Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાણી મુખર્જી

- પત્ની-માતા બન્યા પછી પણ આગવી ઓળખ જાળવી રાખી

રાણી મુખરજી એટલે હિન્દી  ફિલ્મોની  એવી અદાકારા ક જેણે ગ્લેમરસ  હીરોઈન તરીકે તેમજ ગંભીર  પ્રકારની, અત્યંત  કપરી કહી શકાય એવી ભૂમિકાઓ  પણ બખૂબી  ભજવી  છે. રાણીએ  આધુનિક ભારતીય નારીને પણ એટલી જ સરસ રીતે પડદા પર ઉતારી છે. તેની  છેલ્લી  ફિલ્મ  'હિચકી'  દ્વારા  તેણે  ફરી એક વખત પુરવાર  કરી  બતાવ્યું છે કે તે  શારીરિક ખોડ  ધરાવતી  યુવતીનો   રોલ પણ   જડબેસલાક  રીતે ભજવી  શકે છે.

મહત્ત્વની વાત એછે કે રાણીની  સૌપ્રથમ ફિલ્મ  'રાજા કી આયેગી બારાત' (૧૯૯૭) બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઈ હતી.  પરંતુ રાણીના  અભિનયની  નોંધ લેવાઈ.  અને તે ધીમે ધીમે બોલીવૂડમાં  આગળ વધતી ગઈ.  અભિનેત્રી  કહે છે કે તે વખતે  આજની જેમ ડેબ્યુ  ફિલ્મનું આયોજન  નહોતું થતું. પણ હું નસીબદાર હતી કે મને પહેલી  ફિલ્મમાં જ  શક્તિશાળી સ્ત્રીની ભૂમિકા  ભજવવાની તક મળી.
રાણી મુખરજી  ફિલ્મી  પરિવારમાંથી આવે છે. 

તેના સ્વર્ગીય  પિતા રામ મુખરજી ફિલ્માલયા સ્ટુડિયોના સ્થાપક  સભ્યોમાંના એક હતા. અને તેની માતા કૃષ્ણાએ  મમ્મી  બનવાથી   પહેલા   પ્લેબેક  સિંગિંગ  કર્યું હતું. જો કે રાણીએ  ક્યારેય  બોલીવૂડમાં  આવવાના શમણાં  નહોતા જોયા.   કદાચ એટલે જ તે હિન્દી  ફિલ્મોદ્યોગની  માનીનય અદાકારા  છે. તે કહે છે કે હું   ફિલ્મ કરતી  વખતે કોઈપણ  જોખમ લેવા તૈયાર રહું છું. પછી તે ફિલ્મ નિષ્ફળ જાય તોય મને કોૈઈ ફરક નથી પડતો. મને જે સ્ક્રિપ્ટ  ગમે તે ફિલ્મ હું સ્વીકારી  લઉં છું. હું માનું છું કે જો તમને તમારું કામ વહાલું હોય તો નામ-દામ ગૌણ  બની જાય છે. તે વધુમાં  કહે  છે કે કોઈપણ  ફિલ્મનું  સૌથી સબળ પાસું તેની પટકથા  હોય છે, જો સ્ક્રિપ્ટ સારી ન હોય તો સારામાં  સારો ફિલ્મ સર્જક પણ શ્રેષ્ઠ ફિલ્મ ન બનાવી શકે.

અગાઉ  રાણી પોતાના રોલ જાતે પસંદ ન કરતી.  વર્ષ ૨૦૦૨માં 'સાથિયા'  આવી ત્યાં સુધી તેના રોલ તેની મમ્મી નક્કી કરકતી. પણ પછી  રાણી  જેમ જેમ  સ્ક્રિપ્ટો  વાંચતી ગઈ તેમ તેમ તેને લાગવા માંડયું કે તે ચોક્કસ પાત્રો સાથે જડબેસલાક  રીતે સંવેદનાઓથી બંધાઈ જાય છે. ત્યારબાદ તેણે જાતે જ  ફિલ્મોની પસંદગી  કરવા માંડી.  અભિનેત્રી  કહે છે કે ત્યાર પછી 'ચલતે  ચલતે '  (૨૦૦૩), 'યુવા' (૨૦૦૪), 'હમ તુમ' (૨૦૦૪), 'વીર ઝારા' (૨૦૦૪),  'બંટી ઔર બબલી' (૨૦૦૫), 'કભી અલવિદા ના કહના' (૨૦૦૬), 'નો વન કિલ જેસિકા' (૨૦૧૧),  'મર્દાની' (૨૦૧૪) અને મારી સૌથી પ્રિય  ફિલ્મ 'બ્લેક' (૨૦૦૫) તેમ જ તાજેતરની ફિલ્મ 'હિચકી'  આવી. તે વધુમાં કહે છે કે મારી બધી  ફિલ્મોમાંથી મને 'બ્લેક' અને  'હિચકી'  વધુ પ્રિય  છે.

અભિનેત્રીએ   હમેશાં શિફોન સાડીને વધુ પ્રાધાન્ય આપ્યું  છે. તે  કહે  છે કે હું પડદા પર જેવી દેખાતી  હોઉં  છું તે મારા પાત્રનું  પ્રતિબિંબ  હોય  છે. પણ એ પાત્ર સરસ લાગવું  જોઈએ.  મેં મારા શિક્ષકોેને સરસ  પરિધાનમાં જોયા છે. તેથી મેં 'હિચકી' માં  સરસ  સાડીઓ  પહેરી છે. તેવી જ રીતે 'નો વન કિલ જેસિકા' માં જર્નાલિસ્ટના  રોલમાં  મેં જીન્સ-કુરતા - ઝોલાના પારંપરિક  દેખાવને  બદલે સ્માર્ટ શર્ટ પહેરવાનું પસંદ કર્યું હતું.

રાણી મુખરજીએ આદિત્ય  ચોપરા સાથે સંસાર માંડયો ત્યારબાદ તેની પુત્રી અદિરાનો જન્મ  થયો.  અદિરા ૧૪ મહિનાની થઈ પછી રાણી ફરી કામે ચડી.  તે  કહે  છે કે મારી પુત્રી  અધૂરા મહિને  જન્મી હતી તેથીતેને છોડીને ક્યાંય જવાનો મારો જીવ નહોતો  ચાલતો.  પણ આદિત્ય  મને સતત કહેતો કે હવે મને ફરીથી કામ કરવું  જોઈએ. જો તે મને સતત પ્રોત્સાહન ન આપત તો હું કદાચ  આટલી જલદી ફરીથી કામ  શરૃ ન કરત.  હવે મને એમ  લાગે  છેકેમેં ફરીથી  ફિલ્મોમાં  આવીને મારી ઓળખ જાળવી રાખી  છે.

 હું આજે  આદિત્યની  પત્ની  અને અદિરાની માતા હોવા છતાં  અભિનેત્રી રાણી મુખરજી  પણ છું.  જો કે હું દ્રઢપણે  માનું છુંકે માતા  બનવું  એ કામ  છોડીને ઘરે  બેસી રહેવા માટેનું  બહાનું  ન બનવું  જોઈએ.
જો કે રાણી તરત કહે  છે કે બાળકના  જન્મ પછી  તમે ફરીથી કામ શરૃ  કરો તોય  તમારી પત્ની અને માતા તરીકેની જવાબદારી  સુપેરે નિભાવવી જ રહી. 

તેથી તમારે  તમારા  કામ અને ઘર વચ્ચે સંતુલન  સાધીને આગળ વધવું પડે.  વળી સંતાન માતાની જેટલી નિકટ હોય  એટલું  અન્ય કોઈની  નજીક ન જ  હોય.  તે વધુમાં કહે છે કે બાળકો પોતાના માતાપિતાને  જે  કરતાં  જુએ  છે તેની  તેમના ઉપર ઘેરી અસર પડે  છે. મારી પુત્રી સમજદાર થશે ત્યારે  તેને એ વાતનો ગર્વ થશે કે તેના માતાપિતા, બંને કામ કરે  છે. આ રીતે તેના  મનમાં  કામ  પ્રત્યે  માન અને ઉત્સાહ પણ જાગશે.

લગ્ન અને માતા બન્યા પછી પણ  ફિલ્મોમાં  કામ  જારી રાખવા બાબતે  પણ રાણી કહે છે કે એ સમય વિતી  ગયો જ્યારે અભિનેત્રીઓ  ઘર માંડયા  પછી  કામ ન  કરતી કે તેમને કામ ન મળતું. હવે તેઓ સ્વયં  કામ કરવા તૈયાર હોય છે.   અને ફિલ્મ સર્જકોને પણ તેમના વિવાહિત હોવાથી  ઝાઝો ફરક નથી  પડતો.  અને આ પરિવર્તન  આવકાર્ય  છે.

Post Comments