Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રવિ દુબે: સંચાલક તરીકે જામતો જાય છે

ટચૂકડા પડદે  સંખ્યાબંધ સિરિયલો  અને રિયાલિટી  શોઝમાં  પોતાનું  હુન્નર પુરવાર  કરનાર અભિનેતા  રવિ દૂબે  હવે રિયાલિટી  શોઝના સંચાલક તરીકે પણ જામતો જાય છે.  તેણે 'રાઈસિંગ સ્ટાર'  (સીઝન-૨)  નું  સફળતાપૂર્વક સંચાલન  કર્યું  અને હવે તેણે  ગેમ શો 'સબ સે સ્માર્ટ કૌન?' નું સંચાલન  હાથ ધર્યું છે.

રવિ  આ શો માટે કહે છે કે 'સબ સે સ્માર્ટ કૌન? પારિવારિક ગેમ શો છે.  આ ગેમ શોમાં  સામાન્ય  લોકો પણ  ભાગ લઈ શકે છે. શોના ફોર્મેટ મુજબ સ્પર્ધકોને પૂછવામાં આવનારા  પ્રશ્નોમાં જ તેના ઉત્તરો છૂપાયેલા  હશે. બસ,  તેમણે  પોતાના તર્ક અને વિવેકબુદ્ધિનો  ઉપયોગ કરીને આ  જવાબો મર્યાદિત  સમયમાં  આપવાના  રહેશે. મહત્ત્વની વાત એ છે કે માત્ર સાચો  જવાબ આપનાર સ્પર્ધકો  તેમાં  પૈસા નહીં જીતી શકે, બલ્કે  ઘરે બેઠાં શો જોઈ  રહેલાં દર્શકો પણ  પ્લે  અલોંગ એપ વડે તેમાં ભાગ લઈને  નાણાં જીતી શકે  છે. બીજી અગત્યની   વાત એ  છે કે આ ગેમ શોમાં  ભાગ લેવા  કોઈ ચોક્કસ  પાત્રતા નિશ્ચિત કરવામાં નથી આવી.  સામાન્ય  વ્યક્તિથી  લઈને સુશિક્ષિત  વ્યક્તિ પણ  તેમાં સ્પર્ધક બની શકે છે.

રવિ વધુમાં કહે છે કે અત્યાર સુધી આ શોમાં સિક્યોરિટી ગાર્ડ, શાળાના આચાર્ય, પિતા-પુત્રીની જોડી,માતા-પુત્રીની જોડીએ  ભાગ લીધો છે એ જ વાત પુરવાર કરે છે કે પોતાની તર્કબુદ્ધિનો  ઉપયોગ કરનાર કોઈપણ વ્યક્તિ  આ શોમાં ભાગ લઈ શકે છે.

અત્યાર સુધી  ટચૂકડા પડદે સેલિબ્રિટીઓને રજૂ કરતાં  ઘણાં  શો  આવ્યાં  છે. આવી  સ્થિતિમાં આપણને  સહેજે થાય કે જનસામાન્યને  રજૂ  કરતો  આ શો કેટલો  લોકપ્રિય  બનશે?  આના જવાબમાં  રવિ કહે છે કે ખરેખર તો  આ શોનું  સંચાલન  કરવાનું  મેં એટલા માટે  જ સ્વીકાર્યું  છે કે તે અત્યાર સુધી ટી.વી.  પર આવેલા  અન્ય ગેમ શો કરતાં એકદમ અલગ  છે.

 વળી તેના  પ્રશ્નો સરળ હોવા છતાં સ્પર્ધકની  સમયસૂચકતા  અને  તર્કશક્તિ પારખે  છે. અને સામાન્ય  લોકોને રજૂ કરતા  આ શોમાં  સામાન્ય લોકોને વધુ મોજ પડે  એવું હું દ્રઢપણે માનું  છું. વળી જે સ્માર્ટ  લોકોને પૂરતું  અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવાની  તક ન મળી  હોય તેઓ પણ આ મંચ પર પોતાની કાબેલિયત  પુરવાર કરી  શકે  છે.

Post Comments