Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Cine GUIDE

અભિનેતા અજય દેવગણનું સરનામું આપો.
રામજી વી. છેડા (કચ્છ)
અજય દેવગણ- ૫/૬, શીતલ એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર, જૂહુ, મું-૪૯.
સૈફ અલી ખાનની હિટ ફિલ્મો કઈ કઈ છે?
મુકેશ શાહ (અમદાવાદ)
સૈફ અલી ખાનની હિટ ફિલ્મો મેં ખિલાડી તુ અનાડી, હમ તુમ, યે દિલ્લગી, કલ હો ના હો, ઓમકારા, પરિણીતા, તુ ચોર મૈ સિપાહી, કચ્ચે ધાગે વગેરે છે.
તેરી મહેફિલ, તેરા જલવા, તેરી સૂરત દેખ લી' ગીત કઈ ફિલ્મનું છે?
નલિની દવે (મુંબઈ)

ઉપરોક્ત ગીત ફિલ્મ સોહની મહિવાલનું છે. આ ગીત મોહમ્મદ રફીએ ગાયું હતું.
'જાગતે રહો' ફિલ્મના કલાકારો કોણ હતા?
સુરેખા ચાવજી (અમલસાડ)
૧૯૫૬માં આવેલી આ ફિલ્મમાં મુખ્ય કલાકારો રાજકપૂર, પ્રદીપ કુમાર, સુમિત્રા દેવી, સ્મૃતિ બિસ્વાસ, પહેરી સાન્યાલ, સુલોચના ચેટર્જી, મોતીલાલ, ડેઈઝી ઇરાની, નાના પલશીકર, ઇફતખાર, બિક્રમ કપૂર, મોની ચેટર્જી, ભૂપેન્દ્ર કપૂર, પ્રાણ અને નરગિસ હતા.
અભિનેત્રી પૂજા ભટ્ટનું સરનામું આપશો.
સૌરભ પટેલ (સૂરત)
પૂજા ભટ્ટ-બી-૪, બીચ હાઉસ પાર્ક, ગાંધીગ્રામ રોડ, જૂહુ, મુંબઈ-૪૯.
ફિલ્મ 'તીન દેવિયા'નું લિખા હૈ તેરી આંખોમેં કિસકા અફસાના ગીત કોણે ગાયું છે? સંગીત કોનું હતું?
મનીષ રાઠોડ (રાજકોટ)

ઉપરોક્ત ગીત કિશોર કુમાર અને લતા મંગેશકરે ગાયું હતું અને સંગીત એસ. ડી. વર્મનનું હતું.
'જંગલ ક્વિન' નામની કોઈ ફિલ્મ આવી છે? જો હોય તો નિર્માતા-દિગ્દર્શક અને કલાકારોના નામ જણાવવા વિનંતી.
નિતીશ દોશી (મુંબઈ)
'જંગલ ક્વિન' નામની ફિલ્મ ૧૯૫૬માં આવી હતી. આ ફિલ્મના નિર્માતા રજની, દિગ્દર્શક નારી ઘડિયાળી અને કલાકારો નાદિયા, જ્હોન કાવસ, હબીબ અને શેખ હતા.
જાણીતા નિર્માતા સતીશ કૌશિકનું એડ્રેસ આપશો.
શ્રેય ડી. ગાલા (ભુજ)

સતીશ કૌશિક- સેવેન ડાયમેન્શન્સ, ૭ આશા એપાર્ટમેન્ટ, લિંકિંગ રોડ એક્સટેન્શન, સાંતાક્રુઝ (પ.), મુંબઈ-૫૪.
બલરાજ સાહની અભિનિત ફિલ્મ 'હંસતે ઝખમ'ના અન્ય કલાકારો કોણ હતા?
પવન વલાઘ (વલસાડ)
ફિલ્મ 'હંસતે ઝખમ'માં અન્ય કલાકારો પ્રિયા રાજવંશ, નવિન નિશ્ચલ, જીવન, નાદિરા, અચલા સચદેવ, સુમન, કમલ કપૂર, સત્યેન કપ્પૂ, વી. ગોલા, મેક મોહન, ભરત કપૂર, મુરાદ વગેરે હતા.
હાસ્ય કલાકાર અસરાનીનું સરનામું આપશો.
પુષ્પા ખત્રી (પોરબંદર)
અસરાની- બી/૩, બીચ હાઉસિંગ સોસાયટી, ગાંધીગ્રામ રોડ, જૂહુ, મંુબઈ-૪૯.

કરીના કપૂરની હિટ ફિલ્મો કઈ કઈ છે?
નિમેશ પટેલ (સાવરકુંડલા)
કરીનાની હિટ ફિલ્મો અજનબી, કભી ખુશી કભી ગમ, હલચલ, બેવફા, જબ વી મેટ, બજરંગી ભાઈજાન વગેરે છે.
'તેરે ચહેરે સે નઝર નહિ હટતી નઝારે હમ દેખેં ગીત કઈ ફિલ્મનું છે? કોના પર ફિલ્માવવામાં આવ્યું હતું?
રમેશ કે. કીકાણી (અમરેલી)
ઉપરોક્ત ગીત ફિલ્મ 'કભી કભી'નું છે. આ ગીત ઋષિ કપૂર, નીતુ સિંહ પર ફિલ્માવાયું હતું.
રાણી મુખર્જીની જન્મતારીખ જણાવશો.
અમિત, જીતુ, વિનોદ (ભરૃચ)
રાણી મુખર્જીની જન્મતારીખ ૨૧ માર્ચ છે.  

ગોવિંદાએ બોલીવૂડમાં એક અનોખો વિક્રમ કર્યો છે એ કયો?
નિમિષા પંડયા (પુણે)
ગોવિંદાએ એક જ કુટુંબના બધા જ સભ્યો સાથે વારાફરતી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને આવું ભાગ્યે જ બને છે. ગોવિંદાએ રાજેશ  ખન્ના સાથે 'સ્વર્ગ'માં, ડિમ્પલ કાપડિયા ખન્ના સાથે 'હમ તુમ પે મરતે હૈ'માં, ટ્વિંકલ ખન્ના સાથે 'જોરૃ કા ગુલામ'માં અને રિન્કી ખન્ના સાથે 'જિસ દેશ મેં ગંગા રહેતા હૈ'માં કામ કરીને અનોખો વિક્રમ કર્યો છે. રાજેશ ખન્નાના જમાઈ અક્ષય કુમાર સાથે   તેની 'ભાગમભાગ' નામની ફિલ્મ આવી હતી.

અમિતાભ-જયાની હિટ ફિલ્મો કઈ છે?
કનુભાઈ બોરડ (અમદાવાદ)
અમિતાભ-જયાની હિટ ફિલ્મો ઝંજીર, અભિમાન, ચૂપકે-ચૂપકે, મિલી, સિલસિલા, કભી ખુશી કભી ગમ વગેરે છે.

Post Comments