Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઋષિ કપૂરઃ રણબીર, કરીના અને કરિશ્માએ વારસો દીપાવ્યો

કપૂર  સ્વીકારે  છેકે એ બધા સહેલાઈથી  હળી-ભળી નથી શકતો. એ ભગવાનથી ડરતું વ્યક્તિત્વ છે અને પૂજા- વિધિમાં  વિશ્વાસ રાખે છે. દિવસમાં બે વાર પૂજા કરવાનો નિયમ એ વર્ષોથી પાળે  છે.કપૂર ખાનદાનનો વારસો, રણબીર, કરિશ્મા અને કરીનાએ  જે રીતે આગળ વધાર્યો છે એની એને અનહદ   ખુશી અને ગૌરવ  છે.

ઉમેશ શુક્લાની  ફિલ્મ ૧૦૨  નોટ આઉટનું  ટ્રેલર  રિલીઝ થયું ત્યારે  એમાં ઋષિ  કપૂરનો  અંગભંગિમાઓ અને અવાજના આરોહ અવરોહ જોઈને  કળાઈ ગયું  હતું. કે ૭૫ વર્ષના વૃદ્ધની ભૂમિકાને  ન્યાય આપવોે  એ બિલકુલ સરળ તો નહોતું.

ઋષિ  કપૂર કહે છે કે આ એક પડકાર  જરૃર  હતોે પરંતુ આજ  બાબત કલાકારને રોમાંચિત કરે એવી  છે. સૌૈમ્ય  જોશીના ગુજરાતી નાટકમાં આ ભૂમિકા જ્યા સમાપ્ત થાય છે ત્યાંથી  એ અને ઉમેશ એને આગળ લઈ ગયા  છે.  ફિલ્મમાં  એના શર્ટની સાઈઝનો વિસ્તાર કરવામાં  આવ્યો  છે અને ખભા પણ વધુ પહોળા દર્શાવવામાં આવ્યા છે. એ બાબુલાલ વખારિયા બન્યો  છે. અને એના પિતાની ભૂમિકા અમિતાભ બચ્ચને ભજવી  છે.

એના પપ્પા (સિનિયર બચ્ચન) ૧૦૨ વર્ષના  છે અને વિશ્વની  સહુથી વૃદ્ધ વ્યક્તિ બનવાની હોડમાં  છે. ઋષિ કહે છે કે આ ફિલ્મ વધુ રસપ્રદ વિશિષ્ટ મેકઅપને  કારણે  બની  છે. કપૂર એન્ડ સન્સમાં  એણે ૯૦ વર્ષની વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ   એમાં એણે  પ્રોસ્થેટિક્સ  પર મદાર રાખ્યો હતો જ્યારે આ ફિલ્મમાં  માત્ર માથામાં  વીગ અને  મૂછનો ઉપયોગ કરાયો  છે. આ ફિલ્મમાં કામ કરવું એટલા મટે પણ  સરળ નહોતું  કારણ કે  આમા ઝાડવાઓની ફરતે ચકરાવા લઈને માત્ર  હીરોઈનો  સાથે રોમાન્સ કરવાનો ન હતો.

ઋષિ કપૂરને હવે એ બાબતનો  સંતોષ  છેકે  એ હવે માત્ર રોમાન્ટિક કપૂર પૂરતો મર્યાદિત ન રહેતા  વૈવિધ્યસભર  ભૂમિકા ભજવે  છે. એ માને  છે કે એની કારકિર્દીનો  ખરો સુવર્ણયુગ હવે ચાલુ થયો  છે.  કપૂર એન્ડ સન્સમાં  કપૂર,  ડી-ડે માં ઈકબાલ શેઠ, અગ્નિપથમાં રઉફ લાલા, દો દુની ચારમાં સંતોષ, દુગ્ગલ ઈત્યાદિ ભૂમિકાઓ  દ્વારા એક અભિનેતા  તરુકે  સ્થાપિત થવાની તક સાંપડી  એનાથી  કપૂર રોમાંચ અને આનંદની   લાગણી અનુભવે  છે અને હવે પ્રત્યેક ફિલ્મમાં   પોતાને નવો ચહેરો આપવો  છે. એ કહે  છે કે એની કારકિર્દીની પ્રથમ ઈનિંગમાં  માત્ર રોમાન્સ અને ગીતો ગાયા. 

એણે પત્ની નીતુ કપૂરને ખાત્રી આપી  છે કે ચોક્કસ ભૂમિકા માટે જરૃ પડે તો એ પોતાનું વજન ઘટાડવા પણ તૈયાર છે. અગાઉ જ્યારે એની કારકિર્દીનો  સુવર્ણકાળ  ચાલુ હતો ત્યારે એણે રોગ, તવાયફ અને  ઘાચીની જેવી  ફિલ્મમાં  પડકારજનક ભૂમિકાઓ  જરૃર  કરી હતી પરંતુ એની સંખ્યા  મર્યાદિત હતી. એની મોટાભાગની  ફિલ્મોની શૂટીંગ  ઉટી, કાશ્મીર, ઈટાલી અને સ્વીત્ઝર્લેન્ડ જેવા દેશોમાં  થઈ હતી.  જેમાં એને ફાળે માત્ર ગીતો અને રોમાન્સ હતા.  અમુક  ફિલ્મમાં  એણે મારધાડ પણ કરી હતી.

ઋષિ  પિતા  રાજ કપૂરને ગુરુ પણ લેખાવે  છે. ઋષિને  ફિલ્મોમાં લાવવાનું શ્રેય રાજ કપૂરને જાય છે. મેરા નામ જોકર અને બોબી દ્વારા  રાજ કપૂરે એને  બે વાર બોલીવૂડમાં  લોન્ચ કર્યો હતો. ઋષિ કપૂર જ્યારે શાળામાં અભ્યાસ કરતો  હતો ત્યાં  સુધી પિતા રાજ કપૂરને  ભાગ્યે જ મળતો. તેઓ હમેશાં  ફિલ્મોમાં  વ્યસ્ત રહેતા હતા.

તેઓ એ હકીકતથી   અજાણ  હતા કે રાજ કપૂર એક લોકપ્રિય  અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા  છે. પરંતુ કપૂર ભાઈઓને  એ ખબર હતી કે પિતા રાજ કપૂર સમાજના એક મહત્ત્વના  વ્યક્તિ  છે. ઋષિ કપૂર માતા અને ભાઈઓ સાથે રિઝર્વેશન વગર હોટેલમાં જાય તો પણ  પિતા રાજના દબદબાને કારણે એમને ટેબલ મળી જતું હતું.

કપૂર   સ્વીકારે  છેકે એ બધા સહેલાઈથી  હળી-ભળી નથી શકતો. એ ભગવાનથી ડરતું વ્યક્તિત્વ છે અને પૂજા- વિધિમાં  વિશ્વાસ રાખે છે. દિવસમાં બે વાર પૂજા કરવાનો નિયમ એ વર્ષોથી પાળે  છે.   એ  કહે છે કે શરાબ સેવન સારી બાબત નથી પરંતુ  કપૂર ખાનદાનનો ડ્રિન્કનો શોખ જાણીતો છે. કપૂર ખાનદાનનો વારસો, રણબીર, કરિશ્મા અને કરીનાએ  જે રીતે આગળ વધાર્યો છે એની એને અનહદ   ખુશી અને ગૌરવ  છે.

Post Comments