Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઋષિ કપૂર: હવેથી કેમીઓ નહીં કરે

'૧૦૨ નોટ આઉટ' માં ગજબનાક અભિનય કરીને ૬૫ વર્ષીય અભિનેતા ઋષિ કપૂરે દર્શકોને  અચંબામાં નાખી દીધાં હતા. આ ઉંમરમાં પણ તે જે સ્ફૂર્તિથી કામ કરે છે તે કાબિલે તારીફ છે. આ વર્ષ માટે જ ઋષિ કપૂરે ચાર ફિલ્મો કરી છે. આ સિવાય તે સ્પેનિશ ફિલ્મ 'ધ બોડી'(૨૦૧૨)ના ભારતીય સંસ્કારણમાં કામ કરી રહ્યો છે. અભિનેતા કહે છે કે ફિલ્મો પ્રત્યેનો લગાવ અને કામ પ્રત્યેનું સમર્પણ તેને સક્રિય રાખે છે.

તે વધુમાં કહે છે કે ઘણાં લોકો મને પૂછે છે કે ૬૫ વર્ષની ઉંમરમાં તમને થાક નથી લાગતો. પરંતુ મને એમ લાગે છે કે ફિલ્મોમાં કામ કરવાથી હું તરોતાજા રહું છું. વળી સૌથી મહત્ત્વની વાત એ છે કે આજની તારીખમાં  મારી વયના કલાકારોને પણ હિન્દી ફિલ્મોમાં કામ મળતું રહે છે. એટલું જ નહીં, મને કયું કામ પસંદ કરવું અને કયું નહીં તેના વિકલ્પો સુધ્ધાં મળે છે તે વાત નાનીસુની ન કહેવાય.

ઋષિ કપૂર માને છે કે તેની ૪૫ વર્ષની કારકિર્દીમાં તે હાલના તબક્કે તેના કામને સૌથી વધુ માણી રહ્યો છે. તે કહે છે કે લેખકો મારા માટે સરસ રોલ લખી રહ્યાં છે. મેં ૭૦ અને ૮૦ના દશકમાં મારું કામ એટલું નથી માણ્યું જેટલું હમણાં માણી રહ્યો છું. જોકે તે તરત જ ઉમેરે છે કે તે વખતે મારો દેખાવ એવો હતો કે ફિલ્મ સર્જકોને એમ લાગતું કે મને માત્ર રોમાંટિક ભૂમિકાઓ જ સારી લાગશે. તેથી મને અન્ય પ્રકારના પાત્રો ભજવવાની તક જ ન મળી. હું તે વખતની ફિલ્મોમાં મોટાભાગે રોમાંસ કરતો અને ગીત-ડાન્સ કરતો.

આ પીઢ કલાકારે ભારતીય સિનેમાનો બદલાતો ચહેરો જોયો છે. સાથે સાથે દર્શકોનો ફિલ્મો પ્રત્યેનો બદલાયેલો અભિગમ પણ પારખ્યો છે. તે કહે છે કે આજનો દર્શક નવા નવા પ્રકારના સિનેમા જોવાનું પસંદ કરે છે. '૧૦૨ નોટ આઉટ' જેવી ફિલ્મમાં ન તો કોઈ હીરો છે કે ન કોઈ હીરોઈન. તેમાં વિલન, રોમાંસ,  આઈટમ સોંગ જેવો કોઈ મસાલો નથી. માત્ર બે વૃધ્ધો  આપસમાં વાતચીત કરતાં રહે છે.

આમ છતાં દર્શકોને આ ફિલ્મ પસંદ આવી તે તેમનો ફિલ્મો પ્રત્યેનો બદલાયેલો દ્રષ્ટિકોણ દર્શાવે છે. બાકી આજથી ૧૦-૧૫ વર્ષ પહેલા આવી ફિલ્મ બનાવવાની કોઈ કલ્પના પણ ન કરી શકતું. જો કોઈ  આવી મૂવી બનાવે તો તેને દર્શકો જ ન મળે.

અભિનેતાએ નંદિતા દાસની ફિલ્મ 'મેન્ટો'માં કેમીઓ કર્યો હતો. પણ હવે તેને આ કેમીઓ કરવા બદલ પસ્તાવો થાય છે. ઋષિ કપૂરે હવે ક્યારેય કેમીઓ ન કરવાનો નિર્ણય લીધો છે. આનું કારણ સમજાવતાં તે કહે છે કે મને કેમીઓ કરવામાં વાંધો નથી. પરંતુ એ ફિલ્મની સ્ટાર કાસ્ટમાં મારું નામ આવે તેની સામે મને વાંધો છે.

સ્ટાર કાસ્ટમાં મારું નામ હોય  અને મારો રોલ જો માત્ર એકાદ-બે મિનિટનો જ હોય તો દર્શકોને એવું લાગે જાણે તેઓ છેતરાયાં છે. અભિનેતા વધુમાં કહે છે કે 'મેન્ટો'માં કોઈએ  મારું નામ સ્ટાર કાસ્ટમાં લખી નાખ્યું. વાસ્તવમાં નંદિતા મારી સારી મિત્ર છે. અને તેણે મને તેની ફિલ્મમાં કામ કરવા કહ્યું તેથી મેં ખુશીથી તેમાં કામ કર્યું. પણ પછીથી જે થયું તે અયોગ્ય હતું.

ઋષિ કપૂરે તેની તાજેતરની ફિલ્મોમાં યુવાન કલાકારો સાથે કામ કર્યું છે. અને તેને આ કલાકારો બહુ ટેલેન્ટેડ પણ લાગ્યા છે. પરંતુ યુવા પેઢીના કલાકારોમાં તેને સૌથી વધુ ટેલેન્ટેડ  આલિયા ભટ્ટ લાગી છે. તે કહે છે કે  આલિયાએ આટલી યુવાન વયમાં 'હાઈવે'(૨૦૧૪) અને 'રાઝી'(૨૦૧૮)માં જે પ્રકારનું કામ કર્યું છે અને સમગ્ર ફિલ્મને પોતાના ખભે ઊંચકી છે તે જ તેની ટેલેન્ટ દર્શાવે છે.

Post Comments