાહકો પણ ભારે નારાજ થઇ જાય.તે અભિનેત્રીને ફિલ્મો ન મળે.તેની લોકપ્રિયતાનો આંક નીચો ઉતરી જાય.તે અભિનેત્રીએ  લગ્નજીવનને સમર્પિત થઇ ગઇ હોય  વગેરે વગેરે.

મોટાભાગના નિર્માતા-દિગ્દર્શકો એમ માનતા હોય છે કે કુંવારી અભિનેત્રીને દર્શકો મનોમન ચાહતા હોય છે.અરે,કેટલાક યુવાનો તો તે રૃપકડીઅભિનેત્રી સાથે સપનામાં લગ્ન પણ કરી લેતા હોય છે. અભિનેત્રીની આવી લોકપ્રિયતાથી તેમની ફિલ્મો સુપરહીટ થાય.

બીજીબાજુ શર્મિલા ટાગોર,શબાના આઝમી,વહીદા રહેમાન અને હેમામમાલિની જેવા અપવાદ પણ છે.એમ કહો કે આ બધીપ્રતિભાશાળી અભિનેત્રીઓએ લગ્ન બાદ પણ પડકારરૃપ ભૂમિકાઓ ભજવી.સાથોસાથ તેમની લોકપ્રિયતા પણ જળવાઇ રહી.

જોકે આજે સમયના પ્રવાહ સાથે બોલીવુડની આ પરંપરામાં થોડું પરિવર્તન પણ આવ્યું છે.અમુક લોકપ્રિય,પ્રતિભાશાળી અને રૃપકડી અભિનેત્રીઓએ લગ્ન કર્યાં હોવા છતાં  બોલીવુડમાં સક્રિય છે.તેનાં ચાહકોનો પ્રેમ પણ લીલોછમ રહ્યો હોય.હા,આજે બોલીવુડનીફિલ્મોની કથા-પટકથામાં પ્રયોગો થઇ રહ્યા છે.તેમાં વિશિષ્ટતા આવી છે.નારીશક્તિને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બને છે.અમુક અભિનેત્રીઓે તો માતા બન્યાપછી પણ બોલીવુડમાં સક્રિય રહી છે.

કાજોલ,ઐશ્વર્યા રાય-બચ્ચન,રાણી મુખરજી,વિદ્યા બાલન,કરીના કપૂર અને અનુષ્કા શર્મા વગેરેએ લગ્ન કર્યાં હોવા છતાં બોલીવુડમાં સક્રિય છે. ચાહકો હજી પણ આ બધી અભિનેત્રીઓને એટલો જ પ્રેમ કરે છે.આપણે આવી શાદીશૂદા પણ સક્રિય અભિનેત્રીઓની રસપ્રદ વાતો જાણીએ.

ઐશ્વર્યા રાય
મીસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન શરૃઆતના તબક્કે  ઇરુવર, જિસ્મ, હમ દિલ દે ચૂકે સનમ, દિલ કા રીશ્તા, તાલ, બંટી ઔર બબલી અને દેવદાસ વગેરે મજેદાર ફિલ્મોમાં વિવિધ ભૂમિકા ભજવી છે. હમ દિલ દે ચૂકે સનમમાં તો તેને શ્રેષ્ઠ અભનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. જોકે ૨૦૦૭માં ઐશ્વર્યા રાયે અમિતાભ બચ્ચનના પુત્ર અને બોલીવુડના એક્ટર અભિષેક  બચ્ચન સાથે લગ્ન કર્યાં.

એ તબક્કે બોલીવુડમાં એવી ચર્ચા હતી કે ઐશ્વર્યા રાય હવે બીગ બીના પ્રતિષ્ઠિત કુટુંબની  વહુ હોવાથી કદાચ ફિલ્મોમાં કામ નહીં કરે.જોકે સમય જતાં ઐશ્વર્યા રાય બચ્ચને જોધા અકબર, ગુઝારીશ, સરકાર રાજ, રાવણ, રોબો વગેરે ફિલ્મોમાં જુદી જુદી ભૂમિકા ભજવી.પોતાનીપ્રતિભા અને કામ કરવાની મહત્વાકાંક્ષાનું ઉજળું ઉદાહરણ આપ્યું.

એક કદમ આગળ વધીને આ સ્વરૃપ સુંદરીએ તો દીકરી આરાધ્યાના જન્મ બાદ પણ સર્બજિત, જઝબાં, અય દિલ હૈ મુશ્કીલ  વગેરે ફિલ્મોમાં પણ કામ કર્યું.અય દિલ હૈ મુશ્કીલ ફિલ્મમાં તો ઐશ્વર્યા રાયે તેનાથી નાની ઉંમરના રણબીર કપૂર સાથે ઇલુ ઇલુ કરીને બધાંને આશ્ચર્યચકિત કરી દીધાં હતાં. ઐશ્વર્યાની  નવી ફિલ્મ  ફન્નેખાન આવી રહી છે.વળી,ઐશ્વર્યા રાય બચ્ચને   તેનું આકર્ષક દેહસૌંદર્ય હજી પણ તરોતાજા જાળવી રાખ્યું છે.

કરીના કપૂર
 બોલીવુડના સન્માનિય કપૂર પરિવારની દીકરી કરીના કપૂરે તેની અભિનય કારકિર્દી રેફ્યુજી(૨૦૦૦) ફિલ્મથી કરી હતી.ત્યારબાદ કરીનાએ મૈં પ્રેમ કી દિવાની હું,અશોકા,કભી ખુશી કભી ગમ,ચમેલી,જબ વી મેટ અને ૩ ઇડીયટ્સ વગેરે હીટ ફિલ્મોમાં મજેદાર પાત્રો ભજવ્યાં.ભરપૂર લોકપ્રિયતાઅને એવોર્ડ્ઝ  પણ મેળવ્યા.વળી,કરીના કપૂર બોલીવુડની સ્વરૃપવાન અને બિન્ધાસ્ત અભિનેત્રી તરીકે પણ જાણીતી છે.

 ૨૦૧૨માં કરીના કપૂરે બોલીવુડના જ અભિનેતા સૈફ અલી ખાન સાથે કર્યાં.આમ તો કરીના અને સૈફ બંને બોલીવુડમાં જ હોવાથી કરીનાની કારકિર્દી જળવાઇ રહી.એટલે કે  લગ્ન બાદ કરીનાએ તલાશ, સિંઘમ રિટર્ન્સ,  બજરંગી  ભાઇ જાન અને કી એન્ડ કા વગેરે ફિલ્મોમાં કામકર્યું. વળી,પુત્ર તૈમુરના જન્મ બાદ પણ કરીનાએ ેવીરેદીવેડિંગ ફિલ્મમાં કામ કર્યું છે.સાથોસાથ,લગ્ન અને પુત્ર જન્મ બાદ પણ કરીનાએ  ં દેહસૌંદર્ય બખૂબી જાળવી રાખ્યું છે.

રાણી મુખરજી
 રાણી મુખરજીએ નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરની સપુરહીટ ફિલ્મ કુછ કુછ હોતા હૈ(૧૯૯૮)થી અભિનય કારકિર્દી શરૃ કરી હતી.ત્યારબાદ રાણીએ યુવા,હેલ્લો બ્રધર,ગુલામ,કભી ખુશી કભી ગમ,મુઝસે દોસ્તી કરોગે,વીરઝારા વગહેરે સુપરહીટ ફિલ્મોમાં મહત્વનાં પાત્રો ભજવ્યાં.

રાણીએ તો બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે બ્લેક ફિલ્મમાં મંદ બુદ્ધિની અંધ અને બહેરી યુવતીની પડકારરૃપ ભૂમિકા ભજવી છે.આ ફિલ્મના યાદગાર અભિનય માટે રાણી મુખરજીની ભરપૂર પ્રશંસા પર થઇ હતી.

 રાણી મુખરજીએ૨૦૧૪માં યશરાજ ફિલ્મ્સ કંપનીના મુખ્ય સંચાલક આદિત્ય ચોપરા સાથે લગ્ન કરી લીધાં.રાણી મુખરજીના તે નિર્ણયથી બોલીવુડમાં જાતજાતની ચર્ચા થઇ હતી.સાથોસાથ રાણીની કારકિર્દી વિશે પણ શંકાપણ વ્યકત થઇ હતી.   

 લગ્ન બાદ રાણી મુખરજીએ થોડો સમય તેના ઘર સંસારને આપ્યો હતો.જોકે લગ્ન બાદ પણ યોગ્ય સમયે રાણી મુખરજીએ હીચકી અને મર્દાની એમ બે ફિલ્મોમાં મજેદાર ભૂમિકા ભજવીને બોલીવુડની અને તેનાં પ્રશંસકોની ભરપૂર વાહ વાહ મેળવી છે.વળી,બોલીવુડનાં સૂત્રોના કહેવા મુજબ રાણી મુખરજી તો યશ રાજના સંચાલનમાં પણ પતિ આદિત્યને ઘણી મદદરૃપ થાય છે.

કાજોલ
કાજોલ  એટલે બાઝીગર, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, દિલવાલે, દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે જેવી સુપરહીટ  ફિલ્મોની અભિનેત્રી.શાહરૃખ ખાન- ક ાજોલની જોડી બેહદ લોકપ્રિય રહી છે.જોકે ૧૯૯૯માં કાજોલે અજય દેવગણ સાથે લગ્ન કર્યાં. આશ્ચર્ય તો એ હતું કે લગ્નના તબક્કે કાજોલ તેની કારકિર્દીની અને લોકપ્રિયતાની ટોચ પર હતી.જ્યારે અજય દેવગણ સંઘર્ષ કરતો હતો.ઓછો લોકપ્રિય હતો.વળી,એ તબક્કે બોલીવુડમાં અને પ્રસાર માધ્યમોમાં એવી ચર્ચા વહેતી થઇ હતી કે કાજોલ હવે ફિલ્મોમાં કામ નહીં કરે.

આમ છતાં કાજોલે લગ્ન બાદ આમિર ખાન સાથે ફના ફિલ્મ સ્વીકારીને બધાંને ખોટાં યાં.ઉપરાંત,કાજોલે કુછ ખટ્ટા કુછ મીઠા,રોક એન્ડ રોલ,રાજુ ચાચા,યુ મી એન્ડ હમ,દિલવાલે અને માય નેમ ઇઝ ખાન વગેરે ફિલ્મોમાં મજેદાર પાત્રો ભજવ્યાં.શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ મેળવ્યો.કાજોલ બહુ સાહજિક અભિનેત્રી છે.એટલે કાજોલ તેની ભૂમિકાને સ-રસ ન્યાય આપી શકે છે.કહેવાનો અર્થ એ છે કે અભિનેત્રી પ્રતિભાશાળી હોય અને બોલીવુડમાં તેની પ્રતિષ્ઠા પણ હોય  તો તેની કારકિર્દી લગ્ન બાદ પણ ઝળહળતી રહી શકે છે.કાજોલ આ બાબતનું સચોટ ઉદાહરણ છે.

વિદ્યા બાલન
લોકપ્રિય ટીવી સિરિયલ હમપાંચ સાથે અભિનય કારકિર્દી શરૃ કરનારી વિદ્યા બાલને ૨૦૦૫માં પરિણીતા ફિલ્મથી બોલીવુડમાં  પ્રવેશ કર્યો.ત્યારબાદ લગે રહો  મુન્નાભાઇ, ભૂલભૂલૈયા, કહાની, ડર્ટી પિક્ચર,  અને પા વગેરે સુપરહીટ ફિલ્મોમાં યાદગાર પાત્રો ભજવ્યાં.ફિલ્મફેર  અને નેશનલ એવોર્ડ્ઝ પણ મેળવ્યા.વિદ્યા બાલન બોલીવુડની પ્રતિભાશાળી અને પ્રયોગશીલ અભિનેત્રી ગણાય છે.

૨૦૧૨માં વિદ્યા બાલને સિદ્ધાર્થ રોયકપૂર સાથે લગ્ન કર્યાં.જોકે પોતાની પ્રતિભા અને ભરપૂર આત્મવિશ્વાસથી વિદ્યા બાલને લગ્ન બાદ  બેગમ જાન, તુમ્હારી સુલુ  અને  કહાની-૨ વગેરે ફિલ્મોમાં મજેદાર ભૂમિકાઓ ભજવી.વિદ્યા બાલન તો હવે ભારતના વડાંપ્રધાન  ઇન્દિરા ગાંધીની પડકારરૃપ ભૂમિકા ભજવવા પણ તૈયાર થઇ છે.

Post Comments