Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રિટા ઓરાએ કહ્યું ડી જે એવિલિ એના જીવનમાં પરિવર્તન લાવ્યો

- ૨૭ વર્ષે અલવિદા કહેવું અત્યંત મુશ્કેલ

સ્વીડનનાં વિશ્વ વિખ્યાત ડીજે એવિસિલનું પખવાડિયા પહેલાં અપાતી રાષ્ટ્રમાં કરુણ અને અકાળે મૃત્યુ નીપજ્યું. એની સહ-કલાકાર રિટા ઓરા આ સમાચારથી ભાંગી પડી હતી. નેધરલેન્ડમાં કિંગ્સ ડે સેલિબ્રિશનમાં બન્નેએ સાથે પર્ફોર્મ કર્યું હતું. એણે એમ પણ કહ્યું હતું કે ડીજે એવિસિલ એના જીવનમાં આમૂલ પરિવર્તન લાવ્યો હતો. ૨૭ વર્ષની ઉંમર કોઈપણ વ્યક્તિને અલવિદા કહેવા માટે નાની છે.

એણે કહ્યું કે એવિસિલ વગર પર્ફોર્મ કરવું એના માટે બેહદ મુશ્કેલ હશે. ''એણે મારા જીવનને બદલી નાખ્યું છે અને એ મારો શ્રેષ્ઠ  મિત્ર હતો.'' સદ્નસીબે  એવિસિલ સાથે અમુક કાર્યક્રમોમાં પર્ફોર્મ કરવાની એને તક મળી હતી. એ હવે જ્યારે પણ ડીજેનું સંગીત સર્જન સાંભળશે ત્યારે ઉદાસીનતા મનને ઘેરી વળશે.

એવિસિલનું જે દિવસે અવસાન થયું ત્યારથી આજ સુધી એણે ગીત ગાવાનું તો દૂર, સાંભળવાનું સુધ્ધા છોડી દીધું છે. એના આઈવેડની સ્ક્રીન સામે નજર પડતા એમા એવિસિલનો ચહેરો નજરે ચઢે છે.

Post Comments