Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચાલીસીમાં રાચતા હોવા છતાં લગ્નનો કોઇ અણસાર નથી તેવા કલાકારો

- ભાગ્યમાં હોય તે જ ઘડીએ લગ્ન થાય છે તેવી સાદી સમજ સહુમાં હોય છે. પરંતુ બોલીવૂડની ઘણી એવી હસ્તીઓ છે જે ૩૫ વરસ પાર કરી ચુક્યા છે છતાં લગ્નના કોઇ અણસાર નથી.

સલમાન ખાન વય : ૫૧ વર્ષ

સલમાનના લગ્નની રાહ તેના પરિવારની સાથે ચાહકો પણ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. કેટલીય યુવતીઓ તેના જીવનમાં આવી છે અને દરેક સાથે તેની અફેરની ચર્ચા રહી છે. દરેક વખતે તે હવે લગ્ન કરી લેશે તેવી ચર્ચા થાય છે. પરંતુ પરિણામ શૂન્યઆવે છે. સલમાન તેના ચાહકોને લગ્ન બાબતની વાતે સદાય નારાજ કર્યા છે.

મલ્લિકા શેરાવત વય : ૪૦

મલ્લિકા શેરાવતે તેના વિદેશી બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધાની ચર્ચા છે. પરંતુ આ બાબતે તેણે સત્તાવારજાહેરાત કરી નથી. નાનપણમાં તેના લગ્ન થઇ ગયા હોવાની અફવા પણ છે પરંતુ કોઇ ચોક્કસ માહિતી નથી.

સુષ્મિતા સેન વય : ૪૧

લગ્ન કર્યા વગર બે બાળકીઓને દત્તક લઇને માતા બનવાનો સુખદ લ્હાવો લેનારી સુષ્મિતા સેનના પ્રેમપ્રકરણ વિક્રમ ભટ્ટ અને રણદીપ હુડા સાથેની ચર્ચા હતી. જોકે સંજંગોવશાત તે લગ્ન કરી શકી નહીં. હવે તો તે ફિલ્મોમાં પણ કામ કરતી દેખાતી નથી. તેને લગ્નની ઇચ્છા છે પરંતુ હજી સુધી તેને તેનો મનનો માણિગર મળ્યો નથી.

અમિષા પટેલ વય : ૪૦ વરસ

અમિષા પટેલના લવઅફેરની ચર્ચા વિક્રમ ભટ્ટ અને કાનવ પુરી સાથે થઇ હતી. પરંતુ અમિષા લગ્નકરીને

સંસાર વસાવવામાં  નિષ્ફળ ગઇ. હવે તો તેને આજે કોઇ અભિનેત્રી તરીકે પણ યાદ કરતું નથી.

નેહા ધુપુયા વય : ૪૦

નેહા ધુપિટાને હૃતિક ભટ્ટાચાર્ય સાથે પ્રેમ હતો પરંતુ પછીથી બ્રેકઅપ થઇ ગયુંહતું.તેમજ ફિલ્મોમાં પણ કામ મળવાનું બંધ થઇ ગયું.

કરણ જોહર વય : ૪૪ વરસ

કરણ જોહર હાલ જોડિયા બાળકોનો પિતા તો બન્યો.તેને ઘણી યુવતીઓ પસંદ હતી અને તેને પ્રેમ પણ કરતો હતો. પરંતુ કોઇએ તેની સાથે એવા ગાઢ સંબંધો બાંધ્યા નહીં પરિણામે તે હૃદયભગ્ન થઇ ગયો. હવે તેને લગ્ન કરવાની ઇચ્છા જ નથી.

એકતા કપૂર વય : ૪૧

જીતેન્દ્રની આ દીકરીએ ફિલ્મજગતમાં ઉત્તમ વ્યવસાય કરીને પોતાનું અને પિતાનું નામ રોશન કર્યું. પરંતુ લગ્નની ઇચ્છા કદી થઇ હોવાની ચર્ચા નથી. તેમજ કોઇની સાથે પ્રેમસંબંધમાં પણ તેનું નામ  જોડાયું નથી.

તબુ વય : ૪૫

તબુએ પોતાના કરતા ઘણા નાની વયના ઉદ્યોગપતિ સાથે લગ્ન કરી લીધા હોવાની ચર્ચા હતી. જોકે આ માત્ર્પવા જ સાબિત થઇ હતી.દક્ષિણના સુપરસ્ટાર નાગાર્જુન સાથે તેના ગાઢ સંબંધની પણ ચર્ચા હતી.

રણદીપ હુડા વય : ૪૦

રણદીપનું પ્રેમપ્રકરણ સુષ્મિતા સેન ્ને નીતુ ચંદ્રા સાથે ઘણું લાંબુ ચાલ્યુ ંહતું. પરંતુ લગ્ન કરી શક્યો નહીં. હાલ તે સિંગલ સ્ટેટસ સાથે આનંદમય જીવન પસાર કરી રહ્યો છે.

અભય દેઓલ વય : ૪૧

અભય દેઓલનો પ્રિતી દેસાઇ સાથે ઘણો લાંબો રોમાન્સ ચાલ્યો હતો. પરંતુલગ્ન કરી શક્યો નહીં. આજે પણ અભય હજી કુંવારો જ છે. દેોલ પરિવારમાં આવું નહીંવત જોવા મળે છે.
 

Post Comments