Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શમા સિકંદર: જીવનમાં લીધો યુ ટર્ન

એક સમયની એકદમ સીધીસાદી-સરળ દેખાતી અભિનેત્રી શમા સિકંદર હવે એકદમ ફેશનેબલ અને નખરાળી લાગે છે. આજની તારીખમાં તેને જોનારાઓને અભિનેત્રીનો અગાઉનો લુક ધ્યાનમાં હોય તો તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય.  મહત્ત્વની વાત એ છે કે શમા સિકંદર  બાયપોલર (એક પ્રકારનો માનસિક રોગ) ડિસિસનો શિકાર બની હતી એ વાત તેણે સંતાડવાને બદલે જાહેર કરી દીધી. અને આવી વ્યાધિમાં સપડાયેલા લોકોને મદદ કરવાની તૈયારી પણ બતાવી.

શમા સિકંદરને અભિનેત્રી બનવાનું શમણું બતાવનાર તેના પિતા જ હતા. શમા કહે છે કે હું રાજસ્થાનના એક નાના નગરમાંથી આવું છું. અમારા પરિવારમાંથી દૂર દૂર સુધી કોઈ ફિલ્મોદ્યોગ સાથે નહોતુ સંકળાયેલું. પણ બધાને ફિલ્મો અને ટી.વી. જોવાનો જબરો શોખ હતો. પણ મારા પપ્પાને અભિનય ક્ષેત્રે આવવું હતું. જોકે તેમને પરિવાર તરફથી તેની  મંજૂરી ન મળતાં તેઓ મન મારીને બેસી ગયા. પરંતુ હું મોટી થઈ એટલે તેમણે મારી કારકિર્દીનું આયોજન કર્યું. અને એ આયોજન મારા માટે જડબેસલાક  પુરવાર થયું.

અભિનેત્રી તેની બાયપોલર વ્યાધિ વિશે કહે છે કે આજથી છએક વર્ષ પહેલા મને તેના લક્ષણો દેખાવા માંડયા હતા. હું એકદમ હતાશા  અનુભવવા લાગી હતી. મને એમ લાગતું જાણે મારા જીવનનો કોઈ હેતુ જ નથી. મને સમજાતું નહોતું કે મને શું થઈ રહ્યું છે. મને ક્યાંય કાંઈ ગમતું નહીં. મારા માટે જાણે કે બધું ઉપરતળે થઈ ગયું હતું. હું એકદમ મૂંઝાઈ ગઈ હતી.

મેં લોકો સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું અને એકલી એકલી રહેવા લાગી. હું કલાકો સુધી કોઈપણ કારણ વિના રડયા કરતી. છેવટે મારો તત્કાલીન બોયફ્રેન્ડ અલેક્સ ઓ'નેલ મને મનોચિકિત્સક પાસે લઈ ગયો. મને આ રોગમાંથી બહાર આવતાં ચાર વર્ષ લાગી ગયા. હજી પણ કોઈક વખત હું હતાશ થઈ જાઉં છું. પરંતુ હવે હું આ વ્યાધિને સારી રીતે ઓળખી ગઈ છું. તેથી હું તરત જ મારી જાતને સંભાળી લઉં છું.

અભિનેત્રી વધુમાં કહે છે કે એ મારા જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો હતો. હું માનું છું કે તમે બધું ગુમાવી દો તોય તમારા મનમાં આશા જીવંત હોય તો બધું પાછું મેળવી શકો. પરંતુ જો આશા જ ગુમાવી બેસો તો તમારી પાસે કાંઈ ન બચે. હું મારી ઉમ્મીદ જ ખોઈ બેઠી હતી. તેથી જ હું આ રોગનો શિકાર બનેલા લોકોને કહું છું કે તમે તરત જ  મનોચિકિત્સકની સારવાર શરૃ કરી દો. તમારી ઔષધિઓ સમયર લો. સૌથી પહેલા તમારી જાતને પ્રાધાન્ય આપો. તમારી સારવારને ગંભીરતાથી લો. આ વ્યાધિમાંથી બહાર આવવા આટલું કરવું અત્યંત આવશ્યક છે.

અભિનેત્રી પોતાનામાં આવેલા સમગ્રતયા પરિવર્તન વિશે કહે છે કે સમય સાથે આપણે બદલાવું પડે છે. મેં ઘણો પ્રવાસ કર્યો અને જીવન વિશે, પોતાની જાતની કાળજી કરવા વિશે ઘણું શીખી. હવે હું મારી જાતને હળવાશથી નથી લેતી. હું યોગ્ય આહાર અને પૂરતી નીંદર લઉં છું. મારા જીવનમાં ઝેર પ્રસરાવનારાઓથી હું દૂર જ રહું છું. હવે મને એ સમજાઈ ગયું છે કે કોઈના પણ સહારા વિના તમે સુખી થઈ શકો છો.

શમાએ ગયા વર્ષે શોર્ટ ફિલ્મ 'સેક્સોહોલિક' કરી. તાજેતરમાં તેણે એડલ્ટ વેબ સિરિઝ 'માયા'માં કામ કર્યું. તેથી આપણને સહેજે એમ થાય કે તેણે ડિજિટલ મિડિયામાં આવા જ વિષયો કેમ પસંદ કર્યાં હશે? આના જવાબમાં શમા કહે છે કે મને આ બંનેના વિષયો ગમ્યા હતા. વળી હું હમેશાંથી વિક્રમ ભટ્ટની જબરી પ્રશંસક રહી છું. હું તેમની સાથે કામ કરવા માગતી હતી.

હું માનું છું કે જો તમે કોઈ કામ ઈમાનદારીથી કરો તો તે ક્યારેય હલકું ન લાગે. 'માયા' અત્યંત સંવેદનશીલ અને ભાવનાત્મક લવ સ્ટોરી છે. મારા મતે આવી સ્ટોરીની રજૂઆત માટે બહુ હિમ્મત જોઈએ. તે વધુમાં કહે છે કે  મારી આ ફિલ્મો બદલ હું ટ્રોલ પણ થઈ હતી. પરંતુ હું જે કરું છું તે માત્ર મારા માટે જ કરું છું, બીજાઓ માટે નહીં. બીજા કોઈની વાતો પર ધ્યાન આપવાને બદલે મને મારું ધ્યાન મારા કામ પર કેન્દ્રિત કરવાનું ગમે.

Post Comments