Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઋચા ચઢ્ઢા: મંઝિલે ઓર ભી હૈ...

ફિલ્મ 'ઓય લક્કી ઓય'થી ફિલ્મી કરિયરની શરૃઆત કરનારી  અભિનેત્રી ઋચા ચઢ્ઢાએ ખૂબ ઓછા સમયમાં પોતાનું એક આગવી ઓળખ ઊભી કરી છે. પંજાબના અમૃતસરમાં જન્મેલી અને દિલ્લીમાં ભણેલીગણેલી ઋચાની કરિયરનો ટર્નિંગ પોઈન્ટ ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર' છે, જેમાં તેણે એક આધેડ ઉંમરની મહિલાની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ માટે તેને ખૂબ પ્રશંસા મળી અને તેની જર્ની શરૃ થઈ.

ઋચાને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો અને તેણે તેની શરૃઆત મોડલિંગથી કરી. પછી એક્ટિંગની ટ્રેનિંગ લેવા માટે થિયેટરમાં ગઈ અને કેટલાક નાટકમાં એક્ટિંગ કરી. સ્પષ્ટભાષી અને સાહસી ઋચા આજકાલ ફિલ્મ 'ફુકરે રિટર્ન્સ'માં ફરીથી એક વાર ભોળી પંજાબણની ભૂમિકા એક અલગ અંદાજમાં નિભાવી રહી છે. પ્રસ્તુત છે, તેમની સાથે થયેલા કેટલાક સવાલજવાબ :

તમે ફરીથી આ ફિલ્મમાં જોડાઈને કેટલા ઉત્સાહિત છો? આ સવાલના જવાબમાં તે કહે છે 'ફુકરે' અને 'મસાન'ની પૂરી ટીમ વચ્ચેવચ્ચે મળતી રહે છે. તે આથી અમારી વચ્ચે સારું બોન્ડિંગ થઈ ગયું છે. એટલે અમે એકબીજા સાથે ખૂબ સહજ છીએ. અમારી કેમિસ્ટ્રી પણ પડદા પર સારી દેખાય છે. તે પહેલાં મારી 'મસાન' અને 'ગેંગ્સ ઓફ વાસેપુર' ફિલ્મ થોડી ઓફ બીટ હતી, પરંતુ 'ફુકરે' મારી પ્રથમ મોટી કોમર્શિયલ ફિલ્મ હતી. આ વખતની ફિલ્મ પણ મનોરંજન છે. આ એક અનોખી ફિલ્મ છે. જે તિહાર જેલમાં શૂટ કરવામાં આવી છે.

કોઈ પણ ચારિત્ર્યમાંથી બહાર નીકળવું કેટલું મુશ્કેલ હોય છે? આના જવાબમાં તે કહે છે કે આ સત્ય છે કે કોઈ ચારિત્ર્યમાંથી નીકળવું સરળ નથી. કેટલીક વાર તમે જે ચારિત્ર્ય નિભાવો છો તેનું તમારા દૈનિક જીવન સાથે કોઈ દેવાદેવા નથી, પરંતુ તેનાથી તમે સમજી જાઓ છો કે જો તમે તેવા હોત, તો શું થાય. હું  ભોળી પંજાબણની ભૂમિકાથી  માઈલો દૂર છું. હું એટલી આખાબોલી  નથી કે કોઈને કંઈ પણ કહું.

આજકાલ ક્રિએટિવિટી પર ખૂબ વધારે રાજનીતિ થઈ રહી છે. તેની પર તમારી સલાહ શું છે? હા, આજે દરેક વસ્તુ પર રાજનીતિ થઈ રહી છે. ગીત, ફિલ્મ, વૃક્ષ, પક્ષી વગેરે પર કોઈ ને કોઈ રીતે રાજનીતિ થઈ રહી છે. આમા કોઈ પણ વિષય કે બાબત અપવાદ નથી. આજકાલ સૌ કોઈ પોતાની વાત કહીને તેને સાચી સાબિત કરવાના પ્રયત્નમાં લાગ્યા છે, પરંતુ તેના નિવારણની પણ એક રીત છે. આ નેતાઓએ સમજવું જોઈએ, જેને વોટ આપીને પ્રજા પોતાના પ્રતિનિધિ બનાવે છે. તમે માલિક નથી, પબ્લિક સર્વન્ટ છો, કોઈ પણ સમસ્યાનું સમાધાન કરવું તમારું જ કામ છે.

હું દિલ્હીમાં ભણીગણી છું, પરંતુ મેં દિલ્લીમાં ક્યારેય આવી આબોહવા નથી જોયો જે આજકાલ ત્યાં છે. એટલું પ્રદૂષણ છે કે લોકોને શ્વાસ લેવામાં પણ  મુશ્કેલી થઈ રહી છે. આ સમસ્યાનું સમાધાન કેમ નથી થતું? આજકાલ  ન્યૂઝ ચેનલ પણ તે વસ્તુને કવર કરે છે જેને દૈનિક જીવન સાથે કોઈ લેવાદેવા નથી. જેમ કે કોઈએ  થપ્પડ મારી, કોણે કોને શું કહ્યું વગેરે ન્યૂઝ લોકોને યોગ્ય મુદ્દે ઉશ્કેરવામાં કામ આવે છે.

બધા જાણે છે કે હકીકત શું છે. માહોલ એવો છે કે કોઈ કંઈ બોલે તો તેને ડરાવવા અને ધમકાવવામાં આવે છે. કોઈને તો જાનથી પણ મારી નાખવામાં આવે છે. આ વિચારવા યોગ્ય વાત છે. બધા તેમાં દોષી છે  અને તેનાથી દેશનું નુકસાન થશે. મને વિચિત્ર લાગે છે જ્યારે કોઈ કહે છે કે કોઈને ૪ બાળક હોવા જોઈએ અથવા ઢેલ સેક્સ નથી કરતી.

તેના આંસુ પીવાથી ઢેલ પ્રેગ્નન્ટ થઈ જાય છે જેવી કેટલીય વાતો સાંભળવા મળે છે. તમે કોમર્શિયલ ફિલ્મમાં  આવવા માટે કેટલું ગુ્રમિંગ કરવી પડયું? આના જવાબમાં ઋચા ચઢ્ઢા કહે છે ઘણું ગૂ્રમિંગ કર્યું, કારણ કે હું એક સામાન્ય છોકરી હતી અને થિયેટર બેકગ્રાઉન્ડમાંથી આવી હતી. મેં હવે સ્વયંને ઘણી સુધારી લીધી છે. હવે હું રોયલિસ્ટિક લાગવા ઈચ્છું છું.

તમે તમારા પ્રોડક્શનમાં શું કરવા ઈચ્છો છો? આ પ્રશ્નના જવાબમાં તે કહે છે, મેં એક ફિલ્મ કરી છે અને આગળ પણ એક કોમેડી ફિલ્મ કરવાની ઈચ્છા છે. કેટલીક સ્ક્રિપ્ટ વાંચી રહી છું. હું મેસેજની સાથેસાથે હ્યૂમરને પણ સામેલ કરીને ફિલ્મ બનાવવા ઈચ્છું છું.

અત્યાર સુધીની જર્ની કેવી રહી? આના વિશે જણાવતા કહે છે, હું ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'ને સર્વસ્વ માનું છું, જે ફિલ્મ મને અહીં સુધી લાવી. 'ઓય લક્કી લક્કી ઓય' પછી કેટલાક દિવસ માટે ફિલ્મમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. થિયેટર કરવા જતી રહી હતી, પરંતુ ક્યારેય નાણાકીય રીતે તેની પર ધ્યાન નહોતું આપ્યું કે પૈસા માટે ફિલ્મમાં સફળ થવું જરૃરી છે. મેં તે સમયે કેટલીય જાહેરાતમાં પણ કામ કર્યું. 'ગેંગ્સ ઓફ વાસેપુર' પછી મેં સંપૂર્ણ રીતે ફિલ્મોને  અપનાવી.

કોઈ સોશિયલ વર્ક કરો છો? આ પ્રશ્નના જવાબમાં ઋચા ચઢ્ઢા કહે છે, મેં અનેક સામાજિક કાર્ય કર્યા છે. 'સેક્સ ટ્રેફિકિંગ'ના એક ઈશ્યૂ પર મેં કામ કર્યું હતું. તે વિશે મેં કેમ્પેઈન પણ કર્યું હતું. ગર્લ ચાઈલ્ડને બચાવવાની દિશામાં પણ કામ કર્યું છે. પર્યાવરણ પ્રદૂષણ પર પણ કામ કરી રહી છું.

Post Comments